ન અલ્લૂ અર્જુન ન પ્રભાસ, આ છે સાઉથ ફિલ્મોના સૌથી મોંઘા હીરો, ફી જાણીને નહિં આવે વિશ્વાસ

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મોનું વર્ચસ્વ હવે લોકોની વચ્ચે ઘટી રહ્યું છે. સાથે જ બીજી તરફ સાઉથ સિનેમા એટલે કે ટોલીવુડ ફિલ્મોનો પ્રભાવ વધી રહ્યો છે. પહેલા ટોલીવુડના જલવા માત્ર દક્ષિણ ભારત સુધી જ હતા, પરંતુ હવે ઉત્તર ભારતમાં આ ફિલ્મોનો ખુમાર વધી રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર્સ પણ હવે ઘરે-ઘરે ઓળખાવા લાગ્યા છે. પ્રભાસ હોય કે અલ્લુ અર્જુન, તે દરેક લોકોની પસંદ બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે સાઉથના તે સુપરસ્ટાર કોણ છે જે સૌથી મોંઘા છે. જો તમે પ્રભાસ, અલ્લુ અર્જુન કે રજનીકાંત વિશે વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. અમે તમને જણાવીશું કે તે કોણ છે.

આ છે તે સુપરસ્ટાર છે જે પ્રભાસ અને અલ્લુ કરતા પણ વધુ લે છે ફી: બાહુબલી ફેમ પ્રભાસ હોય કે પુષ્પા ફેમ અલ્લુ અર્જુન, ફીની બાબતમાં બંનેને પાછળ છોડનાર અભિનેતાનું નામ વિજય છે. તેમનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. વિજયની ફિલ્મો સુપરહિટ રહે છે. આ કારણોસર તેમણે થોડા વર્ષોમાં તેની ફીમાં ભારે વધારો કર્યો.

પહેલા તે એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરતા હતા, પરંતુ “બીસ્ટ” ફિલ્મ માટે તેમણે 100 કરોડ રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે. હવે તેની ફી આટલી વધી ગઈ છે. આ પહેલા રજનીકાંતે એક ફિલ્મ માટે 90 કરોડ લીધા હતા.

આટલી છે બાહુબલી ફેમ પ્રભાસની ફી: વિજય પછી જો કોઈનો નંબર આવે છે તો તે પ્રભાસ છે. બાહુબલી ફિલ્મ દ્વારા ઘર-ઘરમાં ઓળખ બનાવનાર પ્રભાસ પણ વિજયથી થોડા જ પાછળ છે. તે પણ એક ફિલ્મ માટે 80 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમણે પોતાની ફીમાં આટલો મોટો વધારો બાહુબલીની સફળતા પછી કર્યો છે. આ ફિલ્મ એ તેમની બ્રાન્ડ વેલ્યુમાં ખૂબ વધારો કર્યો છે.

આ સાથે તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લઈને ખાનગી રોકાણ દ્વારા પણ સારી કમાણી કરે છે. તેની બ્રાન્ડ વેલ્યુની ગતિ જોઈને લાગે છે કે તે આવનારા સમયમાં માત્ર ટોલીવુડના જ નહીં પરંતુ ભારતના સૌથી મોંઘા અભિનેતા બની જશે. સાથે જ અંગત જીવનની વાત કરીએ તો પ્રભાસ હજુ સુધી કુંવારા છે પરંતુ ટૂંક સમયમાં તે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

એક ફિલ્મ માટે આટલો ચાર્જ કરે છે અલ્લુ અર્જુન: આ દિવસોમાં પુષ્પા ફિલ્મનો ઉત્સાહ દેશના લોકોના માથા પર ચઢેલો છે. પોતાની ફિલ્મ દ્વારા અલ્લુ અર્જુન લોકોના ફેવરિટ હીરો તરીકે ઉભરી આવ્યા છે. કોઈપણ ફિલ્મમાં અલ્લુની હાજરી સફળતાની ગેરંટી માનવામાં આવે છે. જો તેમની ફીની વાત કરીએ તો તે પણ વિજય અને પ્રભાસથી પાછળ નથી.

અલ્લુ એક ફિલ્મ માટે 70 થી 80 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પુષ્પા ફિલ્મની સફળતા પછી તેમણે પોતાની ફીમાં પણ મોટો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે અલ્લુને મોંઘી કારનો ખૂબ જ શોખ છે. તેમની પાસે મોટી-મોટી બ્રાન્ડની ઘણી કાર છે. આટલું જ નહીં તે 100 કરોડના બંગલાના માલિક પણ છે. તેમની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે જે હાઉસ વાઈફ છે. બંનેને બે બાળકો છે.