સંજય દત્તથી લઈને અભિષેક બચ્ચન સુધી તમારા આ 9 ફેવરિટ સ્ટાર બાળપણમાં કંઈક આવા દેખાતા હતા, જુવો તસવીરો

બોલિવુડ

બોલીવુડ સ્ટાર્સ સાથે લોકો અને તેમના ચાહકો જોડાયેલા રહે છે. ચાહકો તેમના ફેવરિટ સ્ટાર્સ સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તમારા ફેવરિટ સ્ટાર્સના બાળપણમાં લઈ જવા આવ્યા છીએ. બોલિવૂડ સ્ટાર્સની બાળપણની તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ. આ તસવીરો જોઈને તમે તમારા ફેવરિટ સ્ટાર્સને ઓળખી શકશો નહીં.

સંજય દત્ત: સંજય દત્ત બોલિવૂડના સૌથી સફળ સ્ટાર્સ છે. સંજય દત્તે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. આ તસવીરમાં બોલીવુડ અભિનેત્રી નરગિસ સાથે એક બાળક જોવા મળી રહ્યું છે. આ બાળક બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડના બાબા સંજય દત્ત છે. આ તસવીરમાં સંજય દત્ત માસૂમ લાગી રહ્યા છે.

સોનમ કપૂર: સોનમ કપૂર પણ બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી. બાળપણમાં સોનમ કપૂર ખૂબ ગોલુ મોલુ દેખાતી હતી. આ તસવીરમાં તે ખૂબ જ માસૂમ અને નિર્દોષ લાગી રહી છે.

અભિષેક બચ્ચન: અભિષેક બચ્ચન બાળપણમાં પણ ખુબ સારા દેખાતા હતા. ક્યુટનેસની બાબતમાં છોટે બચ્ચન ઘણા આગળ હતા. આ તસવીરમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા એક સાથે જોવા મળી રહ્યા છે.

શ્રદ્ધા કપૂર: આશિકી ગર્લ શ્રદ્ધા કપૂર તો આજે પણ ખૂબ માસૂમ લાગે છે. આ તસવીરમાં નાની શ્રદ્ધા કપૂર તેના પિતા શક્તિ કપૂર સાથે જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂર બાળપણમાં પણ ખૂબ ક્યૂટ હતી.

સારા અલી ખાન: સારા અલી ખાન અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી છે. સારા અલી ખાન બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી. આ તસવીરમાં સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ ખાન સાથે જોવા મળી રહી છે.

સૈફ અલી ખાન: સૈફ અલી ખાન છોટે નવાબ તરીકે પણ ઓળખાય છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970 માં થયો હતો. આ તસવીરમાં સૈફ અલી ખાન તેની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની સાથે સોહા અલી ખાન પણ જોવા મળશે. પછી સૈફે અમૃતાને છૂટાછેડા અપી દીધા હતા.

બોબી દેઓલ: બોબી દેઓલ સન્ની દેઓલનો નાનો ભાઈ અને અભિનેતા ધર્મેન્દ્રનો પુત્ર છે. બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969 ના રોજ થયો હતો. બાળપણમાં બોબી દેઓલ ખૂબ જ માસૂમ દેખાતા હતા. આ તસવીરમાં બોબી દેઓલ તેના પિતા ધર્મેન્દ્ર સાથે જોવા મળી રહ્યા છે.

આદિત્ય નારાયણ: આદિત્ય નારાયણ બોલિવૂડ સિંગર ઉદિત નારાયણનો પુત્ર છે. આ તસવીરમાં ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ દેવાનંદના ખોળામાં જોવા મળી રહ્યો છે. આદિત્ય નારાયણ પણ નનઈ ઉંમરથી જ બોલિવૂડમાં એક્ટિવ છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર: કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. નાનપણથી જ તે બંને ખૂબ સુંદર લાગે છે. આ તસવીરમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર બાળપણમાં એક પોઝ આપતા જોવા મળે છે. તસવીરમાં બંને બહેનો ખૂબ ક્યૂટ લાગી રહી છે.