રણવીર-દીપિકાથી લઈને રિતિક-આલિયા સુધીના સ્ટાર્સે વિકી-કેટરિના પર લૂંટાવ્યો પ્રેમ, કંઈક આવી રીતે આપી લગ્નની શુભેચ્છા

બોલિવુડ

જે લગ્નની દેશ છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યો હતો તે લગ્ન છેવટે ગુરુવારે સાંજે રોયલ સ્ટાઈલમાં સમાપ્ત થયા. આપણે વાત કરી રહ્યા છીએ હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્ન વિશે બંને કલાકારોએ 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

વિક્કી અને કેટરીનાના લગ્ન રાજસ્થાનના સિક્સ સેંસેસ ફોર્ટમાં થયા છે. આ કિલ્લો 700 વર્ષ જૂનો છે અને કપલે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તેમાં સાત ફેરા લીધા હતા. વિક્કી અને કેટરિનાના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ રોયલ સ્ટાઈલમાં થયા છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

વિક્કી અને કેટરિનાએ પોતાના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા અને પોતાના મહેમાનોને ફોન ન લાવવા પણ કહ્યું હતું જેથી તેમના લગ્નની તસવીરો કે વીડિયો લીક ન થાય, પરંતુ લગ્ન પછી બંનેએ પોતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાની સુંદર તસવીરો શેર કરી છે.

વિકી અને કેટરીના બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. બંનેએ એકસરખી 4 તસવીરો શેર કરી છે અને સાથે જ એકસરખું કેપ્શન પણ આપ્યું છે. કપલે ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો શેર કરતા કપલે લખ્યું છે કે, “અમારા દિલમાં માત્ર પ્રેમ અને કૃતજ્ઞતા છે જે અમને આ ક્ષણ સુધી લઈ આવ્યા છે. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની શુભેચ્છા, અમે સાથે મળીને આ નવી સફરની શરૂઆત કરીએ છીએ.”

વિકી અને કેટરીનાએ પોતાના લગ્નની સુંદર ઝલક ચાહકોને બતાવી છે. કપલે ફેરા અને જયમાલાની તસવીરો શેર કરી છે. બંને આ દરમિયાન ખૂબ જ ખુશ અને હસતા જોવા મળી રહ્યા છે. કપલના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. લગ્ન માટે કેટરીનાએ લાલ રંગનો લહેંગો પહેર્યો છે અને ખૂબ જ સિમ્પલ મેકઅપ કર્યો છે. છતાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ દુલ્હે રાજા એટલે કે વિકી કૌશલ પિંક કલરની શેરવાની સાથે દોશાલામાં ખૂબ જ હેંડસમ લાગી રહ્યા છે.

વિકી અને કેટરિનાને સામાન્ય લોકોની સાથે જ બોલિવૂડ સ્ટાર્સ તરફથી પણ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. આલિયા ભટ્ટે કમેંટ કરતા લખ્યું છે કે, ‘ઓહ માય ગોડ, તમે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.’ સાથે જ પ્રિયંકા ચોપરાના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસે લખ્યું, ‘અભિનંદન.’ દીપિકા પાદુકોણે કમેંટ કરી કે, ‘તમને બંનેને જીવનભર પ્રેમ, હાસ્ય, વફાદારી, આદર અને સાથની શુભકામનાઓ! સાથે જ રણવીર સિંહે દિલવાળા અને હાથ જોડતા ઈમોજી શેર કર્યા છે. દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ લખ્યું, ‘અભિનંદન.’

અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરે પણ દિલ વાળા ઈમોજી સાથે કપલને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ નિર્દેશક અભિષેક કપૂરે કમેંટ કરી કે, ‘ખૂબ ખૂબ અભિનંદન કેટરિના કૈફ અને વિકી કૌશલ. ભગવાન તમને બંનેને ખુશ રાખે’.

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કપલને અભિનંદન આપતાં લખ્યું કે, ‘અભિનંદન મિત્ર….તમને બંનેને ખુશી અને પ્રેમની શુભકામનાઓ….નવી સુંદર શરૂઆત.’ બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશને કેટરીનાની પોસ્ટ પર કમેંટ કરી કે, ‘ખૂબ જ અદ્ભુત. તમને બંનેને મારો ઘણો બધો પ્રેમ મોકલી રહ્યો છું!! ટૂંક સમયમાં સાથે ડાન્સ કરવો પડશે. સાથે જ બંનેને ટ્વિંકલ ખન્ના, મનીષ મલ્હોત્રા, કરીના કપૂર, બિપાશા બાસુ, પરિણીતી ચોપરા, રકુલ પ્રીત સિંહ, અમૃતા ખાનવિલકર, હાર્ડી સંધુ, ધર્મેશ, આદિત્ય ધર, શિરીન મિર્ઝા, નીના ગુપ્તા સહિત અન્ય ઘણા સ્ટાર્સે શુભેચ્છા પાઠવી છે.

કેટરિના કૈફની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને 13 કલાકની અંદર 83 લાખ લાઇક્સ મળી હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વિકીની પોસ્ટને 56 લાખ લોકોએ પસંદ કરી હતી.