બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ પહેલી વખત પોતાના પુત્ર સાથેની એક સુંદર તસવીર શેર કરી છે જેમાં ત્રણેય મેચિંગ આઉટફિટ્સ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સોનમ કપૂરે પોતાના પુત્રના નામનો પણ ખુલાસો કર્યો છે અને ચાહકોને તેનો અર્થ પણ સમજાવ્યો છે. તો ચાલો જાણીએ સોનમ અને આનંદ આહુજાએ તેમના પુત્રને શું નામ આપ્યું?
સોનમ અને આનંદે તેમના પુત્રને આપ્યું છે આ નામ: વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે સોનમ કપૂર અને આનંદ આહુજા યલો કલરના ડ્રેસ પહેરેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સોનમ તેના પુત્રને નિહાળતા જોવા મળી તો સાથે જ આનંદ આહુજા તેને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આનંદના હાથમાં બેબી પણ છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યાં ઘણા લોકો કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે તો ઘણા લોકો તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. સોનમ કપૂરે આ પોસ્ટ શેર કરતાં કહ્યું કે તેમણે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે.
આ નામનો અર્થ સમજાવતા, સોનમ કપૂરે લખ્યું કે, “તે શક્તિની ભાવનામાં જેણે અમારા જીવનમાં નવો અર્થ ફૂંક્યો છે… હનુમાન અને ભીમની ભાવનામાં, જે અપાર હિંમત અને શક્તિ… પવિત્ર, જીવન આપનાર અને હંમેશા માટે અમારી ભાવનામાં, અમે અમારા પુત્ર વાયુ કપૂર આહુજા માટે આશીર્વાદ માંગીએ છીએ.”
આ ઉપરાંત સોનમ કપૂરે લખ્યું કે, “હિંદુ શાસ્ત્રોમાં વાયુ પાંચ તત્વોમાંથી એક છે. તે શ્વાસના દેવતા છે, હનુમાન, ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે અને તે હવાના અવિશ્વાસનીય રૂપથી શક્તિશાળી સ્વામી છે. વાયુ પ્રાણ છે, આ બ્રહ્માંડમાં જીવન અને બુદ્ધિને દિશા આપનાર શક્તિ છે. પ્રાણ, ઇન્દ્ર, શિવ અને કાલીના તમામ દેવો વાયુ સાથે સંબંધિત છે. તે પ્રાણીઓમાં જીવનને તેટલી જ સરળતાથી શ્વાસ લઈ શકે છે જેટલા તે બુરાઈને નષ્ટ કરે છે. વાયુને વીર કહેવામાં આવે છે, બહાદુર અને મંત્રમુગ્ધ કરનાર સુંદર. અમારા પુત્ર વાયુ, પરિવાર માટે તમારી સતત શુભેચ્છાઓ બદલ આભાર.”
નાના અનિલ કપૂરે પણ લૂંટાવ્યો પ્રેમ: આ દરમિયાન ચાહકોની સાથે-સાથે, સોનમ કપૂરના પિતા અનિલ કપૂરે પણ રિએક્શન આપ્યું અને ઘણા બધા હાર્ટ ઇમોજી શેર કર્યા. નોંધપાત્ર છે કે, સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ પોતાના પુત્રના જન્મ થવાની માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “હવે અમારી પ્રાથમિકતા બદલાઈ જશે. બાળક સ્પષ્ટ રીતે માત્ર તેમની જવાબદારી હશે. સત્ય એ છે કે બાળકો આ દુનિયામાં પોતાની મરજીથી નથી આવતા. આપણે તેમને પોતાની મરજીથી આ દુનિયામાં લાવીએ છીએ. તેથી આ ખૂબ જ સ્વાર્થી નિર્ણય હોય છે. આપણે બધા સ્વાર્થી વર્તન કરીએ છીએ.”
વાત કરીએ સોનમ કપૂરના કામની તો તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. આનંદ આહુજા સાથે લગ્ન કર્યા પછી તે લંડન શિફ્ટ થઈ ગઈ છે. જોકે, સોનમ ડિલિવરી માટે ભારત આવી છે અને તેના પિતા અનિલ કપૂરના ઘરે રોકાઈ છે.