ફિલ્મ સ્ટાર્સનું બાળપણ કંઈક એટલું જ નિર્દોષ હોય છે જેટલું કોઈ સામાન્ય વ્યક્તિનું. ધીમે-ધીમે તે એક્ટિંગની દુનિયામાં ચાલ્યા જાય છે અને એટલું નામ કમાઈ લે છે કે કરોડો લોકો તેના ફેન બની જાય છે. સાથે બેસીને કોલ્ડ ડ્રિંક પી રહેલા આ બંને બાળકો પણ હવે એટલું નામ કમાઈ ચુક્યા છે કે કરોડો લોકો તેમને ફોલો કરે છે. બંને મોટા એક્શન હીરો બની ગયા છે અને સુપર સ્ટાર કહેવાય છે. તમે પણ આ બંનેને જાણો છો, જો તમે આ બંને બાળકોને ન ઓળખી શક્યા તો તમને જણાવીએ કે આ બંને કોણ છે.
પહેલું બાળક છે મગધીરાનો રામ ચરણ: નારંગી ટીશર્ટ પહેરીને કોલ્ડ ડ્રિંક પીતા તમે જે બાળક જોઈ રહ્યા છો તે કોઈ અન્ય નહીં પરંતુ રામ ચરણ તેજા છે. રામ ચરણ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.
તેમની ફિલ્મ મગધીરાએ તો સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મને બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલી એ જ બનાવી હતી. આ ફિલ્મ પછી રામચરણની ગણતરી સાઉથના સૌથી મોટા સ્ટાર્સમાં થવા લાગી હતી. તેના ચાહકોની સંખ્યા પૂરા સાઉથ ઈંડિયામાં ખૂબ વધુ છે.
પ્રખ્યાત અભિનેતા ચિરંજીવીના પુત્ર છે રામ ચરણ: રામ ચરણ અત્યારે 36 વર્ષના છે. તેમનો જન્મ 27 માર્ચ 1985ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તે પ્રખ્યાત અભિનેતા ચિરંજીવીના પુત્ર છે. આ સમયે તે તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરે છે અને હૈદરાબાદમાં રહે છે. તેમના લગ્ન ઉપાસના કામિનેની સાથે વર્ષ 2012 માં થયા હતા. રામ ચરણની આગામી ફિલ્મ આરઆરઆર છે જેમાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. રામે પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ 2007 માં ચિરૂથા નામની મૂવીથી કરી હતી.
બીજું બાળક છે અલ્લુ અર્જુન: કોલ્ડ ડ્રિંક પી રહેલું બીજું બાળક કોઈ અન્ય નહીં પરંતુ પુષ્પા ફેમ અલ્લુ અર્જુન છે. અલ્લુનું નામ આ સમયે આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. તેની પુષ્પા ફિલ્મમાં એક્ટિંગના લોકો દિવાના બની ચુક્યા છે. તેની ગણતરી ટોલીવુડના ટોપ 3 અભિનેતાઓમાં થાય છે. અલ્લુ અર્જુનનું શ્રીવલ્લી ગીત હોય કે તેમની ફિલ્મના ડાયલોગ, દરેક ધૂમ મચાવી રહ્યા છે. અલ્લુની ફીની વાત કરીએ તો તે દરેક ફિલ્મ માટે 70 થી 80 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. આ ઉપરાંત તે જાહેરાતોમાંથી કરોડોની કમાણી કરે છે.
સ્નેહા રેડ્ડી સાથે થયા છે લગ્ન: અલ્લુ અર્જુન પરિણીત છે. તેના લગ્ન સ્નેહા રેડ્ડી સાથે થયા છે. તેમને બે બાળકો પણ છે. અલ્લુનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ થયો હતો અને આ સમયે તે 39 વર્ષના છે. અલ્લુ અર્જુને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે સ્ટાઈલ આઈકોન છે અને તેને લાખો લોકો ફોલો કરે છે. અલ્લુ પાસે 100 કરોડનો બંગલો પણ છે અને અલગ-અલગ કારના પણ તે શોખીન છે.
તેમની પાસે મોટી મોટી બ્રાંડની ઘણી લક્ઝરી કાર છે. પુષ્પાની સફળતા પછી તેમની પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે. આ ઉપરાંત પુષ્પા મૂવીના બીજા ભાગની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુને હૈદરાબાદથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.