આ 5 સ્ટાર્સની પત્નીઓને મેકઅપ વગર ઓળખવી પણ બની શકે છે મુશ્કેલ, ટ્વિંકલ ખન્ના હવે દેખાવા લાગી છે કંઈક આવી

બોલિવુડ

કોઈ પણ છોકરી માટે, તેની સુંદરતા સૌથી વધુ મહત્વ ધરાવે છે. દરેક ઈચ્છે છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. બોલીવુડ અને ટીવી ઈંડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે આકર્ષક દેખાવા માટે અલગ-અલગ સર્જરી કરાવી છે. તે જ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ખૂબ મેકઅપ લગાવે છે. તેના ચહેરા પર એટલા પિંપલ્સ અને દાગ છે કે જેને છુપાવવા માટે તેમને મેક-અપની જરૂર પડે છે. જો તમે આ અભિનેત્રીઓને વગર મેક-અપ જોઈ લેશો, તો તેમને ઓળખવી પણ મુશ્કેલ થઈ જશે. બોલીવુડ અભિનેત્રીઓ તો આ દિવસોમાં મેકઅપ વગર અને મેકઅપ સાથે જોવા મળે છે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સની પત્નીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. સુપરસ્ટાર્સની આ પત્નીઓ મેકઅપની સાથે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે તમે તેને વગર મેકઅપ જોશો, તો ઓળખી નહીં શકો.

ગૌરી ખાન: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પત્નીનું નામ ગૌરી ખાન છે. ઈંડસ્ટ્રીથી દૂર રહેવા છતાં ગૌરી ખાન તેની ફેશન સેંસ માટે જાણીતી છે. તમે તેને ઘણીવાર સ્ટાઈલિશ લુકમાં જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે તમે તેને વગર મેકઅપ જોઈ લેશો, તો ઓળખી નહીં શકો. ઉંમરની સાથે-સાથે ગૌરીની સુંદરતા પણ ઓછી થઈ ગઈ છે અને તે વગર મેકઅપ કાઈંક આવી દેખાય છે.

માન્યતા દત્ત: માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. માનતા સંજય દત્ત કરતા ઉંમરમાં ઘણી નાની છે. માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ દિવસોમાં તેની હોટ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ બધો માત્ર મેકઅપનો કમાલ છે. જો તમે માન્યતાને વગર મેકઅપ જોશો, તો તેને ઓળખવી મુશ્કેલ બનશે.

કિરણ રાવ: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પત્નીનું નામ કિરણ રાવ છે. કિરણ રાવ આમ તો ફેશન અને ગ્લેમરથી ઘણી દૂર રહે છે, પરંતુ ઘણીવાર તે મેક-અપમાં જોવા મળે છે. ઘણી ઓછી વાર તે વગર મેકઅપ જોવા મળી છે. જો તમે કિરણને વગર મેકઅપ જોશો, તો ચોક્કસપણે તેને ઓળખી શકશો નહીં.

સુનિતા આહુજા: કોમેડીના હીરો નંબર 1 ગોવિંદાની પત્ની સુનિતા આહુજા છે. સુનીતા પણ ઘણીવાર મેક-અપમાં જોવા મળે છે. જો કે સુનિતા દેખાવમાં તો સુંદર છે, પરંતુ ઉંમરની અસર ઘણીવાર મેકઅપ વગરના તેના ચેહરા પર પણ સ્પષ્ટ જોવા મળે છે . આ વાતમાં કોઈ શંકા નથી કે સુનીતા મેકઅપ સાથે સારી લાગે છે, પરંતુ જો તમે તેને વગર મેકઅપ જોશો તો તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો.

ટ્વિંકલ ખન્ના: ટ્વિંકલ ખના બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. જો કે, અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ બોલીવુડથી અંતર બનાવી લીધું છે. જણાવી દઈએ કે ટ્વિંકલ તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રી હતી. પરંતુ હવે 45 વર્ષની ઉંમરે તેના ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ જોવા મળે છે. ટ્વિંકલ મેકઅપમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે, પરંતુ વગર મેકઅપ જોવા પર સુંદરતામાં થોડી ઓછી થઈ જાય છે.