કબીર બેદીથી લઈને આશા ભોસલે સુધી આ 5 સ્ટાર્સના બાળકો એ લીધો છે આત્મહત્યા જેવો ગંભીર નિર્ણય

બોલિવુડ

બોલિવૂડ એક એવી ઈન્ડસ્ટ્રી છે જે શરૂઆતથી જ આપણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. દરેક લોકો આ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા ઈચ્છે છે તેનું સૌથી મોટું કારણ છે તેમાં જોવા મળતું ગ્લેમર અને લાઇમલાઇટ. લોકોને પણ તેમના ફેવરિટ સ્ટાર્સની લાઈફ વિશે જાણવું પસંદ છે. પછી ભલે તે ફિલ્મની વાત હોય કે તેમની રિયલ લાઈફની. આ બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ એવા પણ છે, જેમની પર્સનલ લાઈફનું દર્દ કોઈ જાણતું નથી. આજે અમે તમને આવા બોલિવૂડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના બાળકોએ આત્મહત્યા જેવું પગલું ઉઠાવીને તેમના માતા-પિતાને હંમેશા માટે દર્દ આપ્યું છે.

આશા ભોંસલે: આશા ભોંસલે, આ નામને કોણ નથી જાણતું? 87 વર્ષની થઈ ચૂકેલી આશા ભોંસલે એ એક નહીં પરંતુ તેના બે સંતાનો ગુમાવ્યા છે. આશા ભોંસલેએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી ત્રણ તેને બાળકો હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. સૌથી મોટા પુત્રનું નામ હેમંત હતું, જ્યારે પુત્રીનું નામ વર્ષા હતું.

વર્ષ 2015 માં હેમંત ભોંસલેનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે તેની પુત્રી વર્ષાએ 2012 માં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ વર્ષાએ ઉંઘની ગોળીઓ ખાઈને પોતાને મારવાનો પ્રયાસ કર્યો હતો.

કબીર બેદી: કબીર બેદી બોલિવૂડના સૌથી હેન્ડસમ વિલન તરીકે જાણીતા છે. આ લિસ્ટમાં કબીર બેદીનું નામ પણ શામેલ છે. તેણે પોતાના નાના પુત્રને ગુમાવવાનું દુઃખ સહન કર્યું છે. કબીર બેદી આજકાલ તેમની ઓટોબાયોગાફીને લઈને ચર્ચામાં છે. જેમાં તેણે પોતાની પર્સનલ લાઇફને લગતી ઘણી વાતો શેર કરી છે. તેમાં કબીર બેદીએ પુત્ર સિદ્ધાર્થ બેદીની આત્મહત્યા અંગે ઘણી વાતો લખી છે. જણાવી દઈએ કે કબીર બેદીના પુત્ર સિદ્ધાર્થે 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી. તે લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો.

જગજીતસિંહ-ચિત્રા સિંહ: ભારતના ગઝલ સમ્રાટ જગજીતસિંહે 1990 માં એક માર્ગ અકસ્માતમાં પોતાનો પુત્ર ગુમાવ્યો હતો. જગજીતસિંહ અને ચિત્રા સિંહના જીવનના આ દુઃખ વિશે દુનિયા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કપલે તેમનું બીજું બાળક ગુમાવ્યું હતું. તે ચિત્રા સિંહની બેટી મોનિકા ચૌધરી. મોનિકા ચૌધરી ચિત્રા સિંહનાના પહેલા પતિની પુત્રી હતી. મોનિકા ચૌધરીના બે લગ્ન તૂટી ગયા હતા. આ પછી તે એટલી નિરાશ થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી.