ગણેશજી માટે આ કામ કરવાથી ટૂંક સમયમાં પૂર્ણ થાય છે દરેક ઈચ્છા, મળે છે ઈચ્છિત ફળ

ધાર્મિક

આપણા બધાના મનમાં ઘણી ઇચ્છાઓ દબાયેલી હોય છે. તેમાંથી કેટલીક પૂર્ણ થાય છે તો કેટલીક અધૂરી રહી જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારી અધૂરી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે ગણેશના ચરણોમાં જઈ શકો છો. ગણેશજીને આપણે ભાગ્યવિધાતા પણ કહીએ છીએ. તેમની પાસે કોઈપણ વ્યક્તિનું નસીબ બદલવાની શક્તિ હોય છે. ઇચ્છાઓ પૂર્ણ થવામાં નસીબ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેથી જો તમારી કોઈ ઇચ્છા અધૂરી છે અને તમે તેને પૂર્ણ કરવા ઈચ્છો છો, તો ગણેશજી તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે માત્ર ત્રણ વિશેષ કામ કરવા પડશે. આ કાર્યો નીચે મુજબ છે.

શુદ્ધ ઘીના મોતીચુર ના લાડુ: ગણપતિ બાપ્પાને લાડુ ખૂબ પસંદ છે. આ તેની પ્રિય વાનગીઓમાંથી એક છે. જો તમારા મનમાં કોઈ ઇચ્છા છે તો તમે ગણેશ મંદિરે જાઓ અને તે ઇચ્છા પૂર્ણ થવા માટે માનતા કરો. તમારે આ મનતા લેવી પડશે કે તમારી ઈચ્છા પૂર્ણ થયા પછી તમે પ્રસાદના રૂપમાં આટલા કિલો લાડુ ચળાવશો. આ વાતનું ધ્યાન રાખો કે લાડુ ભલે ઓછા ચળાવો પરંતુ તે શુદ્ધ ઘીના હોવા જોઈએ. જ્યારે તમારી ઇચ્છા પૂર્ણ થાય છે, ત્યારે તમારી માનતા ઉતારવાનું ન ભૂલો. જો તમે લાડુ ચળાવવાનું ભૂલી જાઓ છો તો તમારું બનેલું કામ પણ બગડી શકે છે.

કેળાના પાનની વિશેષ પૂજા: બુધવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. ત્યાર પછી કેળાનું એક પાન લો અને તેના પર ગણેશની મૂર્તિ રાખો. સાથે જ ગણેશની જમણી બાજુ ઘઉંની ઢગલી કરો, જ્યારે ડાબી બાજુ સોપારી રાખો. ત્યાર પછી ગણેશની આરતી કરો અને આ મંત્રના 21 વાર જાપ કરો – “ૐ વક્રતુન્ડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ। નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા॥” ત્યાર પછી તમારી ઇચ્છા ગણેશજીને જણાવો. હવે તેની સામે માથું નમાવો. ત્યાર પછી ગણેશજી પાસે રહેલા ઘઉંની ઢગલીમાં વધુ ઘઉં મિક્સ કરીને તેની રોટલી બનાવો. આ રોટલી ત્યારે ખાઓ જ્યારે તમે કોઈ પણ જરૂરી કામ કરવા જઈ રહ્યા છો. સાથે જ તે દરમિયાન પૂજામાં ઉપયોગ કરેલી સોપારી સાથે રાખો.

વિશેષ દાન: ગણેશજીને દાન-પુણ્ય કરતા લોકો ખૂબ પસંદ છે. જો તમે તમારી ઇચ્છા માંગો છો અને તેના બદલામાં કેટલાક મોટું દાન કરો છો, તો તમારી ઇચ્છા જલ્દી પૂર્ણ થાય છે. આ માટે તમે પૈસા, અન્ન અથવા કોઈપણ ચીજનું દાન કરી શકો છો. આ દાન ગરીબ વ્યક્તિ, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કરી શકાય છે. જો તમે ઇચ્છો તો તમે મંદિર અથવા કોઈ પણ સંસ્થામાં પણ દાન આપી શકો છો. પ્રાણીઓની મદદ માટે પણ દાન કરી શકાય છે. જ્યારે પણ તમે કોઈ દાન કરો ત્યારે ગણેશજી પાસે તમારી ઈચ્છા માંગી લો. થોડા સમય પછી તે પૂર્ણ થઈ જશે.