પોતાના ચાહકોને જ દિલ આપી બેઠા હતા આ 5 બોલીવુડ સ્ટાર્સ, પછી ધૂમધામથી કર્યા લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હંમેશાથી જ બોલીવુડ સ્ટાર્સ ચાહકોમાં હેડલાઈંસનો વિષય બની રહે છે. તે તેમની દરેક સ્ટાઈલથી તેમના ચાહકોનું દિલ જીતી લે છે. પરંતુ જો ફિલ્મ સ્ટાર્સ તેમના ચાહકો સાથે જ લગ્ન કરી લે તો ચાહકોની ખુશીનું ઠેકાણું નથી રહેતું. બોલીવુડમાં ઘણીવાર આવું પણ બન્યું છે. આજે અમે તમને એવા કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે તેમના ચાહક સાથે લગ્ન કર્યા છે.

દિલીપકુમાર અને સાયરા બાનુ: હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે બે લગ્નો કર્યા છે. દિલીપ કુમારે પહેલા લગ્ન તેની ચાહક અને અભિનેત્રી સાયરા બાનુ સાથે કર્યા હતા. 44 વર્ષની ઉંમરે દિલીપે 22 વર્ષીની સાયરાને તેની દુલ્હન બનાવી હતી. જ્યારે સાયરા માત્ર 12 વર્ષની હતી ત્યારથી જ દિલીપ કુમારને પસંદ કરતી હતી. દિલીપ અને સાયરાએ વર્ષ 1966 માં લગ્ન કરી લીધા હતા. એવું કહેવામાં આવે છે કે, દિલીપ કુમારે સાયરાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. સાયરા પણ આ માટે સહમત થઈ હતી. આજે પણ આ જોડી લોકોની પસંદ બનેલી છે.

રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયા: હિંદી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સ્ટારડમ એક સમયે અદ્ભુત હતું. દરેક તેના ચાહક હતા. છોકરીઓ તો રાજેશ ખન્નાને લોહીથી પત્રો લખ્યા કરતી હતી. રાજેશ ખન્નાના મહિલા ચાહકમાં ડિંપલ કાપડિયાનું નામ પણ શામેલ હતું. રાજેશ ખન્નાએ 31 વર્ષની ઉંમરમાં માત્ર 16 વર્ષની ડિંપલ સાથે લગ્ન કરી લીધા હતા. કાકાએ જ ડિંપલને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો અને વર્ષ 1973 માં બંનેએ સાત ફેરા લીધા હતા. જો કે, આ જોડી સફળ થઈ શકી નહીં. લગ્નના થોડા વર્ષો પછી જ બંને અલગ-અલગ રહેવા લાગ્યા હતા, પરંતુ બંનેના ક્યારેય ડિવોર્સ થયા ન હતા.

વિવેક ઓબેરોય અને પ્રિયંકા આલ્વા: જાણીતા અભિનેતા વિવેક ઓબેરોયે પણ તેની ચાહક સાથે લગ્ન કર્યા હતા. આજે વિવેકની પત્ની પ્રિયંકા અલ્વા ક્યારેક તેની ચાહક હતી. જ્યારે વિવેકેના અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે તેના સંબંધો સમાપ્ત થયા તો આ પછી વિવેકની મુલાકાત પ્રિયંકા અલ્વા સાથે થઈ હતી. એવું કહેવામાં આવે છે કે, વિવેકને પ્રિયંકા પહેલેથી જ ખૂબ જ પસંદ કરતી હતી અને પછી 2010 માં એ દિવસ પણ આવ્યો જ્યારે વિવેક અને પ્રિયંકાએ લગ્ન કરી લીધા. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને તેના પછી બંન્નેને પ્રેમ થઈ ગયો. પછી આ રિલેશન લગ્નમાં ફેરવાઈ ગયુ.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા: બોલીવુડની સૌથી હિટ અને ફીટ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ શિલ્પા શેટ્ટીનું અફેર એક સમયે અક્ષય કુમાર સાથે ખૂબ હેડલાઈંસમાં રહ્યું હતું. અક્ષય સાથે બ્રેકઅપ પછી શિલ્પાએ વર્ષ 2009 માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટીને ખૂબ પસંદ કરતાં હતા અને તે અભિનેત્રીના ખૂબ મોટા ચાહક હતા. બંને પ્રથમ વખત એક બિઝનેસ ટ્રિપ પર મળ્યા હતા. શિલ્પાના ઘણા કામમાં રાજે મદદ કરી હતી અને તે શિલ્પાને ખૂબ પસંદ આવ્યું હતું. બંનેને અહેસાસ થયો કે તે એક બીજા માટે જ બન્યા છે અને રાજે શિલ્પાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધો. શિલ્પા પણ આ માટે સંમત થઈ ગઈ.

જુહી ચાવલા અને જય મહેતા: જૂહી ચાવલા જ્યારે તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેમણે વર્ષ 1995 માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. 90 ના દાયકામાં જૂહી ચાવલા ખૂબ પ્રખ્યાત રહી છે. તેણે જય મહેતા સાથે અચાનક જ લગ્ન કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક સમયે બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં શામેલ જૂહી હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જય મહેતા અને જુહી ચાવલા બે બાળકો પુત્ર અર્જુન અને પુત્રી જાન્હવીના માતા-પિતા છે.