ફિલ્મોથી રિજેક્ટ થયા હતા આ 10 ટોપ બોલીવુડ સ્ટાર્સ, અક્ષયને તો આ આઈકોનિક ફિલ્મથી કરવામાં આવ્યા હતા બહાર

બોલિવુડ

રિઝક્શનથી ડર દરેકને લાગે છે. કેટલાક લોકો તો એવા હોય છે જે રિઝેક્ટ થયા પછી એટલી હદે હારી જાય છે કે બીજી વખત પગ આગળ વધારી શકતા નથી. પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી વખત રિઝક્શનનો સામનો કરવો પડે છે. રિઝક્શનથી ડરવું ન જોઈએ, પરંતુ તેનો નિશ્ચિતપણે સામનો કરવો જોઈએ. તમે ગીતની એ પંક્તિ સાંભળી જ હશે કે ‘જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ.’ પરંતુ જો તમને આ ગીતથી પણ પ્રેરણા નથી મળતી તો આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના કેટલાક સ્ટાર્સ સાથે મળાવવા જઈ રહ્યા છીએ જેમણી ઠેર-ઠેર ઠોકર ખાધા પછી સફળતા મેળવી છે. આ સ્ટાર્સે ક્યારેય પણ રિઝેક્શનથી હાર નથી માની અને સફળતા ન મળવા પર બીજી વખત પ્રયત્ન કરતા રહ્યા. પરિણામ એ આવ્યું કે આજે આ સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.

રણવીર સિંહ: જણાવી દઈએ કે બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહને ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ માંથી બહાર કરવામાં આવ્યા હતા, ત્યાર પછી આ ભૂમિકા ફરહાન અખ્તરને મળી. રણવીરે આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.

વરુણ ધવન: વરુણ ધવનને પણ ઘણી ફિલ્મોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ‘ઓક્ટોબર’ અને ‘સુઇ ધાગા’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી બધાની બોલતી બંધ કરી દીધી. આજે વરુણ પણ બોલિવૂડનો સ્ટાર છે.

વિક્કી કૌશલ: ‘ઉરી’, ‘રાઝી’, ‘સંજુ’ અને ‘મસાન’ જેવી ફિલ્મો કર્યા પછી, વિક્કી કૌશલ બોલિવૂડના આગામી સુપરસ્ટાર બની ગયા છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ડિરેક્ટરો તેને તેના લુકને કારણે રિજેક્ટ કરતા હતા. તમને જણાવી દઈએ કે વિક્કી એ પણ ભાગ મિલ્ખા ભાગ માટે ઓડિશન આપ્યું હતું.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ પહેલા ખૂબ જાડી હતી, જેના કારણે લોકો તેને આલૂ કહેતા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે ડિરેક્ટરની પુત્રી હોવા છતાં આલિયાને ‘વેક અપ સિડ’માં કાસ્ટ કરવામાં આવી ન હતી. આ ફિલ્મ માટે આલિયાએ ઓડિશન આપ્યું હતું.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્મા બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્માને રાજકુમાર હિરાની સાથે કામ કરવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ખરેખર અનુષ્કાએ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘3 ઈડિયટ્સ’ માટે ઓડિશન આપ્યું હતું જેમાં તેને રિજેક્ટ કરવામાં આવી હતી.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની ટોપ અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે આ તબક્કા સુધી પહોંચવું સરળ ન હતું. જણાવી દઈએ કે તે ઈરાની ડિરેક્ટર માજીદ મજીદીની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં કામ કરવા ઈચ્છતી હતી પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થયું નહીં. તેના માટે લૂક ટેસ્ટ આપવા છતાં પણ તે રિજેક્ટ થઈ હતી.

સારા અલી ખાન: સારાએ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં ફાતિમા સના શેખના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તે રિજેક્ટ થઈ ગઈ હતી. આજે ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ જેવી હિટ ફિલ્મો આપીને તે બોલીવુડની આગલી સેન્સેશન બની ગઈ છે.

અક્ષય કુમાર: બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર પણ ઘણા રિજેક્શનનો સામનો કરી ચુક્યા છે. માહિતી માટે જણાવી દઈએ કે ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ માટે અક્ષયે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. પછી આ ભુમિકા આમિર ખાનને મળી.

ઇસાબેલ કૈફ: ઇસાબેલ કૈફ અભિનેત્રી કેટરિના કૈફની બહેન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવરાત્રિ’ માટે ઇસાબેલે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી.

અમીષા પટેલ: ‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી અમીષા પટેલે ફિલ્મ ‘લગાન’ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તે રિજેક્ટ થઈ ગઈ અને ભુમિકા ગ્રેસી સિંહને મળી.