તૈમૂરથી લઈને અબરામ સુધી જન્મ લેતાની સાથે જ કરોડપતિ બની ગયા હતા આ સ્ટારકિડ્સ, જુવો તેમની તસવીરો

બોલિવુડ

એવું કહેવાય છે કે કેટલાક લોકો મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મે છે. બોલિવૂડના સ્ટારકિડ્સ આ વાત પર એકદમ ફિટ બેસે છે. કારણ કે તે ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે તેથી તેમની લાઈફસ્ટાઈલ પણ કંઈક તેવી જ હોય છે. તેમના માતા-પિતા પણ બાળપણથી જ તેમના બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે અને તેમની એક વિનંતી પર ચીજો હાજર થઈ જાય છે. જો કે આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે સ્ટારકિડ્સ હજુ ખૂબ નાના છે, પરંતુ બાળપણથી જ કરોડપતિ બની ચુક્યા છે. તેમના માતા-પિતાની જેટલી સંપત્તિ છે તે આવનારા દિવસોમાં તેમના બાળકોની જ થશે, તો ચાલો જાણીએ કે આ સ્ટારકિડ્સ હવે કેટલી સંપત્તિના માલિક છે.

અબરામ ખાન: આલિસ્ટમાં સૌથી પહેલું નામ શાહરૂખ ખાનના પુત્ર અબરામ ખાનનું આવે છે. શાહરૂખ અને ગૌરીનો સૌથી નાનો પુત્ર અબરામ હજુ ઉંમરમાં ખૂબ નાનો છે, પરંતુ પરિવારમાં દરેકનો લાડલો છે. રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ ખાન અને ગૌરી ખાનની નેટવર્થ લગભગ 7304 કરોડ રૂપિયા છે, જે આવનારા દિવસોમાં સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાનની હશે.

તૈમૂર અને જેહ અલી ખાન: કરીના અને સૈફ અલી ખાનના પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન પણ અમીર સ્ટારકિડ્સના લિસ્ટમાં શામેલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 1120 કરોડ રૂપિયા છે.

આરાધ્યા બચ્ચન: બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચન બાળપણથી જ ગર્વથી મોટી થઈ છે. તે પણ તેના પરિવારની ખૂબ જ લાડલી છે. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી અત્યારથી જ 979 કરોડની સંપત્તિની માલિક છે.

વિયાન કુન્દ્રા: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના પુત્ર વિયાન કુન્દ્રાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની નેટવર્થ લગભગ 2534 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં વિયાન હાલમાં 2534 કરોડની સંપત્તિના માલિક છે.