આવા લક્ઝરી બંગલામાં રહે છે બોલીવુડ સ્ટાર્સ, નંબર 4 નું ઘર તો છે સૌથી મોંઘુ, જુવો બોલીવુડ સ્ટારના ઘરની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સમાં જે વધુ કમાણી કરે છે, તેઓ તેટલા જ મોંઘા બંગલામાં રહે છે. આ સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને તેમના લક્ઝરી ઘર જોઈને સામાન્ય માણસ આશ્ચર્યચકિત થઈ જશે, પરંતુ આ સ્ટાર્સ માટે આ ઘર સામાન્ય છે. બોલીવુડમાં જેનું જેટલું નામ છે તેની લાઈફસ્ટાઈલ તેટલી જ લક્ઝરી છે. સ્ટાર્સની લાઈફસ્ટાઈલ જેટલી સારી હોય છે તેટલા જ મોંઘા તેના ખર્ચ પણ છે. દરેક વ્યક્તિને એક સુંદર ઘર જોઈએ છે, પછી તે સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જ્યાં રહે છે તે પોતાનું અને મોંઘું ઘર હોય. જોકે મુંબઈ એક એવું મહાનગર છે જ્યાં જે જેટલી સખત મહેનત કરે છે, તેની પાસે તેટલા વધુ પૈસા હોય છે. તેથી જ બોલિવૂડ સ્ટાર્સ આવા લક્ઝરી બંગલામાં રહે છે.

1. સલમાન ખાન: દબંગ સલમાન ખાન પાસે મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટ છે, જ્યાં તે તેના પૂરા પરિવાર સાથે રહે છે. સલમાન ખાન જે જગ્યા પર રહે છે તે મુંબઈનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ છે. સલમાને પોતાનું ઘર પોતે જ ડિઝાઇન કરાવ્યું છે, જ્યાં બેડરૂમથી લઈને ડાઇનિંગ ટેબલ સુધી દરેક જગ્યાની સુંદરતા જોવા લાયક છે. સલમાન આ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે 40 વર્ષથી રહે છે. સલમાન ખાનની લાઈફસ્ટાઈલ ખૂબ જ વ્યસ્ત છે, જ્યારે તે પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલ થાકીને ઘરે જાય છે, ત્યારે તે પોતાના પરિવારને જોઈને ખુશ થાય છે, તેથી તેણે તે એપાર્ટમેન્ટ લીધું છે.

2. શાહરૂખ ખાન: રોમાંસના કિંગ શાહરૂખ ખાને વર્ષ 2001માં મુંબઈના બાંદ્રામાં 70 કરોડનો બંગલો ખરીદ્યો હતો. જેની કિંમત હવે 100 કરોડથી વધુ છે. તેમનો આ બંગલો દરિયા કિનારે છે અને તેમના ચાહકો તેમના બંગલા ‘મન્નત’ને જોવા માટે તેમના ઘરની બહાર લાઈનો લગાવે છે. એવું માનવામાં આવે છે કે શાહરૂખે પોતાના ઘરને ‘વ્હાઈટ હાઉસ’નું રૂપ આપ્યું છે, મન્નતમાં બનેલા દરેક બાથરૂમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાહરૂખને બાથરૂમમાં સમય પસાર કરવો પસંદ છે, તેણે આ વાત તેના એક ઇન્ટરવ્યુમાં કહી હતી. તેનો લક્ઝરી બંગલો જોવાનું દરેકનું સપનું છે.

3. શિલ્પા શેટ્ટી: અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો જુહુમાં આવેલો ‘કિનારા’ નામનો બંગલો ખૂબ જ લક્ઝરી છે. શિલ્પા અને રાજનું ઘર બહારથી જેટલું જ સુંદર છે અંદરથી પણ તેટલું જ સુંદર છે, જેની કિંમત 100 કરોડ રૂપિયા છે. તેના બંગલાના ટેરેસ પરથી સમુદ્ર કિનારો જોવા મળે છે. શિલ્પાએ પોતાના ઘરનું ઈન્ટિરિયર એક વિદેશી દ્વારા કરાવ્યું છે, જે ખૂબ જ સુંદર છે.

4. અમિતાભ બચ્ચન: આ લિસ્ટમાં બોલિવૂડના મેગાસ્ટારનું નામ પણ શામેલ છે, તેમની પાસે પ્રતિક્ષા અને જલસા નામના બે લક્ઝરી બંગલા છે, જેની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. પ્રતિક્ષાના બાથરૂમમાં ઇટાલિયન અને જર્મન માર્બલ લગાવવામાં આવી છે. અમિતાભના ઘરમાં સૌથી વધુ જે ચીજો છે, તે છે ઘડિયાળો, તેની પાછળનું કારણ એ છે કે તેમના ઘરમાં સમયની પાબંદી માટે દરેક જગ્યાએ ઘડિયાળો લગાવવામાં આવી છે. અમિતાભનો આખો પરિવાર જલસામાં રહે છે અને આ બંગલો સંપૂર્ણપણે હરિયાળીથી ઘેરાયેલો છે.

5. સૈફ અલી ખાન: પટૌડી પરિવારના નાના નવાબ સૈફ અલી ખાન ભલે ફિલ્મોમાં કંઈ ખાસ કરી શક્યા નથી પરંતુ પોતાની પ્રોપર્ટીને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. મુંબઈમાં તેમનો બંગલો બાંદ્રાની ફોર્ચ્યુન હાઈટ્સમાં છે જ્યાં તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે રહે છે. મુંબઈ ઉપરાંત પણ સૈફ પાસે પટૌડી પેલેસ અને લગભગ 5000 કરોડની પ્રોપર્ટી છે.