પતિ રહે છે હેડલાઈન્સમાં તો પત્ની રહે છે લાઈમલાઈટથી દૂર, કંઈક આવું જીવન જીવે છે સોનૂ સૂદનો પરિવાર, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ આજે પોતાનો 48 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 30 જુલાઈ 1973 ના રોજ પંજાબના મોગામાં સોનુ સૂદનો જન્મ થયો હતો. તેમણે પોતાની એક્ટિંગની સાથે પોતાના સામાજ સેવાના કાર્યથી પણ લોકોના દિલ જીતી લીધા છે. ગયા વર્ષે જ્યારે દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગ્યું હતું, ત્યારે સોનુ સૂદે જરૂરિયાતમંદોને મદદ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેમનું આ સમાજ સેવાનું કાર્ય આજે પણ ચાલું છે.

સોનુ સૂદને જેટલી લોકપ્રિયતા પોતાની ફિલ્મોથી નથી મળી, તે નામ અને લોકપ્રિયતા તેણે લોકડાઉન દરમિયાન રિયલ લાઈફમાં લોકોના જીવનનો એક ભાગ બનીને મેળવી લીધી છે. આ દરમિયાન તેને ‘ગરીબોનો મસીહા’ પણ કહેવામાં આવ્યા. સોનુ વિશે તો ચાહકો સારી રીતે જાણે છે, જોકે તેમની પત્નીથી ખૂબ ઓછા લોકો પરિચિત છે. ચાલો આજે તમારો સોનુના જન્મદિવસના ખાસ પ્રસંગે તેની સુંદર પત્ની સાથે પરિચય કરાવીએ.

જ્યાં એક તરફ સોનુ સૂદ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, તો બીજી બાજુ તેની પત્ની હેડલાઇન્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે એક સાદું જીવન જીવવાનું પસંદ કરે છે અને તેને સમાચારોમાં રહેવાનો તેને કોઈ શોખ નથી. જણાવી દઈએ કે સોનૂ સૂદની પત્નીનું નામ સોનાલી સૂદ છે. બંનેના લગ્ન વર્ષ 1996 માં થયા હતા અને સોનુની પત્ની સોનાલીની સુંદરતા બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

સોનુ સૂદ લાંબા સમયથી ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. સોનુએ હિન્દી સિનેમાની સાથે જ તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી સિનેમામાં પગ મુકતા પહેલા સોનુ સૂદ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતા હતા. સોનાલી સૂદ સાથે લગ્ન કર્યા પછી તેણે બોલિવૂડમાં પગ મૂક્યો હતો.

નોંધપાત્ર છે કે સોનુ સૂદે ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. જોકે તેને ફિલ્મી દુનિયા પસંદ આવી અને તે બની ગયા એક અભિનેતા. અત્યાર સુધીમાં સોનુ સૂદ દક્ષિણ ભારતની અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તે મોટાભાગે વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. સોનુ સૂદ અને સોનાલી બે પુત્રોના માતા -પિતા છે.

સોનુ સૂદની પત્ની સોનાલીનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી અને તે હેડલાઈન્સથી દૂર રહે છે. જણાવી દઈએ કે ઘણા પ્રસંગો પર સોનુ સૂદ પત્ની અને બંને પુત્રો સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સોનાલીની ઘણી તસવીરો વાયરલ છે, જેમાં તેની ગજબની સુંદરતા સ્પષ્ટ જોઈ શકાય છે. સોનાલી અને સોનુના લગ્નને લગભગ 25 વર્ષ થઈ ગયા છે અને બે પુત્રોની માતા હોવા છતાં સોનાલી તેવી દેખાતી નથી.

મળતી માહિતી મુજબ બંને એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પહેલી વખત મળ્યા હતા. સોનુએ સોનાલી વિશે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સોનાલી તેના જીવનમાં આવનારી પહેલી છોકરી છે. પછી સોનૂએ સોનાલી સાથે લગ્ન કરી લીધા હતા અને બંનેની અત્યાર સુધીની સફર સુંદર રહી છે.

પત્નીની પ્રશંસા કરતા સોનુ સૂદે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સોનાલી હંમેશા સપોર્ટિવ રહી છે. પહેલા તે ઈચ્છતિ ન હતી કે હું અભિનેતા બનું પરંતુ હવે તે મારા પર ગર્વ અનુભવે છે.”

જણાવી દઈએ કે વર્ષ 1999 માં સોનુની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કલ્લાજહગર’ થી થઈ હતી. આ ફિલ્મ એક તમિલ ફિલ્મ હતી. પરંતુ પછી આવેલી ફિલ્મ ‘યુવા’ થી સોનુને ઓળખ મળી. સોનુએ હિન્દી સિનેમામાં ‘એક વિવાહ … એસા ભી’, ‘જોધા અકબર’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘દબંગ’, ‘સિમ્બા’ જેવી ફિલ્મોથી નામ કમાવ્યું છે. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી તે ગરીબ, લાચાર લોકોની મદદ કરીને પોતાનું નામ ઉંચું કરી રહ્યા છે.