ઘરની આ જગ્યા પર ભૂલથી પણ ન બનાવો પૂજા ઘર, આવું થવાથી શરૂ થાય છે બરબાદી

ધાર્મિક

ઘરમાં પૂજા સ્થળ હોવું શાસ્ત્રોમાં ખુબ જ જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘરમાં પૂજા સ્થળ હોવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને ઘરના લોકોને જીવનમાં પ્રગતિ મળે છે. જોકે ઘણા એવા લોકો છે જેમના ઘરમાં પૂજા સ્થળ હોય છે પરંતુ છતા પણ તેના ઘરનું વાતાવરણ ખરાબ રહે છે અને ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે. જો તમે પણ આ લોકોમાંના એક છો. તો તમે સમજી લો કે તમારા પૂજા ઘરમાં વાસ્તુ દોષ છે. વસ્તુ દોષ હોવાને કારણે જ પૂજા ઘર હોવા છતા પણ ઘરમાં અશાંતિ રહે છે અને પૂજા કરવાનું કોઈ ફળ મળતું નથી. વાસ્તુમાં પૂજા ઘર સાથે જોડાયેલા ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે અને આ નિયમો અનુસાર પૂજા ઘર હોવું જોઈએ. તો ચાલો જાણીએ પૂજા ઘર સાથે જોડાયેલા વાસ્તુ નિયમ.

પૂજા ઘરની દિશા: પૂજા ઘર હંમેશા ઈશા કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. કારણ કે આ દિશા એ સૌથી શુભ દિશા છે અને આ દિશામાં મંદિર હોવાથી પૂજા કરવાનો સીધો લાભ મળે છે. જો તમારું પૂજા ઘર આ દિશામાં નથી તો તરત જ તેને ઈશાન કોણમાં બનાવો.

પૂજા કરવાની દિશા: પૂજા કરતી વખતે તમે કઈ દિશામાં બેસો છો તેના પર પણ પૂજા કરવાનો લાભ આધારિત છે. પૂજા કરતી વખતે તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. વાસ્તુ અનુસાર, આ દિશા તરફ બેસીને પૂજા કરવાથી ધન લાભ મળે છે અને જે કાર્ય માટે પૂજા કરી રહ્યા છો, તે કાર્ય સફળ થાય છે. તેથી પૂજા કરતી વખતે તમારું મોં આ દિશા તરફ હોવું જોઈએ.

દરરોજ દીવો પ્રગટાવો: પૂજા ધરમાં દરરોજ પૂજા કરો અને દિવસમાં બે વખત દીવડા જરૂર પ્રગટાવો. દીવડા પ્રગટાવ્યા પછી શંખ જરૂર પ્રગટાવો. જે ઘરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જાનું વાતાવરણ રહે છે. એક દીવો તમે સવારે પ્રગટાવો અને બીજો સાંજના સમયે.

આ જગ્યા પર ન રાખો પૂજા ઘર: પૂજા ઘર ભૂલથી પણ સીડીઓની નીચે, સ્ટોરરૂમ અથવા બાથરૂમની પાસે ન બનાવો. આ જગ્યાઓ પર પૂજા ઘર હોવાથી પૂજા કરવાનો લાભ મળતો નથી. આ ઉપરાંત પૂજા ઘરમાં ખંડિત મૂર્તિ પણ ન રાખવી જોઈએ. સાથે જ મંદિરમાં ભગવાનની વધારે મૂર્તિ પણ ન રાખો. શક્ય હોય તો મંદિરમાં માત્ર પાંચ મૂર્તિ જ રાખવી જોઈએ. અને આ મૂર્તિઓ મંદિરમાં રાખતા પહેલા ગંગા જળથી સાફ કરો.

ન રાખો આ ચીજો: પૂજા ગહ્રમાં માત્ર ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રી હોવી જોઈએ. ઘણા લોકો પૂજા ગહ્રમાં ઘણી ચીજો રાખે છે જે ખોટું છે. પૂજા ગહ્રમાં પૂજાની સામગ્રી ઉપરાંત અન્ય ચીજો રાખવાથી પૂજા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.