પોતાની મહેનતથી આ 6 બોલીવુડ સ્ટાર્સ મેળવી ચુક્યા છે પદ્મ શ્રી સમ્માન, આ નામ તો તમને આશ્ચર્યચકિત કરી દેશે

બોલિવુડ

આપણે જે કાર્યમાં સખત મહેનત કરીએ અને જો આપણને તેનું ફળ મળે તો દરેક વ્યક્તિને સારું લાગે છે. આવું દરેક વ્યક્તિ સાથે થાય છે. બોલિવૂડ સ્ટાર્સને તેમની મહેનત માટે ઈનામ આપવામાં આવે છે. તેમની સુંદર એક્ટિંગ માટે એવોર્ડ આપવામાં આવે છે. તેમાંથી કેટલાક એવોર્ડ્સ સરકાર દ્વારા આપવામાં આવે છે.

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ એવા પણ છે જેમને સિનેમાના ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવે છે. જણાવી દઇએ કે પદ્મ શ્રી એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ચોથો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.

આમિર ખાન: દેશભરમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાનને પણ ઘણા વર્ષો પહેલા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આમિર ઈન્ડસ્ટ્રીના કોઈપણ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેતા નથી. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે વર્ષ 2003 માં આમિરને પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પાસેથી આમિરને 2010 માં પદ્મ ભૂષણ સમ્માન મળ્યું હતું.

અમિતાભ બચ્ચન: આ લિસ્ટમાં સૌથી ઉપર છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન. બિગ બીને વર્ષ 1984 માં પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સિનેમામાં પોતાના યોગદાન માટે આ સમ્માન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમને 2001 માં પદ્મ ભૂષણ અને વર્ષ 2015 માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

કંગના રનૌત: કંગના રનૌતને કોણ નથી ઓળખતું. કંગનાને 5 વખત રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. કંગના રનૌતને વર્ષ 2020 માં પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. કંગના નાની ઉંમરે આ એવોર્ડ મેળવનારા કલાકારોમાંની એક છે. કંગનાને 32 વર્ષની ઉંમરે આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

ઇરફાન ખાન: ઇરફાન ખાન ખૂબ જ ટેલેંટેડ અભિનેતા હતા. તેમની સ્ટાઈલના દરેક વ્યક્તિ દિવાના હતા. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ઈરફાને પોતાની ઓળખ બનાવી હતી. 2011 માં ઈરફાનને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાન કહીએ કે કિંગ ખાન, શાહરૂખે ઘણા વર્ષો સુધી ઈન્ડસ્ટ્રી પર એકતરફી રાજ કર્યું છે. 14 ફિલ્મફેર એવોર્ડ જીતનાર શાહરૂખને વર્ષ 2009 માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રિયંકા ચોપડા: અભિનેત્રી પ્રિયંકાને 34 વર્ષની ઉંમરમાં વર્ષ 2016 માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો. આ સાથે પ્રિયંકાએ ઘણા એવોર્ડ જીત્યા છે.

અક્ષય કુમાર: અક્ષય કુમારને બોલીવુડના ખેલાડી પણ કહેવામાં આવે છે. અક્ષયને પદ્મશ્રી એવોર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન 42 વર્ષની ઉંમરે વર્ષ 2009 માં આપવામાં આવ્યું હતું.

એશ્વર્યા રાય: એશ્વર્યા રાય બચ્ચનને ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ 2009 માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રી થી સમ્માનિત કરવામાં આવી હતી.

સૈફ અલી ખાન: સૈફ અલી ખાનને પણ આ સન્માન મળ્યું છે. છોટે નવાબ તરીકે જાણીતા સૈફ અલીને વર્ષ 2010 માં પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવ્યા પછી, તેના પર આ એવોર્ડ ખરીદવાનો પણ આરોપ લાગ્યો હતો.

કાજોલ: 90 ના દાયકામાં કાજોલ સૌથી મોટી અભિનેત્રી હતી. દરેક વ્યક્તિ તેમની સુંદરતાના દિવાના હતા. કાજોલને તેના યોગદાન બદલ વર્ષ 2011 માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવી હતી.

86 thoughts on “પોતાની મહેનતથી આ 6 બોલીવુડ સ્ટાર્સ મેળવી ચુક્યા છે પદ્મ શ્રી સમ્માન, આ નામ તો તમને આશ્ચર્યચકિત કરી દેશે

Leave a Reply

Your email address will not be published.