ફિલ્મોમાં સ્પેશિયલ અપીરિયંસ આપી ચુક્યા છે આ 8 મોટા સ્ટાર્સ, જાણો ક્યા ક્યા સ્ટાર્સ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની છે જેમાં મોટા-મોટા સેલિબ્રિટીઓ અચાનક પડદા પર આવ્યા અને તે જ રીતે ચાલ્યા પણ ગયા. આ સ્ટાર એવી ફિલ્મોમાં જોવા મળ્યા છે જેમાં તેમને કોઈએ યોગ્ય રીતે નોટિસ પણ ન કર્યા. અહીં સુધી કે તેમના ચાહકોને પણ તેમના અપીરિયંસ વિશે જાણ નથી. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા પરંતુ નોટિસ કરવામાં ન આવ્યા.

બિગ બી (અંગ્રેજી વિંગ્લિશ): મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શ્રીદેવી સ્ટારર ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશમાં થોડા સમય માટે સ્પેશિયલ અપીરિયંસ આપ્યો હતો. તે ગૌરી શિંદેના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શ્રીદેવી અને અમિતાભ બચ્ચનની મુલકાત ફ્લાઇટ દરમિયાન થાય છે. સિનેમા પ્રેમીઓ માટે આ એક ખાસ ક્ષણ હતી કારણ કે આ ફિલ્મમાં શ્રીદેવી અને અમિતાભ ઘણા વર્ષો પછી સાથે જોવા મળ્યા હતા.

રસ્કિન બોન્ડ (સાત ખૂન માફ): રસ્કીન બોન્ડ પણ ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. રસ્કીન બોન્ડે સાત ખૂન માફના ક્લાઈમેક્સમાં કૈથોલિક પૂજારીની ભૂમિકા નિભાવી હતી. જાણીતા લેખક બોન્ડે ફિલ્મમાં એક પૂજારીની નાની ભૂમિકા નિભાવી હતી. તેમણે ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે તેની સ્ટોરી લખવામાં પણ યોગદાન આપ્યું હતું.

તબ્બુ (મૈં હૂં ના): તબ્બુએ શાહરુખની ફિલ્મોમાં ઘણી વખત કેમિયો રોલ કર્યા છે. તે શાહરૂખની ફિલ્મ મૈં હુ નામાં તે જોવા મળી હતી. ફરાહ ખાન તબ્બુને પોતાની લકી ચાર્મ માનતી હતી, તેથી તે ઇચ્છતી હતી કે તે તેના ડેબ્યૂ ડાયરેક્ટોરિયલ વેંચરમાં હાજર રહે.

સલમાન ખાન (ફટા પોસ્ટર નિકલા હીરો): સલમાન ખાન શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં જોવા મળ્યા હતા. કદાચ કોઈએ નોંટિસ નહીં કર્યું હોય. ફિલ્મમાં શાહિદ સલમાનનો ખૂબ મોટો ચાહક છે અને એક દિવસ અચાનક જ તેની મુલાકાત તેની સાથે થઈ જાય છે.

વિકી કૌશલ (લવ શવ ટાઇ ચિકન ખુરાના): ઉરી, મસાન અને સંજુ જેવી ફિલ્મો પોતાના દમ પર હિટ બનાવનાર વિક્કી કૌશલ આજે બોલિવૂડનું મોટું નામ બની ચુક્યા છે. પરંતુ એક સમયે તેમણે સાઇડ રોલ પણ કર્યા છે. કુણાલ કપૂરની એક ફિલ્મ હતી લવ શવ ટાઇ ચિકન ખુરાના. આ ફિલ્મથી જ વિક્કીએ મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં તેમણે ઓમીની ભૂમિકા નિભાવી હતી.

સુબ્રત રોય (ગુપ્ત): બોબી દેઓલની ફિલ્મ ગુપ્ત તો યાદ જ હશે. આ ફિલ્મના એક સીનમાં રાજ બબ્બર એક મીટિંમાં છે અને તેની પાછળ એક વ્યક્તિ ઉભો છે. વ્યક્તિ સુબ્રત રોય જેવો દેખાઈ રહ્યો છે. તેમના આ હમશકલને જોઈને એક વખત તો વિચારી શકાય છે કે શું તેમણે ક્યારેય ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી છે.

ધર્મેન્દ્ર (ગુડ્ડી): આ ફિલ્મમાં જયા ભાદુરીએ ગુડ્ડી નામની એક છોકરીનું પાત્ર નિભાવ્યું છે જે ધર્મેન્દ્રની ખૂબ જ મોટી ચાહક છે. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં એક હીરો તરીકે થોડા સમય માટે સામે આવે છે.

સૈફ અલી ખાન (ડોલી કી ડોલી): આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, રાજકુમાર રાવ અને વરુણ શર્માએ શ્રેષ્ઠ એક્ટિંગ કરી હતી. આ ફિલ્મમાં ચોંકાવનારી વાત એ હતી કે તેમાં સૈફ અલી ખાનની સ્પેશિયલ એન્ટ્રી હતી. આ ફિલ્મમાં સૈફે એક રાજસ્થાની રાજકુમારની ભૂમિકા નિભાવી હતી.

ટ્વિંકલ ખન્ના (તીસ માર ખાન): ફરાહ ખાન દ્વારા નિર્દેશિત અને તેના પોતાના જ પતિ અક્ષય કુમાર દ્વારા સ્ટારર ફિલ્મ તીસ માર ખાનમાં ટ્વિંકલ ખન્ના જોવા મળી હતી.

સંજય દત્ત (રાવન): સંજય દત્ત અને પ્રિયંકા ચોપરા બંને શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ રા વન માં સ્પેશિયલ અપીરિયંસ આપતા જોવા મળ્યા હતા. આ ફિલ્મને અનુભવ સિન્હા એ ડાયરેક્ટ કરી હતી.