ધર્મેંદ્રથી લઈને સંજય સુધી આ 6 સ્ટાર્સને છે 4 થી વધુ બાળકો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આપણા દેશમાં વસ્તી નિયંત્રણ પર વાતો તો ઘણી થાય છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે દરેક જાણે છે. માનવામાં આવે છે કે ગરીબ અને અભણ લોકો વધુ બાળકોને જન્મ આપે છે તો અમીર અને મધ્યમ વર્ગના લોકો જાગૃત હોય છે. તે બે અથવા તેનાથી વધુ બાળકોને જન્મ આપવાનું પસંદ નથી કરતા કારણ કે તેનાથી પરિવાર મોટો થઈ જાય છે અને દરેકની ઈચ્છા પૂર્ણ કરવી પણ મુશ્કેલ છે. પરંતુ જો તમારી પાસે વધુ પૈસા છે તો પછી તમે વધુ બાળકોને જન્મ આપી શકો છો. આજે અમે તમને બોલીવુડના કેટલાક એવા સેલિબ્રિટીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે બાળકોની બાબતમાં દરેકને પાછળ છોડી દીધા છે.

ધર્મેન્દ્ર: ધર્મેન્દ્ર ભલે હવે પડદાથી દૂર હોય પરંતુ એક સમય હતો જ્યારે સિનેમામાં માત્ર તેની જ ફિલ્મો જોવા મળતી હતી. ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે અને તે કુલ 6 બાળકોના પિતા છે. તેમના પહેલા લગ્ન પ્રકાશ કોર સાથે થયા હતા જ્યારે તે ફિલ્મી દુનિયામાં પણ આવ્યા ન હતા. પ્રકાશ અને ધર્મેન્દ્રને 4 બાળકો સની, બોબી, વિજેતા અને અજિતા દેઓલ છે.

જ્યારે હેમા માલિની સાથે તેમણે બીજા લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ ઈશા અને આહાના દેઓલ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ એક સાથે લગભગ એક ડઝનથી વધુ ફિલ્મો કરી છે.

સંજય દત્ત: સંજય દત્તની ફિલ્મી સ્ટોરીઓ જેટલી રસપ્રદ હોય છે, તેના જીવનની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. ઘણા ઉતાર-ચળાવ પછી હવે તેમનું જીવન સ્થિર જોવા મળી રહ્યું છે. સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા, તેના ત્રણેય લગ્ન ચર્ચામાં રહ્યા અને તે ત્રણ બાળકોના પિતા પણ છે. સૌથી પહેલા સંજય દત્તે 1987 માં રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેની પુત્રી ત્રિશાલા છે, ત્રિશાલા દત્ત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

જોકે 1996 માં ટ્યૂમરને કારણે તેમની પહેલી પત્નીનું નિધન થઈ ગયું હતું. પછી તેમણે રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા પરંતુ થોડા વર્ષો પછી છૂટાછેડા થઈ ગયા. 2007 માં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી તેમને બે જુડવા બાળકો ઇકરા અને શાહરાન છે.

શાહરુખ ખાન: શાહરૂખ ખાન અને ગૌરી ખાન બોલીવુડની સૌથી સુંદર કપલમાંથી એક છે. બંનેની જોડી અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે, તેમના લગ્નને પણ હવે 29 વર્ષ થઈ ચુક્યા છે. બંનેને 3 બાળકો આર્યન સુહાના અને અબ્રાહમ છે. એક તરફ શાહરૂખ ખાન અભિનેતા છે તો તેની પત્ની ગૌરી એક ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેમના પુત્ર આર્યને તાજેતરમાં જ સાઉથ કેલિફોર્નિયાથી સિનેમેટિક આર્ટ્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

સૈફ અલી ખાન: સૈફે બે લગ્ન કર્યા છે, તેમણે પહેલા અમૃતા સિંહ સાથે અને બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યા છે. અમૃતા અને તેના બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે, બંનેએ 1991 માં લગ્ન કર્યા હતા અને 13 વર્ષ પછી 2004 માં અલગ થઈ ગયા. જ્યારે સૈફ અને કરીનાને પણ બે પુત્રો છે, જેમા એકનું નામ તૈમુર અને બીજાનું નામ જહાંગીર છે. કરીના પોતાના પતિ કરતા 10 વર્ષ નાની છે.

અનિલ કપૂર: અનિલ કપૂર ત્રણ બાળકોના પિતા છે. તેમના સુનીતા કપૂર સાથે 1984 માં લગ્ન થયા હતા, ત્યારથી લઈને આજ સુધી બંને સાથે રહે છે અને બંને વચ્ચે ઘણો પ્રેમ છે. તેમને બે પુત્રીઓ સોનમ અને રિયા કપૂર છે જ્યારે પુત્ર હર્ષવર્ધન છે જે ફિલ્મમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે જ્યારે સોનમ કપૂર ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, તેના પણ લગ્ન થઈ ચુક્યા છે રિયા પણ જાણીતી સ્ટાઈલિસ્ટ છે.

આમિર ખાન: આમિર ખાને પણ બે લગ્ન કર્યા છે અને તે ત્રણ બાળકોના પિતા છે. પહેલી પત્ની રીનાથી તેમને પુત્ર જુનૈદ અને પુત્રી ઈરા છે. આમિર અને રીનાએ 1986 માં ભાગીને લગ્ન કર્યા હતા અને લાંબા સંબંધ પછી 2002 માં છૂટાછેડા લીધા હતા, જોકે બંને વચ્ચે અત્યારે પણ સારા સંબંધ છે. રીના પછી તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ અને તેમનો એક પુત્ર છે જેનું નામ આઝાદ રાવ ખાન છે. જોકે થોડા મહિના પહેલા જ આમિર કિરણ સાથે પણ છૂટાછેડા લઈ ચુક્યા છે.