બોલીવુડના આ 6 અભિનેતાએ પોતાની પત્નીને આપી છે સૌથી મોંઘી ગિફ્ટ, કોઈએ 100 કરોડ તો કોઈએ….

બોલિવુડ

ફિલ્મી સ્ટાર્સ હંમેશા તેમની પ્રોફેશનલ લાઈફની સાથે જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. કરોડો રૂપિયા કમાવનાર બોલિવૂડ કલાકારો રાજાઓ જેવું જીવન જીવવું પસંદ કરે છે. તેમની પાસે એશો-આરામની દરેક ચીજો હાજર હોય છે અને તેમના શોખ પણ ખૂબ મોટા હોય છે. ઘણા સ્ટાર્સ એવા પણ છે, જેઓ તેમની પત્ની પર ખૂબ પ્રેમ લૂંટાવવાની સાથે જ તેમને મોંઘી-મોંઘી ગિફ્ટ પણ આપે છે, જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર: બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને વર્ષ 2012 માં ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની બની હતી. તે પહેલાં તે બે લગ્ન કરી ચુક્યા હતા. સિદ્ધાર્થ તેની પત્નીને એક લક્ઝરી ઘર ગિફ્ટમાં આપી ચુક્યા છે. મુંબઈના જુહુમાં આ સી ફેસિંગ બંગલાની કિંમત કરોડોમાં છે.

કાજોલ અને અજય દેવગણ: કાજોલ અને અજય દેવગણની ગણતરી હિન્દી સિનેમાની સૌથી ફેવરિટ કપલમાંથી એક તરીકે થાય છે. બંને લગ્ન પછીથી લગભગ 22 વર્ષથી સાથે છે. બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણ તેની પત્ની કાજોલને પુત્રી ન્યાસાના જન્મ સમયે એક કિંમતી કાર મર્સિડીઝ ગિફ્ટમાં આપી ચુક્યા છે. બીજી બાજુ અજયે કાજોલને તેના 34 મા જન્મદિવસ પર ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટમાં આપી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ: બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે. વર્ષ 2013 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરનાર પ્રિયંકાને તેના પતિએ અમેરિકાના લોસ એંજિલસમાં 144 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતું. જણાવી દઈએ કે નિક ઘણીવાર તેની પત્ની પ્રિયંકાને મોંઘી ગિફ્ટ આપતો રહે છે.

શાહિદ કપૂર અને મીરા કપૂર: શાહિદ કપૂર પણ આ બાબતમાં પાછળ નથી. શાહિદ તેની પત્નીને 23 લાખ રૂપિયાની એક હીરાની વીંટી અને મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી ચુક્યા છે. સાથે જ તેમણે મીરાને તેની બીજી પ્રેગ્નેંસી દરમિયાન મુંબઇમાં 55 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતું.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા: છેલ્લા 25 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહેલી રાની મુખર્જીએ ખૂબ જ અમીર વ્યક્તિ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. આદિત્ય ચોપડા એક પ્રખ્યાત ફિલ્મમેકર છે અને તેમની પાસે લગભગ 6600 કરોડની સંપત્તિ છે. આટલી સંપત્તિ બોલિવૂડના કોઈ કલાકાર પાસે પણ નથી. રાનીને આદિત્ય 2 કરોડની કિંમતની ઓડી એ 8 ડબલ્યુ 12 અને જુહુમાં બંગલો ગિફ્ટ કરી ચુક્યા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા: આ દિવસોમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના નામ રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા માટે ધરપકડ પછી ચર્ચામાં છે. રાજ એક પ્રખ્યાત બિઝનેસમેન છે અને તે લગભગ 2800 કરોડની સંપત્તિના માલિક છે. રાજે સગાઈમાં શિલ્પાને 3 કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી. સાથે જ પત્નીને રાજે લેમ્બોર્ગિની કાર પણ આપી છે, જેની કિંમત 3 થી 5 કરોડ જણાવવામાં આવે છે. આ ઉપરાંત શિલ્પાને તેના પતિ પાસેથી 100 કરોડ રૂપિયાનો બંગલો પણ ગિફ્ટમાં મળી ચુક્યો છે. બીજી તરફ રાજે શિલ્પાને અત્યાર સુધીમાં ઘણી ગિફ્ટ આપી છે.