કોઈ મહેલથી ઓછું નથી સોનમ કપૂરનું લંડન વાળું ઘર, ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે આખું ઘર, જુવો સોનમના ઘરની તસવીરો

બોલિવુડ

સોનમ કપૂરની સ્ટાઈલ દરેક એ જોઈ છે. ફેશનની બાબતમાં સોનમ કપૂરની બરાબરી કોઈ અભિનેત્રી કરી શકતી નથી. આવી સ્થિતિમાં સરળતાથી અંદાજ લગાવી શકાય છે કે સોનમ પોતાની આસપાસની ચીજો પર પણ કેટલું ધ્યાન આપતી હશે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લંડનના ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઘરમાં ચારેય બાજુએ છે સોનમ કપૂરના ફેવરિટ કલર: સોનમ કપૂરના ઘરની ચારેય બાજુએ તેના ફેવરિટ કલર જોવા મળે છે. વાત દીવાલની હોય કે કુશન અને બેડશીટની… દરેક જગ્યા પર સોનમ કપૂરના ફેવરિટ કલર જોવા મળે છે.

ઘરની દિવાલો પર સોનમ કપૂરે લગાવી છે સુંદર તસવીરો: ઘરની દિવાલોને સુંદર બનાવવા માટે સોનમ કપૂરે ભારતીય લુક વાળા ઘણા સ્ટીકરો લગાવ્યા છે. સોનમ કપૂરે પોતાની હોમ વિડિયો ટૂરમાં કહ્યું હતું કે તેણે આ ઘરને એવી રીતે સજાવ્યું છે કે દરેક ખૂણો તેને તેના દેશની માટીની યાદ અપાવે છે.

એક-એક ચીજનો યોગ્ય ઉપયોગ: સોનમ કપૂરે પોતાના ઘરમાં એક-એક ચીજનો એટલી સારી રીતે ઉપયોગ કર્યો છે કે તેના આઈડિયા તમને પણ કામ આવી શકે છે.

સોનમ કપૂરના ઘરમાં છે સુંદર ફર્નિચર: સોનમ કપૂરના ઘરમાં એટલું સુંદર ફર્નિચર છે કે તમે એક-એક ચીજ પરથી તમારી નજર સરળતાથી દૂર કરી શકશો નહીં.

ઘરના દરેક ખૂણામાં સોનમ કપૂરને મળે છે આરામ: સોનમે પોતાના ઘરને એટલું સરસ રીતે સજાવ્યું છે કે દરેક ખૂણામાં શાંતિ છે. સોનમ કપૂરના ઘરની આ તસવીરો જોઈને દરેક લોકો પ્રસંશા કરી રહ્યા છે.