લગ્નના 4 વર્ષ પછી સોનમ કપૂર ના ઘરે ગુંજી કિલકારીઓ, જાણો અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને

બોલિવુડ

બોલિવૂડ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર માતા બની ગઈ છે. હા..સોનમ કપૂરે શનિવારે પુત્રને જન્મ આપ્યો. આ સારા સમાચાર ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યા. જણાવી દઈએ કે સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 20 ઓગસ્ટ, 2022ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે અને હું ખૂબ જ ખુશ છું અને તેના માટે ભગવાનનો આભાર માનું છું. તેમણે પોસ્ટ માટે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માન્યો. ચાહકોને આ સમાચાર મળતાની સાથે જ દરેક તરફ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને સતત સોનમને માતા બનવા પર શુભેચ્છા મળી રહી છે.

ખૂબ જ ખુશ છે અનિલ કપૂર: આટલું જ નહીં પરંતુ સોનમના પિતા અને પુત્રના નાના અનિલ કપૂર પણ ખૂબ જ ખુશ છે. તેમણે આ ખાસ તક પર એક નોટ શેર કરતા લખ્યું કે ‘ખુશીમાં તરબોળ ગ્રાન્ડ પેરેન્ટ્સ’. આ નોટમાં અનિલ કપૂરે એક્સાઈટેડ આંટી અને અંકલ માટે પોતાની નાની પુત્રી રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની, પુત્ર હર્ષવર્ધન કપૂર અને આનંદના ભાઈ અનંત આહુજાના નામ લખ્યા.

આ દરમિયાન જ્યારે સોનમ માતા બની ત્યારે કરીના કપૂર ખાને સોનમ અને આનંદની એક તસવીર શેર કરીને તેમને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત ફરાહ ખાને પણ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા, તો સાથે જ નીતુ કપૂરે પણ સોનમ અને આનંદ આહુજાને અભિનંદન આપ્યા હતા.

લંડનમાં થયું હતું સોનમનું બેબી શાવર: નોંધપાત્ર છે કે થોડા મહિના પહેલા સોનમનું બેબી શાવર લંડનમાં થયું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી. સોનમ લાંબા સમયથી તેના પતિ સાથે લંડનમાં હતી પરંતુ પુત્રના જન્મ પછી તે હવે તેના માતા-પિતા અનિલ કપૂર અને સુનીતા કપૂરના ઘર પર રહેશે. જણાવી દઈએ કે સોનમ કપૂરે વર્ષ 2018માં પ્રખ્યાત બિઝનેસમેન અને લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા, લગ્ન પછી તે પોતાના પતિ સાથે લંડન શિફ્ટ થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે સોનમ કપૂરે વર્ષ 2007માં ફિલ્મ ‘સાવરિયા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે ‘રાંઝણા’, ‘વીરે દી વેડિંગ’, ‘ખૂબસૂરત’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘આયશા’, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘બેવકૂફિયા’, ‘ડોલી કી ડોલી’, ‘થેન્ક યૂ’, ‘આઈ હેટ લવ સ્ટોરી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. રિપોર્ટ્સનું માનીએ તો સોનમ ફિલ્મ ‘બ્લાઈન્ડ’થી કમબેક કરશે. આ ફિલ્મનું નિર્દેશન શોમ માખીજા કરશે, જે 2011ની કોરિયન એક્શન થ્રિલરની બોલિવૂડ રિમેક છે.