આ છોકરીને જોઈને તમે પણ વિશ્વાસ નહિં કરી શકો કે સોનાક્ષી સિન્હા છે કે તેની હમશકલ, જુવો તસવીરો

બોલિવુડ

આપણા બોલિવૂડ સ્ટાર્સ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેની દીવાનગી માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા દેશમાં છે. આ સાથે તેમના ચાહકો પણ લાખો અને કરોડની સંખ્યામાં છે. તેના આ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે. આ ચાહકો પોતાના ફેવરિટ સ્ટાર્સની લૈઐફ વિશે જાણવા માટે એટલા આતુર હોય છે કે તેમના સોશિયલ મીડિયા એકાઉંટ થી લઈને દુનિયા ભરની બધી ચીજોની શોધખોળ કરે છે.

આ સ્ટાર્સની સાથે તે લોકો પણ ખૂબ પ્રખ્યાત થઈ જાય છે જે તેમની જેવા જ લાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ આપણા બોલીવુડ સ્ટાર્સના હમશકલ વિશે. આ હમશકલને પણ ક્યાંકને ક્યાંકથી તેમના જ ચાહક શોધે છે. સોશ્યલ મીડિયાના આ જમાનામાં એવા ઘણા ચહેરાઓ છે જે આપણા સ્ટાર્સ જેવા જ લાગે છે. પછી ભલે તે દુનિયાના કોઈ પણ ખુણામાં હોય. આ હમશકલ પણ સોશિયલ મીડિયા પર સેલેબ બની જાય છે. ઘણા લોકો તેમને પસંદ કરવા લાગે છે.

આજે આપણે વાત કરી રહ્યા છીએ બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા વિશે. પોતાની સ્ટાઈલ અને સુંદરતાને કારણે આ અભિનેત્રી ઘણા લોકોના દિલ પર રાજ કરે છે. સોનાક્ષીએ ખૂબ ઓછા સમયમાં વૈશ્વિક ઓળખ બનાવી છે. આ કારણે તેની હમશકલ પણ ચર્ચામાં રહે છે. સોનાક્ષીની હમશકલ સ્ટાઇલ અને ફેશનમાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

સોનાક્ષી સિન્હાની આ હમશકલનું નામ કનિકા અરોરા છે. કનિકા અરોરા બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની હમશકલ લાગે છે. કનિકા અરોરા ન્યૂયોર્કમાં એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. આ મેકઅપ આર્ટિસ્ટ સોનાક્ષીની સ્ટાઇલને પણ હૂબહૂ કોપી કરે છે. થોડા દિવસો પહેલા જ કનિકા અરોરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેને પહેલી નજરે જોઈને, તમે પણ છેતરાઈ જશો.

આ સાથે સૌથી મોટી વાત એ છે કે કનિકા પણ પોતાને સોનાક્ષીની હમશકલ માને છે. એટલા માટે જ તે સોનાક્ષી જેવી દેખાવા માટે અભિનેત્રીના મેકઅપ અને કપડાની કોપી કરે છે. જ્યારે કનિકાની તસવીર સામે આવી હતી ત્યારે લોકો તેને જોઈને વિશ્વાસ કરી શકતા ન હતા કે તે સોનાક્ષી છે કે કોઈ અન્ય. કનિકા વિશે વધુ માહિતી તો નથી પરંતુ તે સોનાક્ષી સાથે ખૂબ મલતી આવે છે.

બીજી બાજુ, જો આપણે સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો આજે જ તેનો જન્મદિવસ છે. સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987 ના રોજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાના ઘરે થયો હતો. જણાવી દઈએ કે સોનાક્ષીએ 2005 માં ફિલ્મ ‘મેરા દિલ લેકે દેખો’ થી કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2010 માં સોનાક્ષી સિન્હાએ સલમાન ખાન સાથે વર્ષ 2010 માં આવેલી ફિલ્મ દબંગથી સલમાન ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 2014 માં સોનાક્ષીએ સુપરસ્ટાર રજનીકાંત સાથે લિંગા ફિલ્મથી તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ ઉપરાંત તે પોતાના ડિજિટલ ડેબ્યૂ માટે પણ તૈયાર છે.