બોલીવુડના આ 4 સ્ટારકિડ્સ ફરે છે સૌથી મોંઘી કારમાં, જાણો કોની પાસે છે કઈ કાર

બોલિવુડ

બોલિવૂડ કલાકારો દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવે છે, પરંતુ તેમના બાળકો તેમની લાઈફ બાળપણથી જ જીવે છે. સ્ટાર્સની લઈફસ્ટાઈલ ખૂબ ઉંચી હોય છે, જેને જીવવાની ઈચ્છા દરેક સામાન્ય વ્યક્તિની હોય છે. આજે અમે બોલીવુડ સ્ટાર કિડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક હાઇફાઇ લાઈફ જીવે છે. તેની લાઈફસ્ટાઈલ કોઈ કલાકારથી ઓછી નથી, કારણ કે બાળપણથી જ તેમની પાસે તે દરેક ચીજો આવી જાય છે જે ચીજો તેમના પેરેંટ્સ પાસે હોય છે. તો ચાલો જાણીએ ક્યા સ્ટારકિડ્સ પાસે કઈ કાર છે.

આજે અમે તમને બોલિવૂડના તે સ્ટાર કિડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની લાઈફસ્ટાઈલ જાણીને તમારા હોશ ઉડી જશે. અમે તમને બોલિવૂડ સ્ટાર કિડ્સની કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કયો સ્ટાર કિડ્સ કઈ કારમાં ફરે છે. તેમાં કિંગ ખાનથી લઈને નવાબ અલીનાં બાળકો પણ શામેલ છે. તો ચાલો જાણીએ કોના બાળકો કઈ કારમાં ફરવાનું પસંદ કરે છે.

સારા અલી ખાન: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, જે હવે એક અભિનેત્રી બની ચુકી છે, પરંતુ તે બાળપણથી જ હાઇ ફાઇ લાઈફસ્ટાઇલ જીવી રહી છે. સારા અલી ખાનને કારમાં ફરવાનું પસંદ છે અને તેની ફેવરિટ કાર તેને તેના પિતા એટલે કે સૈફ અલી ખાને ગિફ્ટ કરી હતી. સારા અલી ખાન પાસે બીએમડબ્લ્યૂ સીદાન કાર છે, જેની કિંમત લાખોમાં છે.

સુહાના ખાન: કિંગ ખાનની પુત્રી સુહાના ખાન અવારનવાર તેની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. સુહાના હાઇ ફાઇ લાઈફ જીવે છે, જો તેની કારની વાત કરવામાં આવે ત્યારે તેની પાસે ઓડી એ 6 હોય છે. આટલું જ નહીં શાહરૂખ ખાન સુહાનાની દરેક ઇચ્છાને મિનિટોમાં પૂર્ણ કરે છે, જેના કારણે તેની પાસે કોઈ પણ ચીજનો અભાવ નથી.

આર્યન ખાન: કિંગ ખાનનો પુત્ર પણ હાઈ ફાઈ લાઇફ જીવે છે. સુહાનાની જેમ કિંગ ખાન તેની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. આટલું જ નહીં બહેન સુહાનાની જેમ આર્યન ખાન પાસે પણ ઓડી એ 6 છે. શાહરૂખ ખાને તેના બંને બાળકોને અલગ અલગ કાર ગિફ્ટ કરી હતી, ત્યાર પછી બંને પોતાની કારમાં ફરે છે.

તૈમૂર અલી ખાન: બોલીવુડ સ્ટાર કિડમાં સૌથી વધુ પ્રખ્યાત તૈમુર અલી ખાન ભલે હજી નાનો છે, પરંતુ તેની પાસે તેની પર્સનલ કાર છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે તૈમૂરને રેડ જીપ ગ્રાન્ડ ચેરોકી એસઆરટી ગિફ્ટમાં આપી છે, જેમાં તૈમૂર સ્કૂલે જાય છે. આટલું જ નહીં તૈમૂરની દરેક નાની ઈચ્છા સૈફ અલી ખાન અને કરીના કપૂર ઝડપથી પૂરી કરી છે.