પૈસાની અછતને કારણે આ 9 સ્ટાર્સે જોયા છે ખરાબ દિવસો, નંબર 6 નો તો મૃતદેહ લેવા પણ કોઈ આવ્યું ન હતું

બોલિવુડ

બોલિવૂડમાં સફળતા મેળવવી તો સરળ છે, પરંતુ તેને જીવનભર જાળવી રાખવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે અહીં ઘણા સ્ટાર્સ એવા પણ છે જેમણે પોતાના સમયમાં ખૂબ નામ અને પૈસા કમાવ્યા, પરંતુ પછી તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો કે તેઓ પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયા. કેટલાક તો એટલા ગરીબ હતા કે તેમની પાસે તેમની સારવાર માટે પણ પૈસા ન હતા. આજે આપણે તે જ સ્ટાર્સ વિશે જાણવા જઈ રહ્યા છીએ.

મીના કુમારી: મીના કુમારીને લોકો ટ્રેજેડી ક્વીન પણ કહે છે. તેમણે જેટલી નાની ઉંમરમાં લોકપ્રિયતા મેળવી તેટલી જ નાની ઉંમરમાં ખૂબ સંઘર્ષ પણ જોયો. પાકીઝા ફિલ્મ પછી તે કોમામાં ચાલી ગઈ હતી. ત્યારે તેની પાસે સારવાર માટે પણ પૈસા ન હતા. આવી સ્થિતિમાં માત્ર 38 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું.

એ.કે.હંગલ: 2006 માં પદ્મ ભૂષણથી સમ્માનિત એકે હંગલે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. શોલે ફિલ્મમાં તેમનો ડાયલોગ “ઇતના સન્નાતા ક્યોં હૈ ભાઈ” હજુ પણ ખૂબ પ્રખ્યાત છે. પેશાવર અને કરાચીમાં ઉછરેલા એકે હંગલ ભાગલા સમયે મુંબઈ આવ્યા હતા. તેમના છેલ્લા દિવસોમાં તેમને હાઈ બ્લડ પ્રેશર અને કિડની સહિત અનેક બીમારીઓ થઈ હતી. પરંતુ તેની પાસે સારવાર માટે પૈસા પણ ન હતા. તે છેલ્લા સમયમાં તૂટેલા ભાડાના ઘરમાં રહેતા હતા. જોકે તેમની દુઃખદાયક સ્થિતિ જોઈને કેટલાક સ્ટાર્સે મદદ કરી હતી.

ભગવાન દાદા: ભગવાન આભાજી પાલવ ઉર્ફ ભગવાન દાદા એક સમયે મજૂરી કામ કરતા હતા. એક્ટિંગનો શોખ તેમને બોલીવુડમાં ખેંચી લાવ્યો. ‘ક્રિમિનલ’ ફિલ્મ થી ડેબ્યૂ કર્યા પછી તે સફળતાની સીડી ચળવા લાગ્યા. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે તેની ઘણી ફિલ્મો સતત ફ્લોપ થવા લાગી. આવી સ્થિતિમાં તે જમીન પર આવી ગયા. તેને 25 રૂમવાળો બંગલો અને 7 કાર પણ વેચવી પડી હતી. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.

પરવીન બૉબી: બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીમાં શામેલ પરવીન બાબીની ફિલ્મી કારકિર્દી ખૂબ સારી હતી. અમિતાભ બચ્ચન સાથે તેમની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેની કારકિર્દીના પીક પર તે આધ્યાત્મિકતાની શોધમાં અમેરિકા ચાલી ગઈ હતી. જ્યારે તે મુંબઈ પરત ફરી ત્યારે તેનું વજન વધી ગયું હતું. તેને ડાયાબિટીસ અને ગેગરીન બીમારીએ જકડી લીધી હતી. તે મેંટલી બીમાર રહેવા લાગી હતી. તેને પ્રેમમાં પણ દગો મળ્યો હતો. બીમારીના કારણે તેની કિડની અને શરીરના ઘણા અંગ કામ કરી રહ્યા ન હતા. પછી એક દિવસ તે પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

ગીતા કપૂર: પાકીઝા ફેમ ગીતા કપૂર પણ છેલ્લા સમયમાં ખૂબ જ ખરાબ હાલતમાં રહી. તેના બાળકો તેને છેલ્લા સમયમાં હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા હતા. આર્થિક તંગીને કારણે બોલીવુડના અન્ય સ્ટાર્સે તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે તેમનો જીવ બચી શક્યો ન હતો.

વિમી: 60 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી વિમીનો અંત ખૂબ પીડાદાયક હતો. વિમીનું સાચું નામ વિમલેશ વાધવન હતું. તેના પતિ કોલકાતાના મારવાડી બિઝનેસમેન શિવ અગ્રવાલ હતા. એક પાર્ટીમાં તેમને ફિલ્મ મેકર બીઆર ચોપરાએ ‘હમરાજ’ ફિલ્મ ઓફર કરી હતી. તેણે તેના માટે હા પાડી પણ સાસરિયા વાળા મનાઈ કરવા લાગ્યા. ફિલ્મોમાં પુત્રવધૂનું જવું તેમને પસંદ ન હતું. આવી સ્થિતિમાં તેણે પોતાની સંપત્તિમાંથી કેટલોક ભાગ આપીને પતિ સાથે સંબંધ સમાપ્ત કરી લીધો. તેના છેલ્લા સમયમાં વિમીનું લીવરની બીમારીથી નિધન થયું હતું. તેના મૃતદેહને લેવા કોઈ આવ્યું ન હતું. આવી સ્થિતિમાં તેને કેટલાક લોકો હેન્ડકાર્ટ પર સ્મશાન લઈ ગયા હતા.

ભારત ભૂષણ: કાલિદાસ તાનસેન અને કબીર, બસંત બહાર અને બરસાત જેવી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવનાર ભારત ભૂષણે પોતાના ભાઈની ઉશ્કેરણી પર કેટલીક એવી ફિલ્મો બનાવી જે ફ્લોપ રહી. તેમના પર દેવું હતું. આવી નબળી આર્થિક સ્થિતિમાં તે 1992 માં દુનિયાને અલવિદા કહી ગઈ.

અચલા સચદેવ: “એ મેરી જોહરા જબી” ગીત ફેમ અચલા સચદેવ કભી ખુશી કભી ગમ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મેં સિમરનની દાદી તરીકે જોવા મળી હતી. તે ઘણી ફિલ્મોમાં માતા બની હતી. તેના પતિના મૃત્યુ પછી તેને 12 વર્ષ સુધી પુનાના ફ્લેટમાં એકલા રહેવું પડ્યું. એક દિવસ તે રસોડામાં પાણી લેવા માટે ગઈ અને પડી ગઈ. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પછી ડિસચાર્જ તો થઈ પરંતુ તેમના મગજમાં લોહીની ગાંઠ બંધાઈ ગઈ હતી. તે તેના છેલ્લા સમયમાં એકલી અને ગરીબ હતી. તેમણે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

શ્રી વલ્લભ વ્યાસ: ફિલ્મ લગાનમાં ઈશ્વર કાકાની ભૂમિકા નિભાવનાર શ્રી વલ્લભ વ્યાસ ભોજપુરીના શૂટિંગ દરમિયાન 2008 માં ગુજરાતની એક હોટલના બાથરૂમમાં પડી ગયા હતા. તેને માથામાં ઈજા થઈ હતી અને તેનું ઓપરેશન કરવું પડ્યું હતું. પત્ની શોભા વ્યાસ જણાવે છે કે પૈસાની અછતના કારણે તેમણે બે વર્ષમાં 3 ઘર બદલ્યા હતા. 2018 માં લાંબી બીમારીને કારણે તે દુનિયા છોડીને ચાલ્યા ગયા.