એકબીજા સાથે દુશ્મની નિભાવે છે બોલીવુડના આ 10 સ્ટાર્સ, એકબીજાનો ચેહરો પણ જોવા નથી ઈચ્છતા

બોલિવુડ

બોલિવૂડ એક એવી ઈન્ડસ્ટ્રી છે જેની અંદર ઘણાં ઉંડા કાળા રાજ છે. એવા રાજ જે આપણને સામેથી જોવા મળતા નથી. આ સ્ટાર્સ જે રીતે પડદા પર જોવા મળે છે તે રીતે પોતાની રિયલ લાઈફમાં નથી રહેતા. આપણને પડદા પર અને ટીવી પર એકબીજા સાથે મળતા જોવા મળે છે. પરંતુ અંદર તેઓ એકબીજા માટે દુશ્મની ધરાવે છે. આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વર્ષોથી એક-બીજા માટે પોતાના મનમાં દુશ્મની ધરાવે છે. તેમાં ફિલ્મોથી લઈને તેની પર્સનલ લાઈફ શામેલ છે. આ સમાચાર તમને ટીવી અને સમાચારોમાં પણ જોવા નહીં મળે.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય: બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેની દુશ્મની એક દાયકાથી પણ વધુ જૂની થઈ ચુકી છે. આ બંને વચ્ચે દુશ્મનીનું કારણ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય હતી. સલમાન ખાન સાથે બ્રેકઅપ પછી એશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. આ કારણોસર સલમાન અને વિવેક વચ્ચે ઝઘડો થયો હતો. વિવેકે સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે સલમાને તેમને ફોન કરીને ધમકી આપી છે.

સલમાન ખાન અને અરિજિત: સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચેનો વિવાદ ખૂબ જૂનો નથી. આ બંને વચ્ચેનો આ વિવાદ એક મજાકની વાતને લઈને શરૂ થયો હતો. પરંતુ આ મજાકે બંને વચ્ચે અંતર લાવ્યું હતું. સલમાન એક શો હોસ્ટ કરી રહ્યો હતો, જ્યારે સિંગર અરિજિતને એવોર્ડ આપવા માટે તેણે બોલાવ્યો ત્યારે તેમની ધીમી ચાલને લઈને સલમાને મજાકમાં કહ્યું કે “સર સુલા દીયા આપને”. આટલી વાતને લઈને બંને વચ્ચે લડાઈ થઈ હતી. બોલિવૂડ સાથે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે, સિંગર અરિઝીતને વધુ કામ ન મળવાનું કારણ પણ સલમાન ખાન જ છે.

કરીના કપૂર અને બોબી દેઓલ: કરીના કપૂર અને બોબી દેઓલની દુશ્મનીનો કિસ્સો કોઈને ખબર નથી. તે સમયની વાત છે જ્યારે કરીના કપૂર-શાહિદ કપૂરના પ્રેમમાં પાગલ હતી. બંનેએ મોટા પડદા પર એકબીજા સાથે કામ કર્યું છે. જ્યારે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી ફિલ્મ ‘જબ વી મેટ’ બનાવી રહ્યા હતા. ત્યારે તેની પહેલી પસંદ આ ફિલ્મ માટે બૉબી દેઓલ હતા. પરંતુ પછી કરીનાએ બોબી દેઓલને આ ફિલ્મથી દૂર કર્યો હતો.

સની દેઓલ અને આમિર ખાન: બોલિવૂડના મિસ્ટર એંગ્રી મેન સની દેઓલ અને મિસ્ટર પરફેક્ટનીસ્ટ આમિર ખાન વચ્ચેની આ લડાઇને 20 વર્ષથી વધુ સમય થઈ ચુક્યો છે. આ વિવાદ ફિલ્મની રિલીઝથી લઈને શરૂ થયો હતો. વર્ષ 2001 માં આમિર ખાનની ફિલ્મ લગાન અને સનીની ફિલ્મ ગદર એક સાથે રિલીઝ થઈ હતી. સની દેઓલની ફિલ્મને લોકોની વચ્ચે સુંદર રિસ્પોન્સ જોવા મળ્યો. જેના કારણે આમિરની ફિલ્મને નુક્સાન ઉઠાવવું પડ્યું હતું. આજે પણ આમિર ખાન અને સની દેઓલ એક બીજા સાથે વાત કરતા નથી.

કરીના કપૂર- બિપાશા બાસુ: કરીના કપૂર અને બિપાશાની લડાઈ સૌથી મોટી લડાઈ માંની એક છે. વર્ષ 2001 માં આવેલી ફિલ્મ અજનબીમાં કરીના-બિપાશા બાસુએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ અબ્બાસ-મસ્તાનના નિર્દેશનમાં બનાવવામાં આવી હતી. અજનબીના સેટ પર આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. કહેવાય છે કે કરીનાએ બિપાશા બાસુને થપ્પડ મારી હતી. ત્યારથી આ બંને નજર પણ નથી મળાવતી.