બોલીવુડની ફેશન ક્વીન છે માતાના ખોળામાં બેઠેલી આ નાની છોકરી, પતિ છે બિઝનેસમેન તો પિતા છે સુપરસ્ટાર, જાણો કોણ છે તે

બોલિવુડ

સોશિયલ મીડિયા પર અવારનવાર ફિલ્મ સ્ટાર્સની તસવીરો વાયરલ થતી રહે છે. ક્યારેક તે પોતાના પરિવાર સાથે સુંદર તસવીરો શેર કરતા રહે છે તો ક્યારેક તે પોતાના બાળપણની તસવીરો બતાવીને ચાહકોને કન્ફ્યુઝ કરે છે. હવે આ દરમિયાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પરંતુ આ તસવીર તેના બાળપણની છે. આવી સ્થિતિમાં ચાહકોની વચ્ચે તેને ઓળખવાની સ્પર્ધા ચાલી રહી છે કે તસવીરમાં જોવા મળી રહેલી આ છોકરી કોણ છે? તો ચાલો જાણીએ આ વાયરલ તસવીરમાં જોવા મળી રહેલી ક્યૂટ છોકરી કોણ છે?

સ્ટાઈલની બાબતમાં સૌથી આગળ છે આ છોકરી: સૌથી પહેલા તો તમે વાયરલ તસવીરમાં જોઈ શકો છો કે આ નાની છોકરી પોતાની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. બાળકીની સુંદરતા જોવાલાયક છે. સૌથી મહત્વની વાત એ છે કે આ છોકરીને હાલના સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેશન ક્વીન કહેવામાં આવે છે. હા, સ્ટાઇલની બાબતમાં તેની સામે મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેલ છે.

આ ઉપરાંત તેણે એક પ્રખ્યાત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. આટલું જ નહીં પરંતુ તેના પિતા પણ હિન્દી સિનેમાના એક દિગ્ગઝ અભિનેતા છે જેમણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો તમે હજુ પણ ઓળખી શક્યા નથી તો ચાલો તમને જણાવીએ કે આ નાની છોકરી કોણ છે?

લગ્નના 5 વર્ષ પછી બની માતા: ખરેખર પોતાની માતા સાથે બેઠેલી આ નાની છોકરી કોઈ અન્ય નહીં પરંતુ પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને લોકપ્રિય અભિનેત્રી સોનમ કપૂર છે. હા.. સાથે જ સોનમ કપૂર હાલમાં જ એક પુત્રની માતા બની છે. તેણે પોતાના પુત્રનું નામ ‘વાયુ કપૂર આહુજા’ રાખ્યું છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનમ કપૂરે પ્રખ્યાત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે અને લગ્ન પછી તે લંડન શિફ્ટ થઈ ગઈ છે.

હાલમાં જ સોનમ કપૂર તેના પુત્રના જન્મ પર ભારત આવી હતી, પરંતુ હવે તે લંડન પરત જઈ ચુકી છે. જણાવી દઈએ કે, સોનમે પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘સાવરિયા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે ઘણી ફિલ્મોનો ભાગ બની. પરંતુ લગ્ન પછીથી સોનમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.

જોકે તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચહકો સાથે જોડાયેલી છે. જણાવી દઈએ સોનમ કપૂરે તેની કારકિર્દીમાં ‘ખૂબસૂરત’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘રાંઝના’, ‘વીરે દી વેડિંગ’, ‘ઝોયા ફેક્ટર’, ‘નિરજા’, ‘આઈ હેટ લવ સ્ટોરી’, ‘પેડમેન’, ‘સંજુ’ અને ‘આયેશા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.