શાહરૂખ-સલમાનથી લઈને દીપિકા-પ્રિયંકા સુધી, કેમેરો બંધ થતાંની સાથે જ આ રીતે કરવા લાગે છે મસ્તી, જુવો તસવીરો

બોલિવુડ

લાઇટ, કેમેરા, એક્શન આ શબ્દો સાંભળતાની સાથે જ ફિલ્મના સેટ પર ઉભેલા કલાકારો પોતાના કામ માટે તૈયાર થઈ જાય છે અને પોતાના સીન શૂટ કરવા લાગે છે. આ દરમિયાન તે બધું ભૂલીને માત્ર તે જ કરે છે જે તેમને ડાયરેક્ટર કહે છે અને જે સ્ક્રિપ્ટની માંગ હોય છે. જો કે ત્યાર પછી કલાકારો પોતાની મસ્તીમાં જીવે છે. કેમેરાની પાછળ દરેક કલાકાર પોતાના અસલી રંગમાં જોવા મળે છે. આવી જ કેટલીક તસવીરો અમે તમને ફિલ્મના શૂટિંગ સમયની બતાવી રહ્યા છીએ, જ્યારે હિન્દી સિનેમાના કલાકારો એક અલગ જ રંગમાં જોવા મળ્યા હતા.

બાહુબલી: ફિલ્મ બાહુબલી દક્ષિણ ભારતીય સિનેમા અને ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંથી એક રહી છે. ફિલ્મના બંને ભાગ એ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસે નિભાવી હતી. આ ફિલ્મને ભારતની સાથે જ દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલીએ કર્યું હતું. સાથે જ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં રાણા દગ્ગુબાતી પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં દુશ્મનની ભુમિકામાં જોવા મળેલા પ્રભાસ અને રાણા કેમેરા પાછળ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

દબંગ: ફિલ્મ દબંગ સલમાન ખાનની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન સલમાનના નાના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાને કર્યું હતું. સલમાન સાથે કોઈ સીન પર ચર્ચા કરી રહેલા અરબાઝ ખાન.

જોધા અકબર: હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને રિતિક રોશન સાથે ફિલ્મ ‘જોધા અકબર’માં કામ કર્યું હતું. ઘોડા પર બેઠેલી એશ્વર્યા ટીમ સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

કુછ કુછ હોતા હૈ: ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ખૂબ સફળ રહી હતી. તેનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું. આ તસવીરમાં કરણ જોહર શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે.

ચમેલી: કરીના કપૂરની આ તસવીરમાં સ્પષ્ટતા કરી રહી છે કે અભિનેત્રી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ચમેલી’ દરમિયાન બ્રેક દરમિયાન કરીના ડાન્સ કરવા લાગી હતી અને તેને કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

કહો ના પ્યાર હૈ: કહો ના પ્યાર હૈ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિતિક રોશન અને અમીષા પટેલ બંનેની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી. બંને કલાકારોની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ રિતિકના પિતા રાકેશ રોશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ તસવીરમાં રાકેશ અમીષાને ડાન્સ સ્ટેપ વિશે જણાવી રહ્યો છે.

બાજીરાવ મસ્તાની: ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ખૂબ સફળ રહી હતી. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા બંને અભિનેત્રીઓ જોવા મળી હતી. બ્રેક દરમિયાન બંને અભિનેત્રીઓ કંઈક આ સ્ટાઇલમાં થોડી મસ્તી કરતા જોવા મળી હતી.

પિંક: ફિલ્મ ‘પિંક’માં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે અભિનેત્રી તાપસી પન્નુ અને કીર્તિ કુલ્હારી જોવા મળી હતી. જ્યારે બંને અભિનેત્રીઓને બ્રેક મળ્યો ત્યારે તે ‘સદીના મેગાસ્ટાર’ સાથે સેલ્ફી લેવાનું ચૂકી નહીં.

સુલતાન: ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન સાથે અભિનેત્રી અનુષ્કા શર્માએ કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન બંને ખેતરમાંથી ટામેટાં તોડીને ખાતા જોવા મળ્યા હતા.

દંગલ: વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘દંગલ’ આમિર ખાનની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ છે. ફિલ્મ એ ધમાકેદાર કમાણી કરી હતી. જ્યારે આમિરને શૂટથી બ્રેક મળ્યો ત્યારે તે પોતાની ટીમ સાથે પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા.