આ મોંઘી સ્કૂલોમાં ભણે છે બોલિવૂડના આ પ્રખ્યાત સ્ટાર્સના બાળકો, જાણો તેમની વાર્ષિક ફી અને એડમિશન અમાઉંટ

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મોમાં કામ કરીને જ નામ નથી કમાતા, પરંતુ તેમની આવક પણ ખૂબ જ મોટી હોય છે. આ વાત કોઈથી છુપાઈ નથી કે બોલિવૂડ સ્ટાર્સ એક ખૂબ જ સુંદર અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. તેમના ઘર, કપડાં, શોખ બધું જ હદથી વધારે મોંઘું હોય છે. તેમના માટે લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો એ કોઈ મોટી વાત નથી. આ જ લાઈફસ્ટાઈલ તે પોતાના બાળકોને પણ આપે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમના બાળકો આ સમયે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. દરેક માતા-પિતાની જેમ તે પણ પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલ એ મોકલે છે. જો કે આ સ્ટાર કિડ્સની સ્કૂલ પણ ખૂબ જ હાઈ સ્ટાન્ડર્ડ વાળી હોય છે. જેટલી તમારી કોલેજની ફી નહિં હોય તેનાથી વધુ તો આ સ્ટાર કિડ્સની સ્કૂલ ફી હોય છે.

અભ્યાસ ખૂબ જરૂરી છે, જોકે આજકાલ તેના નામ પર પણ સ્કૂલ વાળા ખૂબ જ મોટી રકમ લે છે. જ્યાં એક સામાન્ય વ્યક્તિ પોતાના બાળકને સ્કૂલમાં ભણાવવા માટે વર્ષમાં માત્ર થોડા હજાર ખર્ચ કરે છે, તો આ સ્ટાર્સ પોતાના બાળકોના સ્કૂલના અભ્યાસ પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ સ્ટાર કિડ્સની સ્કૂલના નામ અને તેમની હાઈ-ફાઈ ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે તે રકમ વિશે સાંભળશો તો તમારા પણ હોંશ ઉડી જશે.

આ લિસ્ટમાં પહેલું નામ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું આવે છે. આ સ્કૂલનું નામ પ્રખ્યાત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેની શરૂઆત 2003માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરી હતી. બોલિવૂડ સેલિબ્રિટીઓ વચ્ચે આ સ્કૂલ ખૂબ જ લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે આ શાળામાં મોટાભાગના સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પણ અહીં જ અભ્યાસ કરે છે. આટલું જ નહીં, રિતિક રોશનના બંને પુત્રો રિદાન અને રિયાન પણ અહીં જ અભ્યાસ કરે છે. ત્યારબાદ કરિશ્મા કપૂરનો પુત્ર કિયાન, ચંકી પાંડેની પુત્રી રઈસા અને સોનુ નિગમનો પુત્ર નિવાન પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે.

મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વાર્ષિક ફી આ મુજબ છે. LKG થી ક્લાસ 7 સુધી – 1,70,000 રૂપિયા, ક્લાસ 8 થી ક્લાસ 10 (ICSE) સુધી – 1,85,000 રૂપિયા, અને ક્લાસ 8 થી ક્લાસ 10 (IGCSE) સુધી – રૂ. 4,48,000. આ ઉપરાંત પ્રવેશ ફી 24 લાખ રૂપિયા છે.

ઝુહુમાં આવેલી મોંડેયાલે વર્લ્ડ સ્કૂલમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા અભ્યાસ કરે છે. આ સ્કૂલની વાર્ષિક ફી નીચે મુજબ છે. પ્લે સ્કૂલ/નર્સરી/કેજી 1 અને 2 – 6,90,000 રૂપિયા, ક્લાસ 1 થી 10 સુધી – 9,90,000 રૂપિયા અને ક્લાસ 11 થી 12 સુધી- 10,90,000 રૂપિયા.

ઓબેરોય ઈન્ટરનેશનલ સ્કૂલમાં માધુરી દીક્ષિતના પુત્રો અરિન અને રેયાન અભ્યાસ કરે છે. તેની વાર્ષિક ફી 5,70,000 છે જ્યારે પ્રવેશ ફી 1 લાખ 20 હજાર રૂપિયા છે.