ખૂબ જ સુંદર છે સોનૂ સૂદની પત્ની, બે બાળકોને જન્મ આપ્યા પછી પણ છે એકદમ ફીટ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સોનુ સૂદ ગયા વર્ષે લોક ડાઉન દરમિયાન ગરીબ અને લાચાર લોકોની મદદ કરવાને કારણે હેડલાઇન્સમાં આવ્યા હતા. અને આ વર્ષે પણ તે એ જ કામમાં વ્યસ્ત છે. સોનુ સૂદ તેની સમાજ સેવાના કામને કારણે સતત ચર્ચામાં રહે છે. સોનૂ સૂદને જેટલી ઓળખ પોતાની ફિલ્મો અને એક્ટિંગથી નથી મળી તેટલા પ્રખ્યાત તે સમાજ સેવાના કાર્યોથી થઈ ગયા છે.

આ કામને કારણે સોનુ સૂદને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગરીબોના મસીહા પણ કહેવામાં આવે છે અને દેશની સાથે વિદેશમાં પણ તેને ઓળખવામાં આવે છે. સોનુ સૂદને આજે દરેક વ્યક્તિ ઓળખે છે, પરંતુ શું તમે સોનુ સૂદની પત્ની વિશે જાણો છો. જો નહીં, તો ચાલો આજે અમે તમને સોનુ સૂદની પત્નીનો પરિચય આપીએ.

સોનુ સૂદના લગ્નને 24 વર્ષ થઈ ગયા છે. અભિનેતાએ વર્ષ 1996 માં સોનાલી સૂદ સાથે લગ્ન કર્યા હતા. સોનુ સૂદની પત્ની સોનાલી સુંદરતામાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

સોનાલી સૂદ બોલિવૂડની ચમકતી દુનિયાથી દૂર રહે છે. તેને હેડલાઇન્સમાં રહેવું બિલકુલ પસંદ નથી. જો કે જ્યારે પણ સોનાલી તેના પતિ સોનુ સૂદ સાથે જોવા મળે છે ત્યારે લાગે છે કે સોનુ સાથે કોઈ બોલિવૂડ અભિનેત્રી છે.

જણાવી દઇએ કે સોનાલી ઘણીવાર સોનુ સૂદ સાથે જોવા મળે છે. બંનેની જોડી ચાહકોને ખૂબ પસંદ આવે છે. પોતાની સરળ સ્ટાઈલથી સોનાલી ચાહકોનુ દિલ જીતી લે છે. પોતાની સરળ સ્ટાઈલની સાથે જ સોનાલીનો ડ્રેસ પણ ચાહકોનું ધ્યાન ખેંચે છે. સોનાલી દરેક વખતે સિમ્પલ હોવાની સાથે સાથે સ્ટાઈલિશ કપડામાં જોવા મળે છે. સોનાલી સુંદર હોવાની સાથે પોતાના પતિ સોનૂ સૂદની જેમ એકદમ ફિટ પણ છે.

સોનાલી સૂદને જોઈને એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તેના લગ્નને 24 વર્ષ થઈ ચુક્યા છે અને તે બે પુત્રોની માતા છે. સોનુ અને સોનાલીના પુત્રોનું નામ આયન અને ઇશાંત સૂદ છે. જણાવી દઈએ કે સોનાલી સૂદનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી. બોલિવૂડના ઘણા એવા કલાકારો છે જેમની પત્નીઓ કાર્યક્રમોમાં જવાથી દૂર રહે છે અને સોનૂનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે.

જણાવી દઈએ કે સોનુ અને સોનાલીએ લવ મેરેજ કર્યા છે. તે બંને નાગપુરની યશવંતરાવ ચૌહાણ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને અહીં જ બંને પહેલી વખત મળ્યા હતા.