બોલીવુડના આ 6 સ્ટાર્સ ફિલ્મો માટે ફી તરીકે લે છે કરોડો રૂપિયા, પરંતુ છતા પણ રહે છે ભાડાના ઘરમાં, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

વાત જ્યારે પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને તેમની સાથે જોડાયેલા સ્ટાર્સની થાય છે. તો આ વાત દરેક જાણે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પૈસા છે. આટલું જ નહીં આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દરેક અભિનેતા-અભિનેત્રી ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આટલું જ નહીં બોલિવૂડ સ્ટાર્સ પોતાની લાઈફસ્ટાઈલને પણ પોતાની કમાણી મુજબ મેનેજ કરે છે. કોઈ લાખો રૂપિયા પોતાના આઉટફિટ પર ખર્ચ કરે છે, તો કોઈ કરોડોના લક્ઝરી મહેલમાં રહે છે, પરંતુ આ જાણીને તમને ખૂબ આશ્ચર્ય થશે કે બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ એવા પણ છે જે ફિલ્મોમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ છતા પણ તે મુંબઈમાં લાખો રૂપિયાનું ભાડું આપીને રહે છે. જે સમયમાં એક સામાન્ય વ્યક્તિની પણ એ ઈચ્છા હોય છે કે તે જ્યાં રહે છે ત્યાં પોતાનું ઘર હોય, પરંતુ બોલીવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે કે લાખો રૂપિયા ભાડામાં ખર્ચ કરે છે, પરંતુ તેમનું પોતાનું માથું ઢાંકવા માટે મુંબઈમાં ઘર નથી. ચાલો આજે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સ વિશે જણાવીએ. જેઓ એક ફિલ્મથી કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ છતા પણ ભાડા પર રહેવાનું પસંદ કરે છે.

કેટરિના કૈફ: કેટરીના કૈફ આજના સમયમાં દરેકની જીભ પર રહે છે. એક સમય એવો પણ હતો. જ્યારે તેણે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો હતો ત્યારે તેને યોગ્ય રીતે હિંદી બોલતા પણ આવડતું ન હતું, પરંતુ આજે તે એટલી પ્રખ્યાત થઈ ચુકી છે કે તે ઈન્ડસ્ટ્રીમાં કમાણીના નામ પર મોટી-મોટી અભિનેત્રીને પણ ટક્કર આપે છે. કેટરીના કૈફે પોતાની મહેનત અને લગનને કારણે આજના સમયમાં તે સ્થાન મેળવ્યું છે. જે એક ફિલ્મ માટે સૌથી વધુ ફી લે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી કમાણી કરવા છતાં કેટરીના પાસે મુંબઈમાં પોતાનું ઘર નથી. જણાવી દઈએ કે કેટરિના બાંદ્રાના પાલી નાકામાં આવેલા ફ્લેટમાં રહે છે. તેમનું ઘર ટોપ ફ્લોર પર છે.

રિતિક રોશન: બોલિવૂડમાં કોઈ મિલ ગયા, ક્રિશ, બેંગ-બેંગ અને જિંદગી ના મિલેગી દોબારા જેવી ઘણી સફળ ફિલ્મો કરનાર રિતિક રોશનની વાત કરવામાં આવે તો રિતિક પોતાની એક ફિલ્મ માટે કરોડોની ફી ચાર્જ કરે છે. પરંતુ છતા પણ રિતિક રોશન જુહુમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે. રિતિકના જુહુમાં પોતાના બે ઘર છે, એક ઘરમાં તેના પિતા રાકેશ રોશન અને બીજા ઘરમાં તેની નાની રહે છે. પરંતુ રિતિક ભાડા પર રહેવાનું પસંદ કરે છે. જેના માટે રિતિક દર મહિને 8 લાખ સુધીનું ભાડું આપે છે.

અદિતિ રાવ હૈદરી: બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીને ઇન્ડસ્ટ્રીમાં ઘણા નિર્માતા-દિગ્દર્શકો પોતાની ફિલ્મો માટે લકી માને છે. કદાચ આ જ કારણ છે કે ફિલ્મોમાં લીડ રોલ ન કરવા છતા પણ તે ફિલ્મનો મુખ્ય ભાગ છે. જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરી રાજા-મહારાજાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ છતાં પણ તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. જેના માટે તે લાખો રૂપિયા ખર્ચે કરે છે.

પરિણીતી ચોપરા: અભિનેત્રી પરિણીતીની વાત કરીએ તો તેણે બોલિવૂડમાં વર્ષ 2012 માં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘ઇશાકઝાદે’ હતી. જેમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળી હતી અને તેને બોલિવૂડ ડેબ્યૂની સાથે જ દર્શકોનો પ્રેમ મળવા લાગ્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી પરિણીતીએ કહ્યું કે તે અહીં પોતાની ઓળખ બનાવવા માટે આવી છે. હવે પરિણીતી ચોપરાને ઈન્ડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષ થઈ ગયા છે, પરંતુ ફિલ્મોમાં કરોડો ફી લેતી પરિણીતી આજે પણ મુંબઈના અંધેરી વર્સોવામાં ભાડાના મકાનમાં રહે છે.

પ્રભુ દેવા: પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર પ્રભુ દેવાએ હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથ સિનેમાની ફિલ્મો પણ કરી છે. સાથે જ પ્રભુ દેવાએ સલમાન ખાન સાથે વોન્ટેડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ જણાવી દઈએ કે ઘણી ફિલ્મોનું નિર્દેશન કરનાર પ્રભુ દેવા મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. પ્રભુ દેવા પણ 2012 થી 2014 સુધી અંધેરીમાં શ્રીદેવીના એપાર્ટમેન્ટમાં ભાડા પર રહી ચુક્યા છે. માહિતી મુજબ તાજેતરમાં પ્રભુએ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે, જેમાં તે જલ્દી શિફ્ટ થઈ શકે છે.