નશાની લત માટે આ 7 બોલીવુડ સ્ટાર્સ પોતાની કારકિર્દી પણ ભૂલી ગયા, આજે જીવી રહ્યા છે ગુમનામની જિંદગી

બોલિવુડ

એક ખૂબ પ્રખ્યાત કહેવત છે કોઈ પણ ચીજની લત ખરાબ હોય છે. પછી ભલે તે સારી આદત પણ કેમ ન હોય. બોલિવૂડ સ્ટાર્સ વિશે પણ આ વાત પ્રખ્યાત છે કે તેને નશાની લત રહે છે. આ સ્ટાર્સમાંથી એવા ઘણા નામ છે જેમને નશાની લત છે. આ સ્ટાર્સમાં એવા ઘણા નામ છે જેને નશાની લત હતી અને તે નશાને મેળવવા માટે તેમણે પોતાની સારી કારકિર્દી પણ બરબાદ કરી નાખી. આજે અમે તમને તે સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને નશાને મેળવવા માટે પોતાની જિંદગી પણ ખરાબ કરી નાખી હતી.

સંજય દત્ત: સંજય દત્ત આ અભિનેતાને કોણ નથી ઓળખતું. એક સમય એવો હતો જ્યારે સંજય દત્તે તેમના જીવનના લગભગ 12 વર્ષ નશામાં ગાળ્યા હતા. સંજય દત્ત ડ્રગ્સના નશામાં સવારથી સાંજ સુધી ડૂબેલા રહેતા હતા. તે નશામાં એટલી હદે ડૂબેલા રહેતા હતા કે તેમને હોંશ પણ રેહતો ન હતો. સંજયના પિતા સુનીલ દત્તે અમેરિકામાં તેની સારવાર કરાવી ત્યાર પછી સંજયની આ આદત ગઈ.

પ્રતીક બબ્બર: પ્રતીક બબ્બર રાજ બબ્બરનો પુત્ર છે. તે એક દીવાના ફિલ્મમાં જોવા મળ્યો હતો. પ્રતીક બબ્બરને પણ ખૂબ જ નાની ઉંમરે નશાની લત લાગી ગઈ હતી. ઘણી વખત વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગયા પછી પણ પ્રિતિક બબ્બર તેની આદત છોડી શક્યા નહીં. પછી પ્રિતિકે તેની ઇચ્છાશક્તિની મદદથી આ નશાની લત છોડી દીધી.

ધર્મેન્દ્ર: ધર્મેન્દ્ર, તમે બરાબર વાંચી રહ્યા છો, અભિનેતા ધર્મેન્દ્રને પણ નશાની લત થઈ હતી. અભિનેતા ધર્મેન્દ્ર પણ નશાને પોતાની જિંદગીનો મહત્વનો ભાગ બનાવી ચુક્યા હતા. એકવાર ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મેન્દ્રએ પોતે કહ્યું હતું કે તે હંમેશા દારૂના નશામાં ડૂબેલા રહેતા હતા. થોડા વર્ષો પહેલા સ્વાસ્થ્ય બગડવાને કારણે ડ્રગના નશાને હંમેશા હમેશા માટે છોડી દીધો છે.

હની સિંહ: હનીસિંહે તેના રૈપ ગીતથી ભારતમાં ધુમ મચાવી હતી. આજે હની સિંહ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. લાખો-કરોડો લોકોના દિલમાં રહેનારા હનીસિંહ પણ સવાર સાંજ નશામાં ડૂબેલા રહેતા હતા. હવે તે ધીરે ધીરે સુધરી રહ્યા છે.

મમતા કુલકર્ણી: મમતા કુલકર્ણીની ગણતરી આ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીમાં થાય છે. અભિનેત્રી મમતા કુલકર્ણીના નામ સાથે કોઈને કોઈ વિવાદ જરૂર જોડાયેલો રહે છે. બોલિવૂડની દુનિયાથી દૂર થઈને મમતાએ નશાને પોતાની દુનિયા બનાવી લીધી હતી. થોડા વર્ષો પહેલા પોલીસે ડ્રગ્સની દાણચોરી કરવા બદલ તેની ધરપકડ પણ કરી હતી.

પૂજા ભટ્ટ: પૂજા ભટ્ટની પણ નશામાં ડૂબી રહેવાની ચર્ચા સામાન્ય છે. 16 વર્ષની ઉંમરમાં જ પૂજાને નશીલા દારૂની લત લાગી હતી કે તેને કંઈ સમજાઈ રહ્યું ન હતું. આ પછી તેને ફિલ્મો મળવાનું પણ બંધ થઈ ગયું હતું.

મહેશ ભટ્ટ: પ્રખ્યાત ડાયરેક્ટર મહેશ ભટ્ટનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. મહેશ ભટ્ટ એટલા નશામાં ડૂબેલા રહેતા હતા કે તેને કોઈની પણ ચિંતા ન હતી. તેનો બધા સાથે સંબંધ તૂટી ગયો હતો. પછી પોતાની પુત્રી શાહિન માટે મહેશ ભટ્ટે ખરાબ આદત છોડવાનો નિર્ણય કર્યો.

ફરદીન ખાન: જ્યારે ફરદીન ખાન જાન ફિલ્મમાં આવ્યા હતા ત્યારે તેને આવનારા સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. તેની પાસે લુકથી લઈને એક્ટિંગ પણ હતી. પરંતુ તેના નસીબને કંઈક બીજું જ મંજુર હતું. કારકિર્દીમાં નામ કમાવવાની સાથે ફરદીનને નશાની એવી લત લાગી કે તેમણે પોતાની કારકિર્દી પણ બરબાદ કરી નાખી.

મનીષા કોઈરાલા: મનીષા કોઈરાલા તેમના સમયની સૌથી મોટી અભિનેત્રી હતી. મનીષા કોઈરાલા પણ નશાની લતથી બચી ન શકી. તે પણ દારૂ અને અન્ય ચીજોની લતમાં આવીને બધું ભૂલી ગઈ હતી. ત્યાર પછી તેને ફિલ્મો મળવાનું પણ બંધ થઈ ગયું. આજે મનીષા નશાથી દુર છે.