હાર્ટ એટેક આવવાથી આ 10 સ્ટાર્સનું થયું છે નિધન, આ 2 સ્ટાર્સ તો ઉંઘમાં જ દુનિયા છોડીને ચાલ્યા ગયા

બોલિવુડ

થોડા દિવસો પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીને તે સમયે ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે નાના પડદાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું. માત્ર 40 વર્ષની ઉંમરમાં તે બધાને છોડીને ચાલ્યા ગયા.

જણાવી દઈએ કે અભિનેતાનું નિધન હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ નિધનનું કારણ હાર્ટ એટેક જ જણાવવામાં આવ્યું હતું. જોકે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અન્ય ઘણા સ્ટાર્સ એવા રહ્યા છે જેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. ચાલો આજે તમને આવા જ 9 સ્ટાર્સ વિશે જણાવીએ.

રાજ કૌશલ: રાજ થોડા અઠવાડિયા પહેલા જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જણાવી દઈએ કે રાજ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. સાથે જ તે અભિનેત્રી મંદિરા બેદીના પતિ હતા. આ વર્ષે 30 જૂને હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. તે સમય દરમિયાન તેમની ઉંમર માત્ર 49 વર્ષ હતી. જણાવી દઈએ કે હોસ્પિટલ લઈ જતી વખતે રાજનું વચ્ચે જ નિધન થઈ ગયું હતું.

રાજીવ કપૂર: રાજીવ કપૂર દિગ્ગઝ નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા રાજ કપૂરના પુત્ર અને ઋષિ કપૂર-રણધીર કપૂરના નાના ભાઈ હતા. માત્ર 58 વર્ષની ઉંમરમાં આ વર્ષની શરૂઆતમાં રાજીવનું નિધન થયું હતું. જણાવી દઈએ કે રાજીવનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. 9 ફેબ્રુઆરી 2021 ના રોજ મુંબઈમાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

સરોજ ખાન: સરોજ ખાન હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફરોમાંથી એક રહી છે. ગયા વર્ષે સરોજ ખાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 71 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે સરોજનું અવસાન થયું હતું. 3 જુલાઈ 2020 ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.

રીમા લાગૂ: હવે વાત કરીએ પ્રખ્યાત અભિનેત્રી રીમા લાગુ વિશે. હિન્દી ફિલ્મોમાં રીમાને માતાની ભૂમિકાથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. તેમણે હિન્દી સિનેમાની સાથે જ નાના પડદા પર પણ કામ કર્યું હતું. તે લગભગ 4 વર્ષ પહેલા દુનિયા છોડી ચુકી છે. તેમના નિધનનું કારણ પણ હાર્ટ એટેક હતું. રીમાએ 18 મે 2017 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

ઈન્દર કુમાર: ઈન્દર કુમાર હિન્દી સિનેમાના એક પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. તેની કારકિર્દી સારી રીતે ચાલી રહી હતી, જોકે વર્ષ 2011 માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ઉડતા હેલિકોપ્ટરથી સીધા જમીન પર પડ્યા હતા. આવી સ્થિતિમાં તેની કારકિર્દી જોખમમાં પડી ગઈ હતી. તેના શરીરે તેનો સાથ આપવાનું બંધ કરી દીધું હતું અને 44 વર્ષની ઉંમરમાં તેને હાર્ટ એટેક આવ્યો. 4 જુલાઈ 2017 ના રોજ તે બધાને છોડીને ચાલ્યા ગયા હતા.

ઓમ પુરી: ઓમ પુરી હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા હતા. તે દાયકાઓથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા હતા અને પોતાની સુંદર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે માત્ર 66 વર્ષની ઉંમરમાં ઓમ પુરીનું નિધન થયું હતું. તે પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. 6 જાન્યુઆરી 2017 ના રોજ ઓમ પુરીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ દુનિયામાંથી ચાલ્યા ગયા.

સંજીવ કુમાર: સંજીવ કુમારને ફિલ્મ ‘શોલે’માં નિભાવેલા ઠાકુરના પાત્રથી મોટી અને ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મ તેની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. માત્ર 48 વર્ષની ઉંમરે સંજીવ આપણે બધાને છોડીને ચાલ્યા ગયા હતા. જણાવી દઈએ કે 6 નવેમ્બર, 1985 ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ કરોડો ચાહકોના દિલ તોડીને કાયમ માટે ચાલ્યા ગયા હતા.

વિનોદ મહેરા: અભિનેતા વિનોદ મહેરાએ હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જોકે તેમને કોઈ મોટી ઓળખ મળી ન હતી. માત્ર 45 વર્ષની ઉંમરમાં જ વિનોદ મહેરાનું નિધન થયું. વિનોદે 30 ઓક્ટોબર 1990 ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.

કિશોર કુમાર: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને સિંગર કિશોર કુમારનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પોતાની દરેક સ્ટાઈલથી કિશોર દર્શકોનું દિલ જીતી લેતા હતા. નાની ઉંમરમાં તેમનું 13 ઓક્ટોબર 1987 ના રોજ નિધન થઈ ગયું હતું.