લગ્નના ચક્કરમાં નથી પડ્યા આ 8 સ્ટાર્સ, જીવનની લઈ રહ્યા છે ફુલ મજા, નંબર 4 તો લગ્ન કર્યા વગર પણ બની ગઈ છે માતા

બોલિવુડ

કહેવાય છે કે લગ્નના લાડૂ જે ખાય તે પણ પછતાય છે અને જે ન ખાય તે પણ પછતાય છે. પરંતુ આજે અમે તમારો 8 એવા બોલિવૂડ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે લગ્નના લાડુ ખાધા નથી અને તેઓ પછતાવો પણ નથી કરી રહ્યા. પરંતુ આ લોકો પોતાની સિંગલ લાઈફની ભરપૂર મજા લઈ રહ્યા છે. તેમાંથી કેટલાક તો લગ્ન વગર માતા -પિતા પણ બની ગયા. તો ચાલો જોઈએ આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

અક્ષય ખન્ના: વિનોદ ખન્નાનો પુત્ર અક્ષય ખન્ના બોલિવૂડમાં પોતાની સુંદર એક્ટિંગ માટે જાણીતો છે. તેમની પર્સનાલિટી પણ ખૂબ જ દમદાર છે. જો કે જ્યારે વાત લગ્નની આવે છે, ત્યારે તે તેનાથી ખૂબ દૂર રહેવાનું પસંદ કરે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને લગ્નની જવાબદારીઓથી ડર લાગે છે. બસ આ જ કારણ છે કે તે 46 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે.

રાહુલ ખન્ના: અભિનેતા, લેખક અને વીજે રાહુલ ખન્ના પણ તેના ભાઈ અક્ષય ખન્નાની જેમ લગ્ન કરવાનું પસંદ કરતા નથી. અક્ષયની ફેન ફોલોઇંગમાં મોટાભાગે છોકરીઓ જ શામેલ છે, પરંતુ છતા પણ તે લગ્નના બંધનમાં બંધાવા ઈચ્છતા નથી. તેમની ઉંમર 49 વર્ષ થઈ ગઈ છે અને લગ્ન કરવાનો હજુ પણ કોઈ ઈરાદો નથી.

ઉદય ચોપરા: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પુત્ર ઉદય ચોપરા પાસે પૈસાની કોઈ કમી નથી. તે શમિતા શેટ્ટીથી લઈને નરગિસ ફાખરી સુધી ઘણી બોલિવૂડ હિરોઈનોને પણ ડેટ કરી ચુક્યા છે. પરંતુ લગ્ન તેમને પસંદ નથી. તેને લાગે છે કે તે એકલા જ વધુ સુખી છે. હાલમાં તે 48 વર્ષના છે.

એકતા કપૂર: જીતેન્દ્રની પુત્રી એકતા કપૂર ટીવી અને ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. ટીવી સિરિયલોમાં તે ઘણી મહિલાઓના લગ્ન કરાવી ચુકી છે, પરંતુ પોતે ક્યારેય લગ્ન કરવામાં રસ બતાવતી નથી. જોકે તેને માતા બનવાનો શોખ જરૂર છે, તેથી તે બે વર્ષ પહેલા સરોગસી દ્વારા લગ્ન કર્યા વગર માતા બની ચુકી છે.

કરણ જોહર: 49 વર્ષના કરણ જોહર પણ લગ્ન જેવી ચીજોથી દૂર રહેવાનું પસંદ કરે છે. એકતાની જેમ તે પણ સરોગસી દ્વારા બે બાળકો (યશ અને રૂહી) ના પિતા બની ચુક્યા છે.

સલમાન ખાન: સલમાન ખાનના લગ્ન રાષ્ટ્રીય મુદ્દો બની ગયા છે. દરેક વ્યક્તિ એ જાણવા ઈચ્છે છે કે તેમની કુંડળીમાં લગ્ન ક્યારે લખ્યા છે. જોકે 55 વર્ષની ઉંમરમાં પણ ભાઈજાનને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી.

તનિષા મુખર્જી: અજય દેવગનની સાળી એટલે કે કાજોલની બહેન તનીષા મુખર્જી પણ લગ્નના ચક્કરમાં પડી નથી. તે ઉદય ચોપરા અને અરમાન કોહલીને ડેટ જરૂર કરી ચુકી છે, પરંતુ લગ્ન સુધી વાત કોઈ સાથે પહોંચી શકી નથી. તેથી તે 43 વર્ષની ઉંમરમાં પણ ઘરે કુંવારી બેઠી છે.

તુષાર કપૂર: પુત્ર તુષાર કપૂર પણ જીવનના 44 વર્ષ લગ્ન વગર પસાર કરી ચુક્યા છે. જોકે તે પણ પોતાની બહેન એકતા કપૂરની જેમ સરોગેસી દ્વારા પુત્ર લક્ષ્યના પિતા બની ચુક્યા છે.