આ કારણે 15 વર્ષની ઉંમરમાં વેટ્રેસ બની ગઈ હતી સોનમ કપૂર, રેસ્ટોરેંટમાં આટલા દિવસ કર્યું હતું કામ

બોલિવુડ

બોલિવૂડની ફેશન ક્વીન એટલે કે સોનમ કપૂર આજે 36 વર્ષની થઈ ગઈ છે. સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985 ના રોજ દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂર અને સુનિતા કપૂરના ઘરે થયો હતો. સોનમ કપૂર છેલ્લા 14 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેની કારકિર્દી અત્યાર સુધી ઠિકઠાક રહી છે.

સોનમ કપૂર એક મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમનો આખો પરિવાર વર્ષોથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. જ્યારે સોનમના મોટા પિતા બોની કપૂર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે, તો તેના કાકા સંજય કપૂર પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જ્યારે તેના પિતા અનિલ કપૂરની ગણતરી બોલીવુડના સુપરસ્ટારમાં થાય છે. પરંતુ છતા પણ સોનમ કપૂરને વેટ્રેસની નોકરી કરવી પડી છે. ચાલો આજે અભિનેત્રીના જન્મદિવસ પર તમને તેની એવી જ કેટલીક રસપ્રદ વાત જણાવીએ.

આ વાત વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કે, ફિલ્મી દુનિયામાં પગ મુકતા પહેલા સોનમ કપૂરે વેટ્રેસ તરીકે કામ કર્યું હતું. જોકે આ નોકરી તેણે કોઈ મજબૂરીના કારણે નહિં પરંતુ પોતાની પોકેટ મની વધારવા અને પોતાની અન્ય જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરી હતી. વિશેષ વાત એ છે કે તે સમયે સોનમની ઉંમર માત્ર 15 વર્ષ હતી. આ નાની ઉંમરમાં તે એક રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગી હતી. પરંતુ માત્ર એક અઠવાડિયા સુધી જ તેણે આ કામ કર્યું હતું.

PCOC બીમારી સામે લડી રહી હતી સોનમ: આજના સમયમાં સોનમ કપૂર હિંદી સિનેમાની સૌથી ફિટ અને ચર્ચિત અભિનેત્રીમાંથી એક છે. જોકે એક સમયે અભિનેત્રી સામાન્ય થી ખૂબ જાડી હતી. મેદસ્વીપણાને લીધે ઘણીવાર અભિનેત્રીને તેના કોલેજના દિવસો દરમિયાન શરમ પણ આવતી હતી. તે 15 થી 20 વર્ષની ઉંમરમાં PCOC ની બીમારી સામે લડી રહી હતી.

મજાક ઉડાવવા પર બોયફ્રેંડ સાથે તોડી નાખ્ય સંબંધ: જણાવી દઈએ કે આ બીમારીને કારણે સોનમનું વજન સતત વધી રહ્યું હતું. આ કારણે લોકો તો તેની મજાક ઉડાવતા હતા, પરંતુ તેના બોયફ્રેન્ડ એ પણ તેની મજાક ઉડાવી હતી અને તેનું અભિનેત્રીને ખૂબ ખરાબ લાગ્યું હતું. પરિણામે સોનમે તેના બોયફ્રેન્ડ સાથેનો સંબંધ સમાપ્ત કર્યા.

સોનમના કારણે અર્જુનને પડ્યો માર: સોનમ કપૂર અને અભિનેતા અર્જુન કપૂર વચ્ચે કઝીન ભાઈ-બહેનનો સંબંધ છે. અર્જુન બોની કપૂરનો પુત્ર છે. બંને કલાકારો એક જ સ્કૂલમાં ભણતા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ સોનમ સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો કરતી ત્યારે તે અર્જુનને આગળ કરતી હતી. અર્જુને એક વખત એક કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોનમના કારને તેણે સ્કૂલમાં એક સીનિયરનો ખૂબ માર ખાધો હતો.

ખરેખર બન્યું કંઈક એવું કે એક સીનિયરે સોનમ કપૂર પાસેથી તેનો બોલ છીનવી લીધો હતો. આવી સ્થિતિમાં સોનમ રડવા લાગી અને તેણે અર્જુનને આ વાત જણાવી. તેની બહેનને રડતા જોઈને અર્જુન કપૂર તે છોકરા સાથે લડવા ગયો. પરંતુ તે છોકરાએ અર્જુન કપૂરને માર્યો. તે છોકરો બોક્સિંગ ચેમ્પિયન હતો.