જુવો 24 કલાક મેકઅપથી ઢંકાયેલા રહેતા સ્ટાર્સનો અસલી ચેહરો, પાસપોર્ટ ફોટો એ ખોલી પોલ, જુવો આ સ્ટાર્સના પાસપોર્ટ ફોટો

બોલિવુડ

બોલિવૂડ કલાકારોને જોઈને દરેક વ્યક્તિ વિચારે છે કે કાશ આપણે પણ આટલા હેન્ડસમ અને હોટ હોત. પરંતુ તમે ભૂલી જાઓ છો કે તેમના સુંદર દેખાવમાં મોટે ભાગે કેમેરા, મેકઅપ અને એડિટિંગ હોય છે. જો તમે તેને સામાન્ય લુકમાં જોશો, તો તે તમને એક સામાન્ય વ્યક્તિ જેવા દેખાશે. આજે અમે તમને ફિલ્મ સ્ટાર્સના પાસપોર્ટ, આધાર કાર્ડ અને વોટર કાર્ડની અસલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તેમને જોઈને તમે તેમની સુંદરતાનો સાચો અંદાજ લગાવી શકો છો.

શાહરૂખ ખાન: બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની સ્ટાઈલને દરેક વ્યક્તિ ફોલો કરે છે. લોકો તેના લુકથી લઈને હેરસ્ટાઈલ સુધી બધું કોપી કરે છે. પરંતુ તેનો પાસપોર્ટ ફોટો જોઈને તમે બિલકુલ ઈમ્પ્રેસ નહીં થાઓ. તેમાં તે ખૂબ જ સામાન્ય વ્યક્તિ લાગી રહ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન: એશ્વર્યા રાયને વિશ્વ સુંદરીનો એવોર્ડ મળી ચુક્યો છે. આ પાસપોર્ટ ફોટો જોઈને આપણે કહી શકીએ કે તે ખરેખર આ ટાઈટલને હકદાર છે. તે મેકઅપ સાથે અને મેકઅપ વગર દરેક એંગલથી સારી લાગે છે. તેમાં તે સિમ્પલ પરંતુ સુંદર દેખાઈ રહી છે.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગના જલવા ફેલાવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ વિશ્વ સુંદરી રહી ચુકી છે. તેનો પાસપોર્ટનો ફોટો તેના રિયલ લાઇફ ફોટો જેવો જ છે.

સોનુ સૂદ: ગરીબોના મસિહા કહેવાતા સોનુ સૂદ ફિલ્મોમાં વિલન અને દબંગ હીરોની ભૂમિકા નિભાવે છે. તે ઓનસ્ક્રીન ભલે દમદાર દેખાય, પરંતુ આ પાસપોર્ટ ફોટોમાં તે ખૂબ જ નિર્દોષ અને ભોળા લાગી રહ્યા છે. જોકે આ તેના જવાનીના દિવસોની તસવીર લાગી રહી છે.

કંગના રનૌત: બોલિવૂડની ક્વીન કહેવાતી કંગના રનૌત પણ રિયલ લાઈફમાં બોલ્ડ રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ પાસપોર્ટ ફોટોમાં તે પણ એક સામાન્ય ગૃહિણી જેવી લાગી રહી છે. ફોટામાં તેની નિર્દોષતા જોઈને કોઈ એમ ન કહી શકે કે તે ખૂબ જ બિંદાસ છે.

સની લિયોન: કરણજીત કૌર ઉર્ફ સની લિયોન પણ બોલીવુડ અને એડલ્ટ ફિલ્મોની દુનિયામાં એક મોટું નામ છે. તેની સુંદરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ આ પાસપોર્ટ વાળા ફોટામાં તે આપણા પડોશમાં રહેતી એક સામાન્ય છોકરી જેવી લાગી રહી છે.

અભય દેઓલ: ધર્મેન્દ્રનો ભત્રીજો અને બોલિવૂડ અભિનેતા અભય દેઓલ પણ ફિલ્મોમાં ખૂબ જ કૂલ લાગે છે. પરંતુ આ પાસપોર્ટ તસવીરમાં તે ખૂબ જ ચંપુ અને ભોલુરામ લાગી રહ્યા છે.

નયનતારા: નયનતારા સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. ઓનસ્ક્રીન તેની સુંદરતા જોઈને ચાહકો પાગલ થઈ જાય છે. પરંતુ આ પાસપોર્ટમાં તે ખૂબ જ સરળ અને સિમ્પલ લાગી રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ગણતરી હેન્ડસમ હીરોમાં થાય છે. પરંતુ અહીં તેઓ ખૂબ જ ક્યૂટ અને નિર્દોષ લાગી રહ્યા છે. લાગે છે કે આ તેની યુવાનીનો ફોટો છે.

જસ્ટિન બીબર: હોલીવુડના પ્રખ્યાત સિંગર અને અભિનેતા જસ્ટિન બીબર છોકરીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. તે પોતાના લુકથી છોકરીઓને દિવાના બનાવી દે છે. પરંતુ અહીં તે પણ સામાન્ય છોકરા જેવા લાગી રહ્યા છે.