આ દુનિયામાં દરેકને કામ કરવા માટે કોઈને કોઈ કિંમત જરૂર મળે છે, પછી ભલે તે કોઈ મજૂર હોય કે પછી કોઈ મોટી જગ્યા પર કામ કરતો કર્મચારી. દરેક વ્યક્તિને તેની ક્ષમતા મુજબ પગાર આપવામાં આવે છે, પરંતુ સૌથી વધુ પૈસા ફિલ્મી દુનિયામાં પડે છે. ત્યારે તો સેલિબ્રિટીઓ પોતાની સાથે રહીને કામ કરનારાઓને મોટી સેલેરી આપે છે, જે વધુ અભ્યાસ કરીને કમાણી કરનારને પણ નથી મળતી. પરંતુ બોલીવુડના કેટલાક સ્ટાર્સ પોતાના બોડી ગાર્ડ્સને એક વર્ષમાં એટલો પગાર આપે છે કે જેની કમાણી કરવામાં એક સામાન્ય માણસનું જીવન પસાર થઈ જાય છે. તમે બોલિવૂડ ઇવેન્ટ અથવા ફિલ્મ પ્રમોશન દરમિયાન ફિલ્મ સ્ટાર્સ સાથે એક એવી વ્યક્તિને જરૂર જોઈ હશે જે તેમને પ્રોટેક્ટ કરે છે. તેના માટે બોલીવુડના આ કલાકારો પોતાના બોડીગાર્ડસને આપે છે કરોડોમાં પગાર, તેમનો આ પગાર વાર્ષિક હોય છે. તેના બદલામાં આ બોડીગાર્ડ્સે તેમનું 24 કલાક ધ્યાન રાખવું પડે છે. આ પણ ખૂબ મોટું કામ છે જ્યારે તમે પોતાના પરિવારથી દૂર માત્ર આ સ્ટાર્સની સુરક્ષા માટે રહો છો.
આમિર ખાનનો બોડીગાર્ડ યુવરાજ ઘોરપડે: બોલિવૂડના મિસ્ટરશ્રી પરફેક્શનિસ્ટના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે અને તેની સાથે હંમેશા તેનો બોડીગાર્ડ રહે છે. આમિર ખાન તેની દરેક ફિલ્મો સાથે એક રેકોર્ડ બનાવે છે અને તેમની સુરક્ષા કરનારને દર વર્ષે 2 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. મતલબ કે તેઓ પોતાની સુરક્ષામાં જ મહિનામાં લાખો રૂપિયા ચૂકવે છે. એટલે કે મહીનામાં લાખો રૂપિયાની ચુકવણી તે માત્ર પોતાની સુરક્ષા માટે કરે છે.
અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ જિતેન્દ્ર સિંહ: મેગાસ્ટારને દરેક લોકોથી બચાવે છે તેમનો બોડીગાર્ડ જિતેંદ્ર સિંહ જે તેમની સુરક્ષામાં કોઈ કસર નથી છોડતા. બચ્ચન સાહેબ દર વર્ષે પોતાના બોડીગાર્ડને પગાર તરીકે 1.5 કરોડ રૂપિયા આપે છે અને બદલામાં જીતેન્દ્ર અમિતાભ બચ્ચન પર 24 કલાક નજર રાખે છે.
અક્ષય કુમારનો બોડીગાર્ડ શ્રેયસ ઠેલે: એક્શન હીરો અક્ષય કુમાર પણ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે. અક્ષય પોતાની સુરક્ષા કરનાર બોડીગાર્ડને દર વર્ષે 1.2 કરોડ રૂપિયા પગાર તરીકે આપે છે, જેમાં તે રવિવારના દિવસે પોતાની જેમ પોતાના બોડીગાર્ડને પણ રજા પર જ રાખે છે.
સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા: સલમાન ખાને પોતાના બોડીગાર્ડ શેરાને પોતાની ફિલ્મ બોડીગાર્ડમાં કેમિયો કરાવ્યો હતો. આ ઉપરાંત શેરા સલમાનનું 24 કલાક રક્ષણ કરે છે અને સલમાન તેના માટે તેને 2 કરોડની મોટી રકમ આપે છે.
શાહરુખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ: કિંગ ખાન ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ છે અને ઘણી વખત તે દુનિયાભરમાં મુસાફરી કરે છે. શાહરુખ ખાને પોતાના બોડીગાર્ડનું નામ રવિ સિંહ જણાવ્યું હતું અને રવિ ઘણા વર્ષોથી શાહરૂખ ખાનને સામાન્ય લોકોથી પ્રોટેક્ટ કરી રહ્યો છે. શાહરુખ પોતાના બોડી ગાર્ડને સૌથી વધુ પગાર આપે છે. સમાચાર મુજબ શાહરૂખ તેના બોડીગાર્ડને વાર્ષિક 2.5 કરોડ રૂપિયા આપે છે.