લગ્ન કર્યા વગર એક રૂમમાં રહે છે બોલીવુડના આ 6 મોટા-મોટા સ્ટાર, તેમના નામ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વાર આપણને અનેક પ્રકારની લવ સ્ટોરીઝ સાંભળવા મળે છે. આ લવ સ્ટોરી ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તેની જાણ કોઈને પણ થતી નથી. માત્ર તેમની અફવાઓ આપણા સુધી આવે છે. પાછળથી ખબર પડે છે કે તેમની વચ્ચે શું શું થયું. બોલિવૂડ સ્ટાર્સમાં ગ્લેમરસ અને બોલ્ડનેસનો તડકો ભરેલો છે. બોલિવૂડમાં કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે હંમેશાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે.

ભારતમાં લોકો લગ્ન પછી જ સાથે રહે છે. પરંતુ બોલીવુડમાં અભિનેતા અને અભિનેત્રી વચ્ચે લિવ ઈનમાં રહેવાનો ચસકો ચળેલો છે. લિવ ઇન રિલેશનશિપનો અર્થ એ છે કે લગ્ન કર્યા વગર પણ, તમે પરસ્પર સંમતિથી રિલેશનશિપમાં રહી શકો છો. આજકાલ મોટાભાગના લોકો આવું કરે છે કારણ કે તેઓ તેમના જીવનસાથીને યોગ્ય રીતે જાણવા ઈચ્છે છે. આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ લગ્ન કર્યા વગર લિવ ઇન રિલેશનશિપના કોંસેપ્ટના આધારે જીવી રહ્યા છે.

અભય દેઓલ પ્રીતિ દેસાઈ: અભય દેઓલે આજ સુધી ભલે લગ્ન કર્યા ન હોય. પરંતુ અભય દેઓલ પણ લિવ ઇનમાં રહી ચુક્યા છે. અભય દેઓલના રિલેશનશિપના સમાચાર ઘણીવર સાંભળવા મળ્યા હતા. પરંતુ પછી તે બંને અલગ થઈ ગયા. અભય દેઓલ 42 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે.

સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડે: સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એ એક સાથે ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ માં કામ કર્યું હતું. આ શો દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. બંને એક સાથે રહેવા લાગ્યા હત. તેમનો સંબંધ એટલો ગાઢ બની ગયો હતો કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. સુશાંત અને અંકિતા પણ ‘લિવ ઇન રિલેશનશિપ’માં એક ફ્લેટમાં રહેતા હતા.

રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે: રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે આ એવી કપલ છે જે હંમેશાં દરેકથી છુપાયેલી રહી છે. રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે ઉંમરમાં આટલા તફાવત હોવા છતાં, બંને એકબીજા માટે પાગલ હતા. બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ બંને ઘણાં વર્ષોથી ‘લિવ ઇન રિલેશનશિપ’ માં છે.

જ્હોન અબ્રાહમ અને બિપાશા બસુ: જ્હોન અબ્રાહમ અને બિપાશા બસુનો સંબંધ પણ એકબીજા સાથે ઘણા લંબા સમય સુધી જોડાયેલો રહ્યો છે. હોટનેસની ક્વીન બિપાશા બસુ અને જ્હોન અબ્રાહમના સંબંધો વિશે દુનિયા જાણે છે. આ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંનેની નિકટતા વધી ગઈ હતી. બંને ‘લિવ ઇન રિલેશનશિપ’ માં ઘણા લાંબા સમય સુધી રહ્યા. તેમના લગ્નના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કેટલાક કારણોસર બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને તે બંને અચાનક અલગ થઈ ગયા. જ્હોન અબ્રાહમ અને બિપાશા બસુ બંનેના લગ્ન તહી ચુક્યા છે. જ્હોન અબ્રાહમે પ્રિયા રંચલ સાથે લગ્ન કર્યા છે તો બિપાશા બસુએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે.

રણબીર કપૂર અને કેટરિના કૈફ: એક સમયે રણબીર કપૂર અને કેટરિના કૈફનું નામ ખૂબ ઉછળ્યું હતું. રણબીર કપૂર અને કેટરિના કૈફની લવ સ્ટોરી વિશે દરેક જાણતા હતા. ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’માં બંનેએ ખૂબ રોમાંસ કર્યો હતો. આ ફિલ્મ પછી સોશિયલ મીડિયા પર બંનેની ‘લિવ ઇન રિલેશનશિપ’ ની ચર્ચા પણ થઈ હતી. આ દરમિયાન બંને સ્ટાર સાથે લિવ ઈનમાં રહેતા હતા. બાંદ્રાના કે ફ્લેટમાં બંને સાથે રેહતા હતા તેવા સમાચાર આવ્યા હતા.