ચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમામાં ઘણા કલાકારો વચ્ચે ભાઈ-ભાઈનો મજબૂત સંબંધ છે અને તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેમાં એક ભાઈ હિટ છે તો એક એક ફ્લોપ, તો બંને ભાઈઓની હિટ જોડી પણ અહીં જોવા મળે છે. ચાલો આજે તે કલાકારો વિશે જાણીએ જે પરસ્પર ભાઈ-ભાઈનો મજબૂત સંબંધ ધરાવે છે.

ચિરંજીવી અને પવન કલ્યાણ: ચિરંજીવી દક્ષિણ ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. તેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. સાથે જ ચિરંજીવીનો નાનો ભાઈ છે પવન કલ્યાણ. પવન કલ્યાણ અને ચિરંજીવી સગા ભાઈ છે અને બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ છે. પવન કલ્યાણ પણ સાઉથના એક હિટ સ્ટાર છે. બંનેના બોંડિંગને તસવીર દ્વારા તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો.

અલ્લુ અર્જુન અને અલ્લુ શિરીષ: અલ્લુ અર્જુન આજના સમયના એક મોટા સાઉથ સુપરસ્ટાર છે. અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ ભારતની સાથે જ ભારતની બહાર પણ છે. તમને જણાવી દઈએ કે અલ્લુના સગા ભાઈનું નામ અલ્લુ શિરીષ છે. અલ્લુ શિરીષ પણ એક ટોલીવુડ અભિનેતા છે, જોકે અલ્લુ શિરીષ પોતાના મોટા ભાઈ અલ્લુ અર્જુન જેટલા લોકપ્રિય નથી.

મહેશ બાબુ અને રમેશ બાબુ: મહેશ બાબુની ગણતરી દક્ષિણ ભારતીય સિનેમાના મોટા અને સમ્માનિત કલાકારોમાં થાય છે. વર્ષ 1999માં મુખ્ય અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મહેશ બાબુના સગા ભાઈનું નામ રમેશ બાબુ છે. 56 વર્ષના રમેશ બાબુ પણ એક અભિનેતા છે. જણાવી દઈએ કે રમેશ બાબુ, મહેશ બાબુના મોટા ભાઈ છે. રમેશ એક અભિનેતા હોવાની સાથે એક પ્રોડ્યુસર પણ છે.

થલાપતિ વિજય અને વિક્રાંત: થલાપતિ વિજય તમિલ સિનેમાના સુપરસ્ટાર છે. થલાપતિ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. તમને માહિતી માટે જણાવી દઈએ કે થલાપતિ વિજયના સગા ભાઈ વિક્રાંત છે અને વિક્રાંત પણ એક અભિનેતા છે. પરંતુ વિક્રાંત ભાઈ વિજય જેટલા લોકપ્રિય નથી.

નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની: સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ નાગા ચૈતન્ય છે અને નાના પુત્રનું નામ અખિલ અક્કીનેની છે, જોકે બંને પુત્રો સગા નથી. નાગાર્જુનને બંને પુત્રો અલગ-અલગ પત્નીઓથી છે. જોકે છતા પણ નાગા અને નિખિલ વચ્ચે સગા ભાઈઓની જેમ પ્રેમ છે. બંનેનો બોન્ડિંગ એકબીજા સાથે ખૂબ જ મજબૂત છે. બંને ભાઈઓએ પિતાની જેમ ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવી અને બંને પિતાની ખૂબ નજીક છે.

સૂર્યા અને કાર્થી: સૂર્યા પણ દક્ષિણ ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. સૂર્યના સગા ભાઈનું નામ કાર્થી છે. કાર્થી પણ એક જાણીતા અભિનેતા છે.

જુનિયર એનટીઆર અને કલ્યાણ રામ: જુનિયર એનટીઆર પણ સાઉથ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકાર છે અને તેમના ભાઈનું નામ કલ્યાણ રામ છે. જોકે બંને સગા ભાઈઓ નથી પરંતુ સાવકા ભાઈઓ છે. પરંતુ બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ સગા ભાઈઓ જેટલો જ મજબૂત છે.