શું માતા બની ગઈ સોનમ કપૂર? બાળકને ગળે લગાવતા વાયરલ થઈ અભિનેત્રીની તસવીર, જાણો શું છે સત્ય

બોલિવુડ

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી પ્રખ્યાત અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે નવજાત બાળક સાથે હોસ્પિટલના બેડ પર સૂતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનમ કપૂર માતા બની ચુકી છે.

આટલું જ નહીં પરંતુ આ તસવીર વાયરલ થયા પછી સોનમ કપૂરને માતા બનવા પર સતત અભિનંદન મળી રહ્યા છે. જો કે આ વાયરલ તસવીરોનું સત્ય કંઈક અલગ જ છે. તો ચાલો જાણીએ શું છે સોનમ કપૂરની આ તસવીરોનું સત્ય?

તસવીરો વાયરલ થતા જ સોનમને મળવા લાગ્યા અભિનંદનના મેસેજ: વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે સોનમ કપૂર એક નાના બાળકને ગળે લગાવતા જોવા મળી રહી છે. સાથે જ બીજી તસવીરમાં તે પોતાના બાળકના માથા પર ચુંબન કરતા જોવા મળી રહી છે. જો કે આ વાયરલ તસવીરો સોનમ કપૂરની નથી પરંતુ આ ફેક તસવીરો છે જેના પર એડિટિંગની મદદથી સોનમ કપૂરનો ચહેરો લગાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પહેલી વાયરલ તસવીર યુએસની રહેવાસી હુન્ના મેકઆલ્પિન નામની મહિલાની છે, જેના પર સોનમનો ચહેરો લગાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તસવીર બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીની જૂની તસવીર છે.

જણાવી દઈએ કે શિલ્પાની આ તસવીર તે સમયની છે જ્યારે તેણે પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. બંને તસવીરોનો ઉપયોગ કરીને તેના પર સોનમ કપૂરનો ચહેરો લગાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેના માતા બનવાના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે તેમાં બિલકુલ સત્ય નથી અને અત્યારે સોનમ કપૂરને પ્રેગ્નન્ટ થયાને માત્ર 5 થી 6 મહિના થયા છે. આવી સ્થિતિમાં તેને માતા બનવામાં સમય લાગશે.

જણાવી દઈએ કે, સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહુજા સાથે એક તસવીર શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. આ ઉપરાંત સોનમ કપૂર ફોટોશૂટ પણ કરાવી ચુકી છે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આટલું જ નહીં પરંતુ અવારનવાર સોનમ કપૂર પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી નાની-નાની અપડેટ્સ પોતાના ચાહકો સાથે શેર કરી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે તે માતા બનશે, ત્યારે તે જરૂર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે.

વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાઈ હતી સોનમ કપૂર: જણાવી દઈએ કે, સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓ પહોંચી હતી. સોનમ અવારનવાર પોતાના પતિ સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં સોનમ કપૂર ગોલ્ડન સ્ક્રીનથી દૂર છે. લગ્ન પછીથી સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહી રહી છે. જોકે તે અવારનવાર ભારતની મુલાકાત લેતી રહે છે.