બોલીવુડના આ 7 સ્ટાર્સ પુત્રીઓને લઈ ચુક્યા છે દત્તક, નંબર 7 એ તો એક સાથે 34 પુત્રીઓને લીધી છે દત્તક

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મો અને તેમની લક્ઝરી લાઇફની સાથે જ તેમની સમાજ સેવાના કાર્ય માટે પણ ખૂબ જાણીતા છે. બોલીવૂડના આવા ઘણા સ્ટાર્સ છે જે લોકોની મદદ કરીને હેડલાઇન્સ બનાવે છે, જ્યારે કેટલાક સ્ટાર્સે તો નિરાધાર બાળકોને સાથ આપીને તેમને તેમના ઘરનો ચિરાગ બનાવ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સે બાળકોને દત્તક લીધા છે. ચાલો આજે તમને કેટલાક એવા જ સ્ટાર્સ વિશે જણાવીએ.

સુષ્મિતા સેન: સુષ્મિતા સેન 45 વર્ષની છે અને તે આજ સુધી કુંવારી છે. પરંતુ તે બે બાળકોની માતા છે. તેણે બે પુત્રીને દત્તક લીધી છે. તેની પુત્રીઓના નામ રેને અને અલીશા છે. બંને પુત્રીઓ હવે ખૂબ મોટી થઈ ચુકી છે.

મંદિરા બેદી: મંદિરા બેદીએ મધ્ય પ્રદેશના જબલપુર શહેરની તારા નામની એક બાળકીને દત્તક લીધી હતી. તે પોતાની પુત્રીને જાતે ભણાવે છે અને તેની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરે છે.

મિથુન ચક્રવર્તી: હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા મિથુન ચક્રવર્તી, ત્રણ પુત્રોના પિતા છે, જોકે તેમની એક દીશાની નામની પુત્રી પણ છે. એવું કહેવામાં આવે છે કે તે દિશાની તેને કચરાના ઢગલામાંથી મળી હતી. તેણે બાળકીને પોતાની પુત્રી બનાવી અને તેને નવું જીવન આપ્યું. તે હવે ખૂબ મોટી થઈ ચુકી છે અને અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહી છે.

સલીમ ખાન: સલમાન ખાનના પિતા સલીમ ખાને પુત્રી અર્પિતા ખાનને ફુટપાથ પર રડતા જોઈ હતી અને પછી તેને તે તેના ઘરે લઈ આવ્યા હતા. સલીમ ખાન ત્રણ પુત્રો સલમાન, અરબાઝ, સોહેલ અને અલવીરાના પિતા હતા. આગળ જઈને તે અર્પિતાને નવું જીવન આપવા માટે તેના પણ પિતા બની ગયા. ખાન પરિવાર અર્પિતાને ખૂબ પ્રેમ આપે છે.

રવિના ટંડન: બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી રવિના ટંડન માત્ર 21 વર્ષની ઉંમરમાં બે છોકરીઓની માતા બની ચુકી હતી. આ નાની ઉંમરમા જ રવિનાએ બે છોકરીઓને દત્તક લીધી હતી. તેની પુત્રીના નામ પૂજા અને છાયા છે. રવિનાની બંને દીકરીઓના લગ્ન થઈ ચુક્યા છે અને રવિના નાની પણ બની ચુકી છે. જણાવી દઈએ કે રવિનાએ વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ અને રવિના બે પુત્રી રાશા અને રણબીર થડનીના માતાપિતા બન્યા.

સન્ની લિયોન: પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને હિન્દી સિનેમામાં પ્રવેશ કરનાર બોલ્ડ અભિનેત્રી સન્ની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરએ વર્ષ 2017 માં મહારાષ્ટ્રના લાતુરથી એક બાળકીને દત્તક લીધી હતી. જેનું નામ તેમણે નિશા કૌર વેબર રાખ્યું છે. નિશા અમેરિકા રહે છે.

પ્રીતિ ઝિન્ટા: બોલિવૂડની અનેક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાએ એક-બે નહીં પરંતુ 34 છોકરીઓને દત્તક લીધી હતી. વર્ષ 2009 માં પ્રીતિ એકસાથે 34 બાળકોની માતા બની. તેણે ઋષિકેશના એક અનાથાશ્રમમાંથી તે બધાને દત્તક લીધી હતી. સમય સમય પર પ્રીતિ પોતાની બધી પુત્રીઓને મળવા માટે જાય છે અને તેના પર ખૂબ પ્રેમ લૂટાવે છે.