અક્ષય અને શિલ્પાથી લઈને બોલીવુડના આ 5 પ્રખ્યાત સ્ટાર્સ છે એકબીજાના પાડોશી, જાણો કોણ કોના પાડોશી છે

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ વિશે કોણ જાણવા નથી ઈચ્છતું? આ સ્ટાર્સના ઘણા ચાહકો છે. એવા ચાહકો જે તેમના ફેવરિટ સ્ટાર્સ વિશે બધુ જ જાણવા ઈચ્છે છે. તેની ફિલ્મોથી લઈને તેમની પર્સનલ લાઈફ વિશે. તેથી અમે તમને આ સ્ટાર્સ વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે ભાગ્યે જ તમે જાણતા હશો. ફિલ્મોમાં જોવા મળતા આ કલાકારો મુંબઈના ખૂબ જ લક્ઝરી બંગલામાં રહે છે. દુનિયાભરની દરેક એવી સુવિધાઓ સાથે રહે છે જેના વિશે સામાન્ય માણસ વિચારી પણ નથી શકતો. કરોડો-અબજોના આ બંગલા કોઈ પેલેસથી ઓછા નથી.

પરંતુ દુનિયાની બધિ સુખ-સુવિધાઓ અને ટેક્નોલોજી વચ્કે આ સ્ટાર્સના બંગલામાં કેટલીક ખામીઓ પણ છે. એવી ખામીઓ જેની તમને પણ જાણ હોવી જોઈએ. ખરેખર મુંબઇમાં ઘણા સ્ટાર્સના ઘર એકબીજાની એટલા નજીક છે કે જો તે પોતાના ઘરમાં મોટા અવાજ સાથે વાત કરે છે તો તેના પાડોશમાં અવાજ ચાલ્યો જાય છે. આ કિસ્સો અમિતાભ બચ્ચને પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે જો તે તેના ઘરની છત પરથી અવાજ આપે છે તો તે અવાજ ધર્મેન્દ્ર અને હેમા માલિનીના બંગલા સુધી જાય છે.

મુંબઈમાં ઘણા સ્ટાર્સ એક બીજાના પાડોશી છે ચાલો જાણીએ આવા સ્ટાર્સ વિશે જે એક બીજાના ઘરના પાડોશી છે. આ લિસ્ટમાં ઘણા મોટા મોટા નામ શામેલ છે. તેમાં સૌથી પહેલા વાત કરીશું બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર વિશે.

અક્ષય કુમારનો બંગલો મુંબઈમાં જુહુના શાંતિ રોડ પર આવેલો છે. અક્ષય એક સમયે આ બંગલાની બહાર ઉભો રહેતો. ક્યારેક ગાર્ડ અક્ષયને બંગલાની બહારથી ભગાડ્યા કરતો હતો. આજે એ જ લક્ઝરી બંગલાના માલિક અક્ષય કુમાર છે. મુંબઈમાં જ અક્ષયની પાસે શિલ્પા શેટ્ટીનો બંગલો છે. શિલ્પા અહીં પોતાના પરિવાર સાથે રહે છે. શિલ્પાના ઘરે લાખોની પેઇન્ટિંગ્સ છે. ઉપરાંત, આ ઘર અંદરથી ખૂબ લક્ઝરી છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન જુહુના 10 મા રોડ જેવીપીડી સ્કીમ પર આવેલા બંગલા જલસામાં રહે છે. તો તેમના જૂના મિત્ર અને અભિનેતા શત્રુઘ્ન સિંહાનો લક્ઝુરિયસ બંગલો રામાયણ પણ અમિતાભ બચ્ચન પાસે આ રોડ પર આવેલો છે. જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહા સંપત્તિની બબાતમાં ઘણા આગળ છે, તેમનો બંગલો રામાયણ અમિતાભના બંગલા ‘જલસા’ કરતા અનેક ગણો મોંઘો અને લક્ઝરી છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીનો બંગલો 11 માં રોડ જેવીપીડી પર આવેલો છે. તો હેમા માલિનીના સાવકા પુત્ર સન્ની દેઓલનો બંગલો તેના ઘરની ખૂબ નજીક 9 મા રોડ જેવીપીડી સ્કીમમાં આવેલો છે. જણાવી દઈએ કે હેમા માલિનીના બંગલાથી માત્ર 5 મિનિટના અંતર પર ધર્મેંદ્રનો પહેલો બંગલો છે, આટલો નજીક હોવા છતાં, હેમા માલિની આજ સુધી ત્યાં ગઈ નથી.

અનિલ કપૂરનો બંગલો 7 મા રોડ જેવીપીડી સ્કીમ પર આવેલો છે. તો અનિલના ઘર નજીક તેના મિત્ર જીતેન્દ્રનો બંગલો પણ તેમની 7 મા રોડ જેવીપીડી સ્કીમ પર તેમની પાસે આવેલો છે.