આ 11 સ્ટાર્સે માયાનગરી મુંબઈથી બનાવી લીધું છે અંતર, જાણો શું છે તેનું કારણ

મનોરંજન

મુંબઈ એક ચકાચોંધથી ભરેલું શહેર છે. જ્યાં દરેક યુવક પોતાના સપના લઈને આવવા ઈચ્છે છે. તેમાંનાથી ઘણા આવે છે તો ઘણા
લોકોનું સ્વપ્ન, સ્વપ્ન બનીને જ રહી જાઈ છે. ટીવીની દુનિયા ખરેખર વિચિત્ર છે. જ્યાં દરેકને સંપૂર્ણ ખ્યાતિ અને સંપત્તિ મળવી નસીબ નથી હોતું. જણાવી દઈએ કે અહીં આવનારા ચહેરાની એક મોટી સંખ્યા છે. જે પોતાનું નસીબ અને ટેલેંટને અજમાવવા આવે છે તો સાથે જ બધા સેલેબ્સે તો મુંબઈ શહેર પણ છોડી દીધું છે. તે બધાની પોત-પોતાની મજબૂરીઓ છે તો કોઈએ ધંધાને કારણે પણ આ શહેરને ટા-ટા-બાય-બાય કહી દીધું છે. ચાલો જાણીએ આવા જ લોકો વિશે. જે મુંબઈ તો આવ્યા તેમના નસીબની નવી પંક્તિ લખવા માટે, પરંતુ કેટલાક નિરાશ થઈને પાછા ફર્યા, તો કેટલાક સફળતા સાથે.

મોહેના કુમારી સિંહ: જણાવી દઈએ કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી સિંહે લગ્ન પહેલા એક્ટિંગની દુનિયાને અલવિદા
કહી દીધું હતું. હવે મોહિના મુંબઈમાં નથી રહેતી. આ દિવસોમાં મોહિના બ્લોગિંગ દ્વારા ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

નારાયણી શાસ્ત્રી: મુંબઈના ટ્રાફિકથી પરેશાન થઈને નારાયણીએ ગોવામાં સેટલ થવાનો નિર્ણય લીધો. ચોંકાવનારી વાત એ છે કે
નારાયણીનો જન્મ મુંબઈમાં જ થયો છે.

શ્વેતા સાલ્વે: શ્વેતા સાલ્વે થોડા સમય પહેલા જ તેના પતિ સાથે ગોવા શિફ્ટ થઈ છે. ગોવામાં તે તેના પતિ સાથે એક રેસ્ટોરંટ ચલાવે છે.

સંગ્રામ સિંહ: યે હૈ મોહબ્બતેંમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર સંગ્રામ સિંહે લગ્ન પછી પારિવારના વ્યવસાયમાં જોડાવાનું મન બનાવ્યું અને આ દિવસોમાં તે નોર્વેમાં છે.

રૂચા હસબ્નીસ: સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી રૂચાએ લગ્ન પછી એક્ટિંગ જગતને ટા-ટા બાય-બાય કહી દીધું હતું. હવે રૂચાએ લગ્ન પછી સાત સમંદર પાર જ પોતાની દુનિયા વસાવી લીધી છે.

અમિત સરીન: પત્નીના હોલીવુડ પ્રોજેક્ટને કારણે અમિતે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો હતો અને તે તેના નિર્ણયથી ખૂબ જ ખુશ
પણ છે.

સૌમ્યા શેઠ: સૌમ્યાએ વર્ષ 2017 માં લગ્ન કરી લીધા હતા અને હવે તે પણ યુએસમાં રહે છે.

મિહિકા વર્મા: યે હૈ મોહબ્બતેં ફેમ મિહિકા પણ યુએસમાં છે. લગ્ન પછી મિહિકાએ પણ એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

મેઘા ​​ગુપ્તા: અભિનેત્રી મેઘા ગુપ્તાએ પતિથી અલગ થયા પછી ગોવા આવવાનો નિર્ણય લીધો. ગોવામાં મેઘાએ પોતાનું ઘર લીધું છે.

રાકેશ બાપટ: રિદ્ધિ ડોગરા સાથે છુટાછેડા લીધા પછી રાકેશ હવે તેના હોમટાઉનમાં જ રહે છે. કોઈ પ્રોજેક્ટ હાથમાં આવતાં જ તે વચ્ચે વચ્ચે મુંબઈ આવતા રહે છે. આ સમયે રાકેશ બિગ બોસ OTT માં જોવા મળે છે.

અનસ રશીદ: તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે અનસ પોતાના હોમટાઉનમાં રહેવા લાગ્યા છે. અનસે પરિવારના સભ્યો
સાથે રહેવા માટે જ મુંબઈ શહેરને અલવિદા કહ્યું છે.