એક ફિલ્મમાં જોવા મળવા માટે આટલી અધધધ ફી ચાર્જ કરે છે સાઉથની આ 10 પ્રખ્યાત અભિનેત્રીઓ, જાણો કોની ફી છે સૌથી વધુ

બોલિવુડ

સમયની સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજે આપણા દેશની કેટલીક સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શામેલ થઈ ચુકી છે અને આ કારણે આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સની માંગ પણ ખૂબ વધી ચુકી છે. આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટ દ્વારા, અમે તમને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, અને તમને જણાવવા જઈ રહ્યા છીએ કે છેવટે આજે આ અભિનેત્રીઓ એક ફિલ્મમાં જોવા મળવા માટે કેટલી ફી ચાર્જ કરે છે.

અનુષ્કા શેટ્ટી: વર્તમાન સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં શામેલ અનુષ્કા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મો માટે સૌથી વધુ પૈસા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આજે અનુષ્કા શેટ્ટી માત્ર એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રશ્મિકા મંદાના: તાજેતરમાં રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પામાં મુખ્ય ભુમિકામાં જોવા મળેલી અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છવાયેલી છે. રશ્મિકા એક ફિલ્મ માટે લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

સામંથા રૂથ પ્રભુ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એક ફિલ્મ માટે લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે ફિલ્મ પુષ્પા માં આઈટમ સોંગ માટે અભિનેત્રીએ પૂરા 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

પૂજા હેગડે: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અન્ય ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી, પૂજા હેગડે પણ આ લિસ્ટમાં શામેલ છે, જેમણે અભિનેતા પ્રભાસ સાથે પોતાની ફિલ્મ રાધેશ્યામ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

નયનતારા: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ખૂબ જ પ્રખ્યાત અને સફળ અભિનેત્રીઓમાં શામેલ અભિનેત્રી નયનતારા પોતાની એક ફિલ્મ માટે લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કીર્તિ સુરેશ: ખૂબ જ નાની ઉંમરેમાં એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી કીર્તિ સુરેશ આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક પ્રખ્યાત અને જાણીતી અભિનેત્રીઓમાં શામેલ છે. કીર્તિ સુરેશ હાલના સમયમાં એક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

તમન્ના ભાટિયા: વર્ષ 2005માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. અભિનેત્રી તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે લગભગ 1 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કાજલ અગ્રવાલ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રીઓમાં શામેલ અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ બોલીવુડમાં જોવા મળી ચુકી છે. જો વર્તમાન સમયની વાત કરીએ તો કાજલ અગ્રવાલ એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રામ્યા કૃષ્ણન: બાહુબલી ફિલ્મમાં જોવા મળ્યા પછી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી રામ્યા કૃષ્ણન ઇન્ડસ્ટ્રીની સીનિયર અભિનેત્રીઓમાં શામેલ છે, જે એક ફિલ્મમાં જોવા મળવા માટે લગભગ 1 થી 2 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે.

રકુલ પ્રીત સિંહ: સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ એક ફિલ્મ માટે લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જણાવી દઈએ કે, રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.