પરિવારની વિરુદ્ધ જઈને આ સ્ટાર્સે કર્યા હતા લગ્ન, નંબર 4 એ તો ઘરના પાડોશી સાથે કર્યા હતા લગ્ન

બોલિવુડ

પ્રેમ ન તો પોતે દેખાઈ છે અને ન તો ગુનિયા જુકે છે જ્યારે તે થઈ જાય છે બસ ત્યારે તે થઈ જાય છે. આ વાતો તે લોકો પર લાગૂ થાય છે જેમણે પોતાના પ્રેમ માટે બધુ ભુલાવી દીધું હતું. પોતાના પ્રેમ માટે ઘરના સભ્યો તો શું દુનિયા સામે પણ આ લોકો સામે ઉભા થઈ જાઈ છે. આ સ્ટોરીઓ ફિલ્મોમાં જ નહિં પરંતુ આપણી રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. બોલીવુડમાં પણ ઘણી પ્રખ્યાત કપલ્સ એવી છે જેમના ઘરના સભ્યોએ તેમના પ્રેમનો સ્વીકાર ન કર્યો તો તેમણે પ્રેમ માટે પોતાનું ઘર છોડવાનું કબૂલ કર્યું હતું.

શક્તિ કપૂર અને શિવાંગી કપૂર: શક્તિ કપૂર પણ બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંના એક છે. વર્ષ 1980 થી 1982 દરમિયાન શક્તિ કપૂર અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીની બહેન શિવાંગી સિક્રેટ ડેટિંગ કરી રહ્યા હતા. તે બંને એક બીજા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ તેમના માતાપિતા તૈયાર ન થયા. તેથી તે બંનેએ પોતાના ઘરથી ભાગીને 1982 માં લગ્ન કર્યા હતા. શિવાંગીના ઘરના લોકોને આ સંબંધ મંજૂર ન હતો તેથી આ બંને ભાગી ગયા હતા.

આમિર ખાન અને રીના દત્તા: આમિર ખાને બે લગ્નો કર્યા છે. તેમના પહેલા લગ્નની સ્ટોરી પણ કંઈક આવી જ છે. તેણે રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યાં હતા. બંને એકબીજાને બાળપણથી જ ઓળખતા હતા, બંને પાડોશી હતા. એકવાર આમિરે તેને 21 મા જન્મદિવસ પર લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. બંનેના પ્રેમ વચ્ચે ધર્મની દિવાલ આવી હતી. 18 એપ્રિલ 1986 ના રોજ આમિર અને રીના એ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં હતા. આ બંનેને બે બાળકો છે જુનાદ અને ઇરા.

શમ્મી કપૂર અને ગીતા બાલી: બોલીવુડનો સૌથી પ્રખ્યાત પરિવાર કપૂર પરિવારમાં પણ ઘણા લવ અફેયર રહ્યા છે. કપૂર પરિવારના જબરદસ્ત વ્યક્તિ શમ્મી કપૂરે પણ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. રાનીખેતમાં ‘રંગીન રાતે’ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન ગીતા બાલી સાથે તેમને પ્રેમ થયો હતો. મુંબઈના એક મંદિરમાં 1955 માં સવારે 5 વાગ્યે તેઓએ લગ્ન કર્યા.

 

જે.પી.દત્તા અને બિંડિયા ગોસ્વામી: જે.પી.દત્તા બોલિવૂડમાં લેખક, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર તરીકે જાણીતા છે. જે.પી.દત્તા એ અભિનેત્રી બિંદીયા ગોસ્વામી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. બિંદિયા ગોસ્વામી તેમના કરતા 13 વર્ષ નાની હતી.

ભાગ્યશ્રી અને હિમાલય દસાની: ભાગ્ય શ્રી કેવી રીતે યાદ નહિં હોય. તેણે ‘મેને પ્યાર કિયા’ થી દેશભરના યુવાનોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમને પણ પોતાનો રેમ મેળવવા માટે ઘરના સભ્યોનો સાથ છોડવો પડ્યો હતો. ‘મેને પ્યાર કિયા’ પછી અભિનેત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેણે પોતાના બોયફ્રેન્ડ હિમાલય સાથે 21 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. તે હિમાલયને બાળપણથી જ ઓળખતી હતી. ઘરના સભ્યો રાજી ન થવાથી તેણે ભગીને લગ્ન કર્યા હતા.

પદ્મિની કોલ્હાપુરી અને પ્રદીપ શર્મા: પદ્મિની કોલ્હાપુરી પણ તેમના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં શામેલ હતી. તેનો પતિ પ્રદીપ શર્મા પ્રોડ્યૂસર છે, જેને ટુટુ શર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ્મિની કોલ્હાપુરી તેના સમયની ટોપ અભિનેત્રી હતી. બાંનેની પહેલી મુલાકત પણ ફિલ્મ દરમિયાન થઈ હતી. સમાજ અને સમુદાય આ બંનેને એક બીજાના બનતા અટકાવી રહ્યા હતા. બંને ઘરેથી ભાગીને 14 ઓગસ્ટ, 1986 ના રોજ લગ્ન કરી લીધા હતા.

ગુરમીત અને દેબીના: ગુરમીત ચૌધરી અને તેની પત્ની દેબીના બેનર્જીએ પણ ઘરના સભ્યોથી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. તેમણે15 ફેબ્રુઆરી, 2011 ના રોજ લગ્ન કર્યા હતાં. પરંતુ આ બંને એ વર્ષ 2006 માં જ લગ્ન કર્યા હતા.

શશી કપૂર અને જેનિફર કેન્ડલ: કોલકાતામાં પૃથ્વી થિયેટર અને શેક્સપિયરિયન ગ્રુપ 1956 માં સાથે કામ કરી રહ્યા હતા. સૌમ્યા અને શાંત શશી કપૂરની નજર થિયેટરમાં જેનિફર સાથે એક થઈ ગઈ હતી. શશી તેને જોઈને જ ફિદા થઈ ગયો હતો. બંને એક બીજાને મળવા લાગ્યા અને બંનેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ. જેનિફરના પિતા આ સંબંધથી નારાજ હતા. આ બંને એ 1958 માં મુંબઈમાં લગ્ન કર્યા હતા.