પત્ની હોવા છતા પણ આ 7 સ્ટાર્સે અન્ય સ્ત્રીને કર્યો પ્રેમ, સની-સલમાનના પિતાએ કર્યા હતા 2 લગન

બોલિવુડ

હિન્દી સિનેમામાં પરિણીત અભિનેતા માટે બીજી સ્ત્રીને પ્રેમ કરવો અથવા બીજી પત્ની બનાવવી સામાન્ય વાત છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે પત્ની હોવા છતા પણ અન્ય સ્ત્રીને પ્રેમ કર્યો અને કેટલાકે તો લગ્ન પણ કર્યા. જો કે તેણે તેની પત્નીનો પણ સાથ ન છોડ્યો અને તેને છુટાછેડા પણ ન આપ્યા. ચાલો આજે તમને કેટલાક એવા જ સ્ટાર્સ વિશે જણાવીએ.

ધર્મેન્દ્ર અને હેમા માલિની: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ કુલ બે લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્રના પહેલા લગ્ન 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા. આ પછી, જ્યારે ધર્મેન્દ્રએ ફિલ્મોમાં એન્ટ્રી લીધી ત્યારે તેમનું દિલ દિગ્ગઝ અને સુંદર અભિનેત્રી હેમા માલિની પર આવ્યું હતું. હેમાને પણ ધર્મેંદ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. ધર્મેન્દ્રએ તેની પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા ન હતા અને તેમણે વર્ષ 1980 માં હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રને કુલ 6 બાળકો છે. તેમને પહેલી પત્ની પ્રકાશ કૌરથી 4 બાળકો અને હેમાથી બે પુત્રી છે.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા: જાણીતા અભિનેતા સન્ની દેઓલ પણ તેના પિતા ધર્મેન્દ્રના નકશા પર જ ચાલ્યા. વર્ષ 1983 માં બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલાં જ તેણે પૂજા સાથે લગ્ન કર્યા હતા, જોકે લગ્ન પછી તેનું નામ પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે જોડાયું હતું. સાથે જ અમૃતા સિંહ સાથે તેના સંબંધની ચર્ચા થઈ હતી. સની દેઓલે તેની પત્ની પૂજાને છૂટાછેડા આપ્યા ન હતા અને ડિંપલની સાથે પણ રહેતા હતા. જોકે પછી બંને અલગ થઈ ગયા હતા.

મહેશ ભટ્ટ અને સોની રઝદાન: હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટ પણ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે. મહેશની પહેલી પત્ની લોન બ્રાઇટ હતી. પરણિત હોવા છતા પણ તેનું અફેયર સોની રાજદાન સાથે ચાલ્યું હતું. સોની સાથે મહેશે મુસ્લિમ ધર્મ સ્વીકારીને લગ્ન કર્યા હતા અને તેણે પણ લોરેનને છૂટાછેડા આપ્યા ન હતા. નોંધપાત્ર વાત એ છે કે મહેશ ભટ્ટ અને સોની અભિનેત્રી આલિયા ભટ્ટના માતાપિતા છે.

જયા પ્રદા અને શ્રીકાંત નહાટા: બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી જયા પ્રદાના લગ્ન વર્ષ 1986 માં ફિલ્મ ડિરેક્ટર શ્રીકાંત નહાટા સાથે થયા હતાં. જયપ્રદા શ્રીકાંત નહાટાની બીજી પત્ની છે. શ્રીકાંતે જયા પહેલા બીજા લગ્ન કર્યા હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર શ્રીકાંતે જયા પ્રદા સાથે સાત ફેરા લીધા હતા. આ કારણે જયાને ક્યારેય લગ્ન પછી પણ પત્નીનો દરજજો મળી શક્યો નહીં.

સલીમ ખાન અને હેલન: પહેલાના જમાનાના પ્રખ્યાત પટકથા લેખક અને અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યાં છે. પહેલા લગ્ન તેણે સલમા ખાન સાથે વર્ષ 1964 માં કર્યા હતા અને ત્યાર પછી 17 વર્ષ પછી બીજા લગ્ન સલમાને છુટાછેડા આપ્યા વગર અભિનેત્રી હેલન સાથે કર્યા હતા. જોકે આજે બધા લોકો વચ્ચે એક ખાસ સંબંધ છે.

રાજ બબ્બર અને સ્મિતા પાટિલ: ઓઅહેલાના જમાનાના પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બર પણ આ લિસ્ટમાં શામેલ છે. પરણિત રાજ બબ્બરને દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલ સાથે પ્રેમ થઈ ગયો અને આગળ જઈને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. રાજ બબ્બરે તેની પહેલી પત્ની નાદિરાને છૂટાછેડા આપ્યા વગર સ્મિતા સાથે બીજા લગ્ન કરયા હતા. જો કે ટૂંક સમયમાં જ સ્મિતાએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું અને આ ખાલી પનને ભરવા માટે રાજ બીજી વખત નાદિર પાસે આવ્યા હતા. જણાવી દઈએ કે રાજ એક અભિનેતા હોવાની સાથે રાજનેતા અણ છે. તે કોંગ્રેસ પાર્ટીનો ભાગ છે.

ગોવિંદા અને રાની મુખર્જી: સુપરસ્ટાર ગોવિંદાએ ફિલ્મોમાં પગ મૂકતાંની સાથે જ સુનીતા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પછી તેબે અભિનેત્રી રાની મુખર્જી સાથે પ્રેમ થયો હતો. જો કે જ્યારે સુનિતાને આ વાતની જાણ થઈ ત્યારે ગોવિંદાનું પારિવારિક જીવન ડગમગવા લાગ્યું અને બંનેના સંબંધનો અંત આવ્યો. આજે ગોવિંદા અને તેની પત્ની સુનીતા એક સુખી જીવન જીવી રહ્યા છે.