વૈશ્વિક લેવલ પર નામ કમાઈ ચુકેલા રોકી ભાઈના પિતા જીવે ખૂબ જ સિમ્પલ જીવન, ખૂબ જ પ્રેરણાદાયક છે તેમની સ્ટોરી

બોલિવુડ

રોકસ્ટાર યશ આ નામ સાંભળતા જ દરેક ફિલ્મપ્રેમીની જીભ પર એક જ નામ આવે છે, તે છે રોકી ભાઈ. કેઝીએફ ચેપ્ટર વનથી પ્રખ્યાત થયેલા યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. કન્નડ સિનેમાના સુપરસ્ટાર યસનું નામ આજે બોલીવુડ અભિનેતાઓથી પણ ઉપર છે. યશની કેટલીક મહત્વપૂર્ણ જેણે યશને સુપરસ્ટાર બનાવી દીધો તેમાં કેટલીક ફિલ્મો જેમ કે રાજધાની, મિસ્ટર એન્ડ મિસિસ રામચારી, કિરાકટ, ગુગલી, કેજીએફ ચેપ્ટર વન અને કેજીએફ ચેપ્ટર 2 શામેલ છે.

વર્ષ 2008 માં, યશની કારકિર્દીની શરૂઆત મોગીના માંશુ ફિલ્મથી થઈ હતી, આ ફિલ્મમાં યશે પોતાની પત્ની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ પણ ખૂબ સફળ રહી અને તેના માટે યશને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો.

જાન્યુઆરી મહિનામાં યશ 37 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચુક્યા છે. 8 જાન્યુઆરી, 1986ના રોજ કર્ણાટકમાં જન્મેલા નવીન કુમાર ગૌડા (યશ)ના લગ્ન 2016માં રાધિકા પંડિત સાથે થયા હતા, હાલમાં તેમને 2 બાળકો છે.

યશના પિતાનું નામ અરુણ કુમાર છે, જેઓ કર્ણાટકના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બેંગલુરુમાં બીએમટીસી ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ ડ્રાઈવર છે અને તેમની માતાનું નામ પુષ્પલતા છે, જે એક ગૃહિણી છે. યશનું બાળપણ તેના માતા-પિતા સાથે મૈસૂરમાં પસાર થયું હતું.

હાલના સમયમાં યશની કુલ સંપત્તિ 8 મિલિયન ડૉલર એટલે કે લગભગ 60 કરોડ ભારતીય રૂપિયા છે. કેઝીએફ ફિલ્મના પહેલા ચેપ્ટરમાં ભૂમિકા માટે યશે ફી તરીકે 15 કરોડ રૂપિયા લીધા હતા, અને ચેપ્ટર-2 માટે યશને ફી તરીકે 30 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

રોકસ્ટાર યશ પાસે કારનું પણ શ્રેષ્ઠ કલેક્શન છે. તેમની માલિકીની મુખ્ય કાર મર્સિડીઝ GLC 250 COUPE છે, જેની કિંમત 78 લાખ રૂપિયા છે. આ ઉપરાંત Mercedes Benz GLS 350D છે, જેની કિંમત 85 લાખ રૂપિયા છે. BMW 520D ની કિંમત 70 લાખ, રેન્જ રોવર EVOQUE ની કિંમત 80 લાખ, AUDI Q7 ની કિંમત 1 કરોડ અને છેલ્લી એક PAJERO SPORT જેની કિંમત 40 લાખ રૂપિયા છે.

2 વર્ષ પહેલા વર્ષ 2021માં યશે બેંગલુરુમાં પોતાનું નવું લક્ઝરી ઘર ખરીદ્યું હતું અને પરિવાર સાથે 2021માં જ બેંગલુરુમાં નવા ઘરમાં શિફ્ટ થયા હતા. આ સુંદર બંગલાની કિંમત લગભગ 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. યશનો એકમાત્ર બોડીગાર્ડ જેનું નામ રામચંદ્ર રાજુ છે તે અવારનવાર તેની સાથે જોવા મળે છે. યશે પોતાના બોડીગાર્ડને કેઝીએફ ચેપ્ટર 1 માં ગરૂડાનો રોલ આપીને તેને પણ ખૂબ પ્રખ્યાત બનાવી દીધો છે.