શુક્રવારે સવારે આંખ ખોલતાની સાથે જ બોલો આ લક્ષ્મી મંત્ર, આવકમાં થવા લાગશે વધારો

ધાર્મિક

આજના જમાનામાં ઓછા પૈસાથી કોઈનો પણ ગુજારો થઈ શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વધુમાં વધુ પૈસા કમાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહે છે. જો કે આ પૈસા કમાવવાનું કનેક્શન તમારા નસીબ સાથે પણ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ છે તો પૈસા કમાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થાય છે. આ નસીબના કારણે મોટામાં મોટા કરોડપતિ પણ રસ્તા પર આવી ગયા છે. આવી સ્થિતિમાં જો તમે પોતાનું ધન-સંપત્તિ સંબંધિત નસીબનું તાળું ખોલવા ઈચ્છો છો તો તમારે માતા લક્ષ્મીના ચરણોમાં જવું પડશે. શાસ્ત્રો મુજબ લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવી લો છો તો ગરીબી તમને સ્પર્શ પણ નહિં કરી શકે.

હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે એવું શું કરવું જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય. તેના ઘણા ઉપાય છે, પરંતુ આજે અમે તમને એક સરળ અને સૌથી અસરકારક ઉપાય જણાવી રહ્યા છીએ. આ ઉપાય હેઠળ તમારે દર શુક્રવારે સવારે ઉઠીને લક્ષ્મી મંત્ર બોલવો જોઈએ. તેનાથી તમારું આખું અઠવાડિયું સારું બનશે. તમને કોઈપણ પ્રકારનું પૈસાનું નુક્સાન નહિં થાય. આ સાથે જ તમારી આવક પણ વધવા લાગશે. જોકે જે મંત્ર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે એક ખાસ રીતે બોલવો પડશે.

શુક્રવારે સવારે તમારી આંખ ખોલતાની સાથે જ તમારા પલંગ પર બેસો. ધ્યાનમાં રાખો કે તમારો ચહેરો પૂર્વ દિશામાં હોવો જોઈએ. હવે તમારા બંને હાથ જોડીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. ત્યાર પછી આ મંત્રના જાપ કરો- “ૐ હ્રીં શ્રીં ક્લીં અર્હ નમઃ મહાલક્ષ્મ્યૈ, ધરણેંદ્ર પદ્માવતી સહિતે હૂં શ્રી નમઃ।” આ મંત્ર તમારે 3 વખત બોલવો પડશે. આ દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન માતા લક્ષ્મીનું સ્મરણ કરવામાં લગાવો. જો શક્ય હોય તો તમારા સૂવાના રૂમમાં માતા લક્ષ્મીની તસવીર પણ લગાવી શકો છો. જો કે તે જરૂરી નથી. તમે મનની આંખોથી પણ તેમનું ધ્યાન કરી શકો છો.

આ મંત્રના જાપ કરવા ઉપરાંત તમે શુક્રવારે માતાના નામનું વ્રત પણ રાખો. સાથે જ લક્ષ્મીજીની સવાર અને સાંજ ઘીના દીવથી આરતી કરો. આ દરમિયાન તમે માતા સામે માથું ટેકાવીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી શકો છો. જો તમને પૈસા સાથે સંબંધિત કોઈ સમસ્યા છે, તો તેને માતાની સામે રાખો. માતા લક્ષ્મી તમારી આ ઈચ્છાને જરૂર પૂર્ણ કરશે.

જો કે આ ઉપાયની સાથે તમે મહેનત કરવામાં કોઈ કંજૂસાઈ ન કરો. માતા લક્ષ્મી તમને ખરાબ નસીબથી દૂર રાખી શકે છે, યોગ્ય રસ્તો બતાવી શકે છે પરંતુ છેલ્લે મહેનત તો તમારે જ કરવાની છે. તેથી તેમાં કોઈ કામચોરી ન કરો. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે ‘કામ કરતો જા ફળની ચિંતા ન કર’ તમે પણ આ વાત અપનાવી શકો છો.