પ્રભાસ છે એન્જિનિયર તો અલ્લુ છે બીબીએ, જાણો કેટલું ભણેલા છે ટોલીવુડના આ 5 એક્શન હીરો

બોલિવુડ

ફિલ્મી દુનિયામાં આ દિવસોમાં ટોલીવુડના એક્શન હીરોના જલવા ચાલી રહ્યા છે. તેમની ફિલ્મો હિન્દીમાં ડબ થઈને આવી રહી છે અને હિન્દી ભાષી લોકો વચ્ચે ધૂમ મચાવી રહી છે. બાહુબલી હોય કે કેજીએફ હોય કે પછી પુષ્પા, એવી ન જાણે કેટલી ફિલ્મોના લોકો દિવાના બની ચુક્યા છે. સાઉથના સુપરસ્ટાર્સ પણ હવે હિન્દી ક્ષેત્રોને પસંદ આવવા લાગ્યા છે.

જોકે તેમના વિશે લોકો પાસે થોડી ઓછી માહિતી છે. ખાસ કરીને જ્યારે ટોલીવુડના સુપરસ્ટાર્સના અભ્યાસની વાત આવે છે, તો દર્શકો તેના વિશે વધુ જાણતા નથી. ચાલો તમારી આ સમસ્યાને અમે દૂર કરીએ. આજે અમે તમને જણાવીએ કે તમારા ફેવરિટ સાઉથ સ્ટાર કેટલું ભણેલા છે.

બાહુબલી ફેમ પ્રભાસ છે એન્જિનિયર: ટોલીવુડ હીરોનો જ્યારે ઉલ્લેખ થાય છે ત્યારે સૌથી પહેલું નામ જે સામે આવે છે તે પ્રભાસનું છે. તેની બાહુબલી ફિલ્મ એ એવી ધૂમ મચાવી છે કે દેશભરમાં તેની ફેન ફોલોવિંગ એ રેકોર્ડ તોડી દીધા. પ્રભાસ હૈદરાબાદના રહેવાસી છે અને આજ સુધી કુંવારા છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તે એન્જિનિયર છે. હા, તેમણે હૈદરાબાદની ચૈતન્ય કોલેજમાંથી બીટેકનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તે ફિલ્મી દુનિયામાં આવ્યા. પ્રભાસ દરેક ફિલ્મ માટે લગભગ 80 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

પુષ્પાના અલ્લુ પણ છે બીબીએ: હાલના સમયમાં જે ફિલ્મ એ ધૂમ મચાવી છે તે અલ્લુ અર્જુનની “પુષ્પા” છે. આ ફિલ્મમાં તેમણે એવી એક્ટિંગ કરી છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે ફિલ્મના ગીતો હોય કે ડાયલોગ, લોકોની જીભ પર છે. જોકે અલ્લુ પણ ઓછું ભણેલા નથી. તેમણે મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. અલ્લુએ પણ હૈદરાબાદથી અભ્યાસ કર્યો છે. તેમણે અહીંની MSR કોલેજમાંથી BBA કર્યું છે. ત્યાર પછી તે એક્ટિંગની દુનિયામાં આવી ગયા. અલ્લુ ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે.

KGFના યશ 12 પાસ: થોડા વર્ષો પહેલા કેજીએફ ફિલ્મ એ પણ લોકોની વચ્ચે સારી ઓળખ બનાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સુપરસ્ટાર યશ હતા. તેને આ ફિલ્મથી ખૂબ નામ મળ્યું. જો કે યશને વધારે ભણવાની તક ન મળી. તેમણે મૈસૂરથી માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ત્યાર પ્છી તે બેંગલોર આવી ગયા અને એક્ટિંગ કરવા લાગ્યા અને તેમની ગણતરી સુપર સ્ટાર્સમાં થાય છે.

ધનુષ અને મહેશ છે ગ્રેજ્યુએટ: અભિનેતા ધનુષ સાઉથની સાથે હિન્દી ફિલ્મોમાં પણ એક અલગ ઓળખ ધરાવે છે. ધનુષની વાત કરીએ તો તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે. તે ચેન્નઈથી 12 પાસ છે પરંતુ તેના પિતાની ઈચ્છા હતી કે તે ફિલ્મોમાં કામ કરે, આ કારણે તેમણે ફિલ્મોને કારકિર્દી બનાવી. પરંતુ પછી તેમણે BCA કર્યું. તેમણે તાજેતરમાં જ રજનીકાંતની પુત્રી સાથે છૂટાછેડા લીધા છે.

સાથે જ મહેશ બાબુની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. તેના નામે પણ ઘણી હિટ ફિલ્મો છે. તેમણે ચેન્નઈની લોયોલા કોલેજમાંથી બી.કોમ કર્યું છે. ત્યાર પછી તે એક્ટિંગ શીખવા લાગ્યા અને હીરો બની ગયા.