સાઉથના આ 8 સુપરસ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુવો તેમના જેટની અંદરની તસવીરો

Uncategorized

વાહ લાઇફ હો તો એસી… સાઉથ સ્ટાર્સની આ તસવીરો જોયા પછી તમે પણ કંઈક એવું જ કહેશો. મહેશ બાબુથી લઈને અલ્લુ અર્જુન સુધી સાઉથની ફિલ્મોના ઘણા સ્ટાર્સ માત્ર લક્ઝરી ઘર અને લક્ઝરી કારના જ નહિં, પરંતુ સુંદર પ્રાઈવેટ જેટના પણ માલિક છે. હં. સ્ટાર્સે આ પ્રાઈવેટ જેટ્સની કિંમત લગભગ 50-80 કરોડ રૂપિયા વચ્ચે જણાવી છે. તેમના સુંદર પ્રાઈવેટ જેટ્સની તસવીરો તો તમારા પણ હોંશ ઉડાવી દેશે. અહીં જુવો તસવીરો.

રજનીકાંત: સાઉથથી લઈને બોલીવુડ સુધી પોતાનો સિક્કો જમાવી ચુકેલા રજનીકાંત પણ કોઈથી ઓછા નથી. તેમની લોકપ્રિયતા વિશે તો અમારે જણાવવાની જરૂર નથી. પરંતુ તે જરૂર જણાવી શકીએ છીએ કે તેમની પાસે પણ પ્રાઈવેટ જેટ છે. જેનો ઉપયોગ તે પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે કરે છે.

નાગાર્જુન અક્કીનેની: ફિલ્મ સ્ટાર નાગાર્જુન અક્કીનેની પાસે પણ ખૂબ જ સુંદર પ્રાઈવેટ જેટ છે. જેની ઝલક આ તસવીર દ્વાર તમે જોઈ શકો છો. ઘણીવાર અક્કીનેની પરિવાર આ પોતાના આ પ્રાઈવેટ જેટ દ્વારા જ મુસાફરી કરે છે.

પ્રભાસ: બાહુબલી ફેમ પ્રભાસ પણ તે સાઉથ સ્ટાર્સમાંથી એક છે જેમની પાસે પોતાનું જેટ છે અને તે તેનો ઉપયોગ પ્રોફેશનલ ટ્રીપ માટે કરે છે. તે સાઉથના સૌથી અમીર અભિનેતામાંથી એક છે.

અલ્લુ અર્જુન: આવી ચુકેલી ‘આર્ય’ થી લઈને આગામી ફિલ્મ ‘પુષ્પા’ સુધી અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. અને આ લોકપ્રિયતાને કારણે વધતો જઈ રહ્યો છે તેમની કામાણીનો આંકડો પણ. આજે અલ્લુ અર્જુન પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે અને તે ઘણી વખત પરિવાર સાથે આ પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા જોવા મળી ચુક્યા છે.

મહેશ બાબુ: સાઉથમાં પણ તે સ્ટાર્સની કોઈ કમી નથી જે પોતાની પર્સનલ લાઈફને કિંગ સાઈઝમાં જીવવાનું પસંદ કરે છે. મહેશ બાબુ પણ તેમાંથી એક છે. તેમનું ઘર કેટલું સુંદર છે તે તો અમે તમને જણાવી ચુકા છીએ પરંતુ શું તમે જાણો છો કે મહેશ બાબૂ પાસે પ્રાઈવેટ જેટ પણ છે જેમાં તે પરિવાર સાથે તો ક્યારેક પ્રોફેશનલ ટ્રિપ્સ પર જવા માટે ટ્રાવેલ કરે છે.

નયનતારા: માત્ર મેલ સ્ટાર્સ જ નહીં, સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા પણ ઘણી વખત પોતાના પ્રાઈવેટ જેટ દ્વારા મુસાફરી કરે છે. તે ઘણીવખત પોતાની રજાઓ માણવા માટે જવા માટે પોતાના પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરે છે. નયનતારાની ગણતરી સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાં થાય છે, નયનતારાએ પોતાની દમદાર એક્ટિંગના આધારે લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. નયનતારા સાઉથની સૌથી સુંદર અભિનેત્રી છે.

રામ ચરણ: ફિલ્મોનું શૂટિંગ હોય કે પછી ફિલ્મોનું પ્રમોશન રામ ચરણ પણ પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરે છે. માત્ર આટલું જ નહીં, પરિવાર સાથે વેકેશન પર જવા માટે પણ રામ ચરણ આ પ્રાઈવેટ જેટમાં ઉડાન ભરે છે. રામચરણે પોતાની દમદાર એક્ટિંગના આધારે પોતાની અલગ ઓળખ બનાવી છે. તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે.

જુનિયર એનટીઆર: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જુનિયર એનટીઆરએ 80 કરોડની કિંમતનું પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે અને તે તેમાં મુસાફરી કરે છે.