બોલીવુડના આ 10 સ્ટાર્સે ભગવાનના નામ પર રાખ્યા છે પોતાના બાળકોના નામ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના પ્રોજેક્ટ્સને લઈને તો ક્યારેક લાઈફસ્ટાઈલને લઈને. આ લોકો શું પહેરે છે, શું ખાય છે, ક્યાં જાય છે, ચાહકો તેમના વિશે દરેક ચીજ જાણવા ઈચ્છે છે. બોલિવૂડની ઘણી હસ્તીઓની સાથે તેમના બાળકો અને બાળકોના નામ પણ ચર્ચામાં છે. ઘણી સેલિબ્રિટીઝ ને ભગવાન પ્રત્યે ઉંડી શ્રદ્ધા છે અને આવી સ્થિતિમાં તેમણે પોતાના બાળકોના નામ ભગવાનના નામ પર રાખ્યા છે. આજે અમે તમને તેમના સ્ટાર કિડ્સ વિશે જણાવી રહ્યા છીએ.

આરાધ્યા બચ્ચન: અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન. આરાધ્યાના નામના 2 અર્થ છે. પહેલો – જે પૂજા કરવાને લાયક છે, જેની પૂજા કરી શકાય છે અને બીજો અર્થ છે – સૌથી પહેલું.

મીરાયા તખ્તાની: ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના ઘરે તાજેતરમાં બીજી પુત્રીનો જન્મ થયો છે. કપલ એ પોતાની બીજી પુત્રીનું નામ મિરાયા રાખ્યું છે, જેનો અર્થ છે ભગવાન કૃષ્ણની ભક્ત. તેમની પહેલી પુત્રીનું નામ રાધ્યા છે, જેનો અર્થ સંસ્કૃતમાં પૂજા થાય છે. ભગવાન કૃષ્ણની પ્રેમિકા રાધાનું બીજું નામ પણ રાધ્યા છે.

રીહાન અને રીદાન: રિતિક રોશન અને સુઝૈન ખાનના પુત્રોના નામ રિહાન અને રિદાન છે. રિહાનનો અર્થ છે ભગવાન ના પસંદ કરેલા લોકો જ્યારે રિદાનનો અર્થ થાય છે તે વ્યક્તિ જેનું દિલ ખૂબ મોટું હોય.

સમાયરા અને કિયાન: કરિશ્મા કપૂર અને સંજય કપૂરની પુત્રી સમાયરાના નામનો અર્થ છે સુંદરતાની દેવી જ્યારે પુત્ર કિયાનના નામનો અર્થ છે ભગવાનની કૃપા.

રાશા: રવિના ટંડન અને અનિલ થડાનીના બંને બાળકોનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું છે. પુત્રી રાશાનું પૂરું નામ રાશાવિશાખા અને પુત્ર રણબીરનું પૂરું નામ રણબીરવર્ધન છે, બંને નામનો અર્થ છે ભગવાન શિવ.

અનુષ્કા શર્મા: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પોતાની પુત્રીનું નામ ‘વામિકા’ રાખ્યું છે. વામિકા નામનો અર્થ ‘માતા દુર્ગા’ છે.

અબરામ ખાન: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને 3 બાળકો છે. તેમના સૌથી નાના પુત્રનું નામ ‘અબરામ’ છે. ખરેખર તેમણે પોતાના પુત્રનું નામ ઈસ્લામના પયગંબર અને ભગવાન રામનું નામ જોડીને રાખ્યું છે.

વિયાન કુન્દ્રા: પોતાની સુંદરતાથી બિહાર અને યુપીને લૂંટનારી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. તેમના પુત્રનું નામ વિયાન કુન્દ્રા છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે વિયાન ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે.

વેદાંત માધવન: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આર માધવને પોતાના પુત્રનું નામ વેદાંત રાખ્યું છે. ખરેખર આ અભિનેતાએ પોતાના પુત્રનું નામ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ વેદના નામ પરથી રાખ્યું છે.

શાક્ય અખ્તર: બોલિવૂડ અભિનેતા, સિંગર અને ડિરેક્ટર ફરહાન અખ્તરે પોતાના પુત્રનું નામ શાક્ય રાખ્યું છે. ખરેખર શાક્ય ભગવાન બુદ્ધનું જ એક સ્વરૂપ છે.