આ 7 સ્ટાર્સે અચાનક જ કહ્યું હતું પોતાના શો ને અલવિદા, આજ સુધી આધાતમાં છે તેમના લાખો ચાહકો

Uncategorized

ટીવીની દુનિયામાં દર મહિને ઘણા નવા શો આવે છે, તો ઘણા જૂના શો બંધ છે. આ શો વચ્ચે તેમાં આવનારા સ્ટાર્સની આવક-જાવક પણ ચાલુ રહે છે. આવા જ સ્ટાર્સ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેમણે વચ્ચે જ શો છોડી દીધો છે અને તેમના ચાહકોને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે.

સૌમ્યા, હરમન- રૂબીના દિલાઇક, વિવિયન ડિસેના (શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી): સીરિયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી માં રુબીના દિલાઇક અને વિવિયન ડિસેના મુખ્ય પાત્રો નિભાવી રહ્યા હતા. શો સરસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વિવિયન ડિસેનાએ આ શોને અલવિદા કહી દીધું. થોડા દિવસો પછી, રુબીના દિલાઇકે પણ સિરિયલ શક્તિમાં કામ કરવાની ના પાડી. જોકે રુબીના દિલાઈકે પાછળથી કમબેક જરૂર કર્યું હતું પરંતુ ચાહકો રુબીના દિલાઇક અને વિવિયન ડિસેનાને સાથે જોવા ઈચ્છે છે.

પ્રેમ- સસુરાલ સિમર કા: કલર્સ ટીવી શો સસુરાલ સિમર કા માં શોએબ ઇબ્રાહિમે દીપિકા કક્કરના પતિ પ્રેમની ભૂમિકા નિભાવી હતી, પરંતુ તેણે અચાનક જ શોને અલવિદા કહી દીધું હતું. તે જ સમયે, દીપિકા કક્કરે પણ આ શોમાં 7 વર્ષ સુધી કામ કર્યું. તેણે પણ આ શો 7 વર્ષ પછી છોડી દીધો હતો.

નૈતિક, અક્ષરા- હિના ખાન, કરણ મેહરા (યે રિશ્તા ક્યા કહલાતા હૈ): સીરીયલ યે રિશ્તા ક્યા કેહલતા હૈ તે સમયે ટોચ પર હતી જ્યારે હિના ખાન તેની મુખ્ય અભિનેત્રી હતી. હિના ખાન અને કરણ મેહરાએ અક્ષરા, નૈતિક તરીકે વર્ષો સુધી આ શો દ્વારા દર્શકોના દિલ પર રાજ કર્યું. ત્યાર પછી બંનેએ તેમના આ શોને અલવિદા કહ્યું.

માનવ- સુશાંતસિંહ રાજપૂત (પવિત્ર રિશ્તા): સુશાંત સિંહ રાજપૂત ફિલ્મોમાં આવતા પહેલા ટીવીનો મોટો ચહેરો હતો. તે સીરિયલ પવિત્ર રિશ્તામાં માનવનું પાત્ર નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થયો હતો. અભિનેતાએ ફિલ્મ કાઈ પો છે માં કામ કરવા માટે આ શોને વચ્ચે જ છોડી દીધો હતો.

દયા બેન-દિશા વાકાણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા): સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જો લોકોને કોઈ એક ચીજ સૌથી પસંદ હોય તો તે છે દયા બેન, જેનું પાત્ર દિશા વાકાણી દ્વારા નિભાવવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી દયાબેન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા મળી રહ્યા નથી.

મિસ્ટર બજાજ- કરણસિંહ ગ્રોવર (કસૌટી જિંદગી કી 2): સીરિયલ કસૌટી જિંદગી કી 2 માં કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજ તરીકે લાવવામાં આવ્યા હતા. કરણસિંહ ગ્રોવરની એન્ટ્રી પછી અચાનક લોક ડાઉન આવી ગયું હતું, જેના કારણે આ શોનું શૂટિંગ બંધ થઈ ગયું હતું. પછી તેણે શોમાં પાછા ફરવાની ના પાડી.

અનુરાગ- સીજેન ખાન (કસૌટી જિંદગી કી): એકતા કપૂરના સુપરહિટ શો કસૌટી જિંદગી કીમાં, પાકિસ્તાની અભિનેતા સીજેન ખાને પ્રખ્યાત પાત્ર અનુરાગની ભૂમિકા નિભાવી હતી. આ શો હિટ બન્યા પછી, અભિનેતા જલ્દીથી શોમાંથી બહાર નીકળી ગયો.

અંગુરી, અનિતા ભાભી- શિલ્પા શિંદે, સૌમ્યા ટંડન (ભાભીજી ઘર પર હૈં): સીરિયલ ભાભીજી ઘર પર હૈ એક ખૂબ જ પ્રખ્યાત કોમેડી શો છે. તેમાં સૌથી પહેલા અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદે સિરિયલને અલવિદા કહ્યું હતું. આ પછી, સૌમ્યા ટંડને પણ લોકડાઉન દરમિયાન સીરિયલ છોડી દીધી હતી. આ બંને અભિનેત્રીઓની વિદાયથી ચાહકો આશ્ચર્યચકિત થયા હતા.

પાર્થ- સિદ્ધાર્થ શુક્લા(દિલ સે દિલ તક): કલર્સ ટીવીના સુપરહિટ શો દિલ સે દિલ સે તકમાં સિદ્ધાર્થ શુક્લા પાર્થનું પાત્ર નિભાવી રહ્યો હતો. પરંતુ તેણે અચાનક આ શોને અલવિદા કહી દીધું.

શાંતનુ-કરણ વી ગ્રોવર (બહુ હમારી રજની કાંત): સીરીયલ બહુ હમારી રજનીકાંતમાં ટીવી અભિનેતા કરણ વી ગ્રોવર એક વૈજ્ઞાનિક તરીકે જોવા મળ્યો હતો. ત્યાર પછી થોડા મહિનામાં જ તેણે શો છોડી દીધો. આ બધા ઉપરાંત મિહિર-અમર ઉપાધ્યાય (ક્યૂંકી સાસ ભી કભી બહુ થી), પ્રીત- સુશાંત સિંહ રાજપૂત, ગોપી બહુ, રાશી-જિયા માણેક, રૂચા હસબનીસ (સાથ નિભાના સાથિયા), અસદ- કરણસિંહ ગ્રોવર (કુબુલ હૈ) વગેરે કલાકારોએ પોતાના શો વચ્ચે જ છોડી દીધા હતા.